નમકીન પોહા – જાડા પૌંવામાંથી બનતો આ નાસ્તો ઘરમાં બધાને પસંદ આવશે એકવાર જરૂર બનાવજો…

નમકીન પોહા ( ચેવડો ) :

આ નમકીન પોહા ખાસ કરીને દિવાળીના તહેવારમાં બનાવવામાં આવે છે. નમકીન પોહા ખૂબજ જલદી બની જતો, ક્રીસ્પી, સ્વાદિષ્ટ સૂકો શાકાહરી નાસ્તો છે. જે જાડા અને પાતળા (નાયલોન) એમ બન્ને પ્રકારના પૌંવામાંથી બનાવવામાં આવે છે. નાયલોન પૌંઆને ઓછા ઓઇલમાં રોસ્ટ કરી બનાવવામાં આવે છે. જ્યારે જાડા પૌંવાને ફ્રાય કરીને બનાવવામાં આવે છે. જે સવારે ચા સાથે કે સાંજના નાસ્તામાં પણ લઈ શકાય છે. ઘરે આવેલા ગેસ્ટને પણ સ્વીટ સાથે સર્વ કરવામાં આવે છે. ઉપરાંત બાળકોને નાસ્તા બોક્ષમાં આપવા માટે પણ એક આદર્શ નાસ્તો છે.

અહીં હું આપ સૌ માટે જાડા પૌંવામાંથી બનતા નમકીન પોહાની રેસિપિ આપી રહી છું. જે ખૂબજ ટેસ્ટી અને ચટપટા છે. દરેક લોકોને ખાવા ખૂબજ પસંદ પડશે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

નમકીન પોહા બનાવવા માટેની સામગ્રી :

  • 4 કપ પૌંવા (બટેટા પૌંવા બનાવવા માટેના હોય તેવા થોડા જાડા‌)
  • ¼ કપ ડ્રાય કોકોનટ સ્લાઇઝ
  • ½ કપ કાજુના ફાડા
  • ¼ કપ કીશમીશ
  • ¾ કપ શિંગદાણા
  • 3-4 સ્ટ્રીંગ મીઠો લીમડો
  • ઓઇલ ..પૌંઆ ફ્રાય કરવા માટે
  • જરુર મુજબ હળદર પાવડર
  • ½ ટી સ્પુન કાશ્મીરી મરચુ
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ½ ટી સ્પુન સંચળ પાવડર
  • 1 ટી સ્પુન આમચુર પાવડર અથવા ચાટ મસાલા
  • 2 ટી સ્પુન સુગર પાવડર
  • ¼ ટી સ્પુન મરી પાવડર
  • ½ ટી સ્પુન ગરમ મસાલો

નમકીન પોહા બનાવવાની રીત:

*સૌ પ્રથમ પૌંવા તડકામાં તપાવી લેવા.

હવે નમકીન બનાવવા માટેનો મસાલો બનાવવા માટે એક ગ્રાઇંડર જાર લઈ તેમાં ½ ટી સ્પુન સોલ્ટ, પિંચ હળદર પાવડર ½ ટી સ્પુન સંચળ પાવડર, 1 ટી સ્પુન આમચુર પાવડર અથવા ચાટ મસાલો- મેં અહીં ચાટ મસાલો ઉમેર્યો છે, 2 ટી સ્પુન સુગર પાવડર, ½ ટી સ્પુન ગરમ મસાલો અને ¼ ટી સ્પુન મરી પાવડર ઉમેરી ફાઇન પાવડર બનાવી લ્યો. હવે તેને એક નાના બાઉલમાં કે પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો. એક બાજુ રાખો. નમકીન મસાલો રેડી છે. આ મસાલો ઉમેરવાથી નમકીન પોહાનો ટેસ્ટ ખૂબજ ચટપટો આવશે.

હવે એક મોટું બાઉલ લઈ તેમાં નીચે રિંગ રાખી તેના પર મોટી ગળણી રાખો.( પિકચરમાં બતાવ્યા પ્રમાણે ).

ત્યારબાદ ફ્રાય પેનમાં ઓઇલ ગરમ મૂકી તેમાં સૌ પ્રથમ કાજુના ફાડા કરીને લાઇટ પિંક કલરના થાય ત્યાં સુધી સ્લો ફ્લૈમ પર ફ્રાય કરી લ્યો. ઓઇલ નિતરવા માટે મોટી ગળણીમાં કાઢી લ્યો. ત્યારબાદ તે જ ઓઇલમાં ¾ કપ શિંગદાણા ફ્રાય કરી લ્યો. ઓઇલ નિતારી તેને પણ ગળણીમાં ટ્રાંસફર કરો. હવે ઓઇલમાં ¼ કપ કોકોનટની સ્લાઇઝ લાઇટ પિંક કલરની થાય ત્યાંસુધી ફ્રાય કરી લ્યો. તેને પણ ગળણીમાં ટ્રાંસફર કરો. હવે ફ્રાય કરી લ્યો. ¼ કપ કીશમીશ આખી ફુલી જાય ત્યાંસુધી ફ્રાય કરી ઓઇલ નિતારવા માટે ગળણીમાં મૂકો. ત્યારબાદ 3-4 સ્ટ્રીંગ મીઠો લીમડો ઉમેરી ક્રંચી થાય ત્યાં સુધી ફ્રાય કરી લ્યો. ઓઇલ નિતારવા માટે ગળણીમાં મૂકો.

આ પ્રમાણે કરવાથી ઓઇલ બધું થોડીવારમાં જ નિતરી જશે. ઓઇલ નિતરી જાય એટલે તેને એક મોટા મિક્ષિંગ બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો. ખાલી થયેલી ચલણી કે મોટી ગળણીમાં હવે ફ્રાય કરેલા પૌંવા પણ ઓઇલ નિતારવા માટે મૂકવા.

હવે ઓઇલ એકદમ ગરમ કરી તેમાં થોડા થોડા પૌંવા ઉમેરી સરસ ફુલીને ઉપર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લ્યો.

*એકદમ ગરમ ઓઇલમાં પૌંવા ફ્રાઇ કરવાનો બાઉલ જેવો જારો( પિકચરમાં બતાવ્યા પ્રમાણે ) મૂકી તેમાં પણ થોડા થોડાં પૌંવા ઉમેરીને ફ્રાય કરી શકાય છે. ( સ્લો ફ્લૈમ કે ઓછા ગરમ ઓઇલમાં પૌંવા ફ્રાય કરવાથી તેમાં ઓઇલ ચડી જશે અને ફુલશે નહી.

ફ્રાય થયેલા પૌંવામાંથી ઓઇલ નિતરી જાય અને થોડા ગરમ હોય ત્યારે જ તેના પર હળદર સ્પ્રિંકલ કરી ઉપર નીચે કરી મિક્ષ કરી લેવી. જેથી તેમાં સરસ કલર આવી જાય. આ પ્રોસિઝર બાકીના ફ્રાય કરેલા પૌંઆમાં પણ કરી બધા પૌંવા સરસથી મિક્ષ કરી લ્યો.

હવે ફ્રાય કરેલા કાજુ, શિંગદાણા વગેરે જે મિક્સિંગ બાઉલમાં છે, તેમાં સાથે પૌંવા પણ ઉમેરી દ્યો. બધું મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ બનાવેલા નમકીન મસાલામાંથી 1 ½ ટેબલ સ્પુન અથવા તમારા ટેસ્ટ મુજબ નમકીન મસાલો પૌંવાના મિશ્રણ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. વધેલો મસાલો એરટાઇટ ગ્લાસના જારમાં ભરી લેવો. ફરી નમકીન પોહા બનાવવામાં યુઝ કરી શકાય.

તો હવે નમકીન પોહા કે ચેવડો સર્વ કરવા માટે રેડી છે. આ નમકીન પોહા રુમ ટેમ્પરેચર પર આવે ત્યારબાદ એર ટાઇટ કંટેઈનરમાં ભરી સ્ટોર કરો. જરુર મુજબ નાસ્તા માટે સર્વ કરો. નાસ્તામાં ચા કે સ્વીટ સાથે નમકીન પોહા ખૂબજ ટેસ્ટી લાગશે. નાના મોટા બધાને ખૂબજ ભાવશે. તો તમે પણ આ દિઅવળીમાં મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *