નાનખટાઈ – નટમેગ( જાયફળ) ઇલાયચી નાનખટાઇ (ઓવનબેક્ડ) હવે તમે પણ તમારા ઘરે બનાવી શકશો આ સરળ રીતે…

*તમે નાનખટાઇ તો ઘણા સ્વાદની ટેસ્ટ કરી હશે પરંતુ નટમેગ( જાયફળ) ઇલાયચી નાનખટાઇ નો સ્વાદ તો અનેરો છે. એક વાર જરુર થી બનાવીને ટેસ્ટ કરી જુઓ. વાનગીઓ જાતે બનાવી ને ખાવા અને ખવડાવવા નો આનંદ પણ અનેરો છે.

નટમેગ( જાયફળ) ઇલાયચી નાનખટાઇ (ઓવનબેક્ડ)

1 ક્પ મેંદો અથવા 125 ગ્રામ અથવા ઓલ પરપઝ ફ્લોર.

¼ કપ ચણાનો લોટ અથવા 40 ગ્રામ બેસન

½ ટીસ્પુન બેકિંગ સોડા

1 ટી સ્પુન બેકીંગ પાવડર

2 ટેબલ સ્પુન સોજી અથવા 20 ગ્રામ રવો (સોજી)

2 – 3 પીંચ નટમેગ પાવડર ( જાયફળ પાવડર) અથવા ગ્રેટેડ નટમેગ

1 ટીસ્પુન ઇલાયચી પાવડર

½ કપ દેશી ઘી અથવા 80 ગ્રામ બટર –રુમ ટેમ્પરેચર પર હોવુ જરુરી છે.

½ કપ સુગર પાવડર અથવા 100 થી 110 ગ્રામ સુગર – ( ગ્રાઇંડ કરવી )

અથવા આઇસીંગ સુગર તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવી.

½ ટીસ્પુન દહીં.

½ ટેબલસ્પુન દુધ (જરુર પડે તો જ ઉમેરવુ).

થોડી બદામ ની કતરણ, અથવા પીસ્તા ની કતરણ અને 20 થી 25 ચીરોંજી ( ચારોલી )

*નાનખટાઇ નુ મિશ્રણ બનાવવા ની રીત :

સૌ પ્રાથમ ખાંડ લીધી હોય તો તેને ગ્રાઇંડ કરી ને એકદમ બારીક પવડર બનાવો.


ત્યાર બાદ એક મિક્સીંગ બાઉલમાં પાવડર સુગર અને ઘી મિક્સ કરો.


તેને એકદમ મિક્સ કરી ને તેને ઇલેક્ટ્રીક મિક્સર અથવા બ્લેંડર અથવા ફુડ પ્રોસેસર વડે વ્હાઇટ ક્રીમ જેવુ થાય ત્યા સુધી ફીણૉ.

તમે વાયર ના હેંડ વ્હીપર થી પણ વ્હાઇટ થાય ત્યા સુધી ફીણી ને ક્રીમ જેવુ મીક્સ્ર બનાવી શકો છો.

*ટીપ્સ : મીક્સર વ્હાઇટ ક્રીમ જેવુ સ્મુધ બનવુ જરુરી છે.

નીચે જણાવેલા બધા ઇંગ્રેડીઅંટ્સ ભેગાકરી ચાળી લ્યો.


મેંદો,બેસન,બેકીંગ પાવડર અને બેકિંગ સોડા. બરાબર મિક્સ કરો.

હવે આ ચાળેલુ મિક્સર એક બાજુ રાખો.


મિક્સિંગ બાઉલ માં અગાઉ બનાવેલા ઘી – ખાંડ ના ક્રીમી મિક્સર મા દંહી ઉમેરો.

એક્દમ ફીણો. બરાબર ફીણાય જાય એટલે તેમાં ચાળેલા બધા જ ઇંગ્રેડીઅંટ્સ થોડા થોડા કરીને મિક્સ કરી દ્યો. હવે તેમાં સોજી પણ બરાબર મિક્સ કરી દ્યો.


ત્યારબાદ તેમા નટમેગ પાવડર અને ઇલાયચી પાવડર પણ ઉમેરી બરાબર મિક્સ કરીદ્યો.


*ટીપ્સ: હલકા હાથે મિક્સ કરવુ, મસળવુ નહિ.


બધુ હલકા હાથે ભેગુ કરી સ્મુધ લોટ બાંધવો.


*જો મિક્સ ક્રમ્બલી લાગે અને લોટ બંધાય નહિ તો અને તો જ માત્ર 1/2 ટેબલ સ્પુન જેટલુ મીલ્ક ઉમેરી બધુ ભેગુ કરી લોટ બાંધવો.

ત્યાર બાદ તેમાથી મીડિયમ સાઇઝ 17 ના બોલ બનાવો.

બન્ને હથેળીઓ વચ્ચે થોડુ પ્રેસ કરી નાનખટઇ નો શેઇપ આપો.


તેના પર બદામ ની કતરણ, અથવા પીસ્તા ની કતરણ અથવા ચીરોંજી ના દાણાથી ગાર્નીશ કરો.

ફોર્ક અથવા ટુથ પીક ની મદદ વડે પણ ક્રિસ્ ક્રોસ ડિઝાઇન બનાવી શકાય છે.


*નાનખટાઇ બેક કરવાની રીત :

બેકીંગ ટ્રે માં બટર પેપર પાથરો. તેમાં બધી જ નાનખટાઇ ગોઠવવી.

*ટિપ્સ : બધી નાનખટાઇ વચ્ચે જગ્યા રાખવી, કેમકે બેકીંગ થતી વખતે ફુલશે. અને જોઇન્ટ થઇ જશે.

પ્રીહિટેડ ઓવન માં 180* ડીગ્રી પર 20 – 25 મિનિટ બેક ક્રો.


રીપ્લેસ કરતા પહેલા ટુથ પીક થી ચેક કરી લેવુ.

ઓવન માંથી કાઢી વાયર રેક પર ગોઠવવી. જેથી નાનખટાઇ ઠંડી થઇ જાય.

ત્યાર બાદ નાનખટાઇ ને એર ટાઇટ કંટેઇનર માં સ્ટોર કરવી.


જરુર પ્રમાણે ઉપયોગ માં લેવી.

*દિવાળી ના નાસ્તા માટે, પ્રવાસ ના નાસ્તા માટે, મહેમાનો માટે, બાળકો ત્થા નાના મોટા બધા માટે બનાવવી ખુબ જ સારી પડશે.

*નાનખટાઇ ને ગમે ત્યારે નાસ્તા માં લઈ શકાય છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા – ગોંડલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *