નારિયેળનાં ગુલાબી લાડુ – બાળકો નારિયળ ખાવું ઓછું પસંદ કરે છે? તો આ લાડુ બનાવી આપો રાજી રાજી ખાઈ લેશે…

ટોપરાના લાડુ નાના-મોટા સૌનાં ફેવરિટ છે. અને તેમાં પણ આપણે ગુલકંદ ઉમેરીને એને વધુ સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. હવે તમે પણ ઘરે બેઠા માણી શકો છો. એકદમ ટેસ્ટી અને યમ્મી નારિયેળના ગુલાબી લાડુ.. કોમેન્ટ કરી જણાવજો તમને રેસિપી કેવી લાગી?

સામગ્રી-

  • નારિયેળનું છીણ
  • કન્ડેસ મિલ્ક
  • રોઝસીરપ
  • ગુલકંદ
  • ઘી

રીત.

1-એક પેન માં આપણે એક ચમચી જેટલું ઘી લઈશું તેને ગરમ કરવા મુકીએ.

2-ગરમ થઇ જાય એટલે તેમાં આપણે નારિયેળ નું છીણ નાખીશું.

3-આને આપણે બે થી ત્રણ મિનિટ શુધી શેકાવા દઈશુ.

4-તમે હવે વિડિઓ માં જોઈ શકો છો કે ટોપરું બ્રાઉન થઈ ગયું છે.

5-હવે આપણે કન્ટેસ મિલ્ક નાખીએ પછી તેને બરાબર મિક્ષ કરી લઈશું.

6-કન્ટેસ મિલ્ક થોડું તમને બાઈન્ડિંગ આપશે એટલે તમારે મોરસ નહી ઉમેરવી પડે.

7-આપણે હવે ગુલાબી કલર આપવાનો છે.

8- તો આપણે હવે ગુલાબી કલર લાવવા માટે એક ચમચી રોઝ સીરપ નાખીશું.

9-હવે આપણે બરાબર મિક્ષ કરી લઈશું.સરસ કલર આવી જાય.

10-આપણે કન્ડેશ મિલ્ક નાખીયું છે એટલે તેને બે થી ત્રણમિનિટ જેવું શેકી લઈશું .

11-હવે આપણે બે થી ત્રણ મિનિટ શેકી લીધું છે .હવે ગેસ બંધ કરી દઈશું.

12-હવે આપણે એક ચમચી જેટલું ગુલકંદ એડ કરીશું.

13-ગુલકંદ ને ગેસ બંધકરીયા પછી નાખવાનું છે.

14-હવે એને બરાબર મિક્ષ કરી લઈશું.અને એની ગુલાબ ની ફ્લેવર આવશે.

15-હવે આ મિક્સર ને થોડું ઠંડુ થવા દઇશુ.

16-ઠંડુ પડી જાય પછી એટલે તેના લાડું વારવાના.

17-ચાલો હવે મિક્સર ઠંડુપડી ગયું છે તો હવે લાડુવારીયે.

18-પેલા આપણે લાડુ વારી ને કોપરા છીણ માં રગદોળી લેવાના.

19-આવી જ રીતે આપણે બધું બનાવીયુ છે તે બધા ના લાડું વારીશુ.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *