નાસ્તા માટે બનાવો બેકરી સ્ટાઇલમાં નાનખટાઈ બનાવવાની એકદમ પરફેક્ટ રેસિપી

આજે આપણે બનાવીશું બેકરી સ્ટાઈલ નાન ખટાઇ બનાવવાની પરફેક્ટ રીત.કોઈ પણ બેકિંગ પાવડર કે બેંકિંગ સોડા નાખ્યા વગર. આપણે ઓવનમાં કે કઢાઈમાં બનાવીશું. ઓવન ના હોય તોપણ આ રીત થી બનાવશો તો પરફેક્ટ જ બનશે.તો ચાલો જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • મેંદો
  • દળેલી ખાંડ
  • ઘી
  • ઝીણું બેસન
  • મીઠું
  • ઝીણો રવો

રીત-

1- સૌથી પહેલા નાન ખટાઇ ને બેંક કરવા માટે આપણે ગેસ પર એક તપેલા ની અંદર એક કાંઠો મૂકીશું.તેમાં આપણે મીઠું કે રેતી પણ મૂકી શકો છો. ઢાંકીને આપણે ધીમા ગેસ પર મૂકી દઈશું.

2- તેવી જ રીતે ઓવન ને પણ 116 ડિગ્રી પર હિટ કરવા મૂકી દીધું છે. હવે આપણે નાનખટાઇ બનાવી લઈશું. અડધો કપ ઘી લઈશું.

3- આપણે જેટલું ઘી લીધું એટલી જ દરેલી ખાંડ લઈશું. ખાંડને ઘીમાં નાખીને આપણે સરસ ફેટી લેવાનું છે. નાનખટાઇ બનાવતી વખતે આપણે માપ નું ધ્યાન રાખવાનું છે.હવે આપણે ઘી અને ખાંડ ને સરસ ફેટી ને ઓગળી લઈશું.જ્યાં સુધી તે ક્રીમી ના થાય ત્યાં સુધી અને એકદમ બટર જેવું થઈ જાય ત્યાં સુધી તેને ફેટી લેવાનું છે.

4-આપણે તેને સતત ફેરવતા તેનો કલર પણ બદલાઈ જશે. તમે વીડિયોમાં શકો છો કે આપણે પાંચ મિનિટ સુધી સતત ફેરવતા રહ્યા છે.તો તેનો કલર પણ બદલાઈ ગયો છે. અને એકદમ સરસ ક્રીમી થઈ ગયું છે.

5- આપણે તેના પર એક ચાયણી મુકીશું.અને તેમાં એક કપ મેંદો લઈશું.હવે આપણે તેને ચારી લઈશું.હવે તેમાં આપણે અડધો કપ ઝીણું બેસન ઉમેરીશું. હવે તેમાં એક મોટી ચમચી ઝીણો રવો લઈશું. તમે એકલા મેંદાની પણ નાન ખટાઇ બનાવી શકો છો.

6- હવે તેમાં ચપટી મીઠું નાખી શું. હવે આપણે બધું સરસ ચારી લઈશું.નાન ખટાઇ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાનું કે બધી વસ્તુ ચારી ને લેવાની. હવે આપણે અડધી ચમચી ઈલાયચી પાવડર નાખી શું. બધું જ સરસ મિક્સ કરી લઈશું.

7- હવે આપણે હળવા હાથ થી મિક્સ કરી લઈશું. કારણ કે તેને આપણે લોટ નથી બાંધવાનો. એકદમ બધું ભેગું કરી લેવાનું છે. એટલે હલ્કા હાથે બધું ભેગું કરી લઈશું. આમાં આપણે કોઈપણ દૂધ કે પાણીનો ઉપયોગ નથી કરવાનો. ફક્ત ઘીના અને ખાંડના મિશ્રણથી જ આ લોટ બંધાય જશે.

8-આ સ્ટેજ પર તમને એવું લાગે કે લોટ થોડો ડ્રાય છે તો એક ચમચી ઘી એડ કરી શકો છો. થોડું આપણે મિશ્રણ લઈશું અને હલકા હાથ થી વારી ને એક લુવો બનાવી લઈશું.તમારે જે સાઇઝની નાન ખટાઇ જોઈએ તે સાઇઝનો લુવો બનાવી શકો છો.

9- હવે આપણે તેને થોડું પ્રેસ કરી સિલ્કી કરી એક ટ્રે માં લઇ લઈશું.એક થાળી માં બટર પેપર મૂકી દીધું છે. અને તેના પર બનાવેલી નાન ખટાઇ મુકીશું. અને તે જ રીતે ઓવન માટે પણ બેકિંગ ટ્રેમાં મૂકી દઈશું. તે જ રીતે આપણે બધા બોલ્સ બનાવી દઈશું.

10- હવે આપણે ગાર્નિશ માટે પિસ્તાના ટુકડા લગાવી લઈશું. પ્રેસ કરીને લગાવીશું. જો તમારે કાજુ બદામ લગાવવા હોય તો પણ લગાવી શકો છો. હવે આપણી નાન ખટાઇ બની ગઈ છે તો તેને બેંક કરવા મૂકીશું.

11- સૌથી પહેલા આપણે તપેલા માં મૂકીશું.આપણું તપેલું ગરમ થઇ ગયું છે.તેમાં આપણે નાન ખટાઇ ની થાળી મૂકી દઈશું. અને તેને ઢાંકીને લગભગ 20થી 25 મિનિટ સુધી ધીમા ગેસ પર મૂકી દઈશું.

12- હવે આપણે ઓવનમાં પણ 116 ડિગ્રી પર આપણે 15 થી 18 મિનિટ માટે બેક કરી લઈશું. ઓવનની નાન ખટાઇ જલ્દી બની જાય છે.

13- હવે ૨૨ મિનિટ થઈ ગઈ છે.હવે આપણે ચેક કરીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઉપરથી ક્રેક આવી ગઈ છે એટલે સમજો તમારી નાન ખટાઇ બની ગય છે. અને કલર પણ સરસ આવી ગયો છે.હવે આપણે તેને બરાબર ઠંડી થવા દઈશું.

14- હવે આપણે ઓવનમાં પણ જોઈ લઈશું. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. પરફેક્ટ તેમાં પણ ક્રેક આવી ગઈ છે.અને સરસ બેંક થઈ ગઈ છે. ઓવનની નાન ખટાઇ તેમાં ઉપર સરસ કલર દેખાશે.તપેલા માં ઉપર થોડો ઓછો કલર દેખાય છે.

15- જોવામાં ખબર ના પડે કે કઈ તપેલામાં બનાવી છે કે કઈ ઓવનમાં બનાવી છે હવે તેને ઠંડી થવા દઈશું.અને પછી સર્વે કરીશું.

16- કોઈપણ સોડા વગર અને બેકરી જેવી નાન ખટાઇ ઘર માં જ બનાવી નાન ખટાઇ એકદમ સરળ છે જે તમે જોય શકો છો. એકદમ પરફેક્ટ બની છે.

17- તો તમે આ રીતથી ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *