નાયલોન પાપડ – પૌવાનો ચેવડો બાળકોને નાસ્તાના ડબ્બામાં આપવા માટે બેસ્ટ ઓપશન…

શિયાળો હોય એટલે થોડી થોડીવારે કટક બટક કરવાનું મન થાય, તેવામાં જોઈ વાનગી તમે ઘરે જ બનાવીને રાખો તો પછી પૂંછવું જ શું?? જેમ કે વડોદરાનો લીલો ચેવડો, પૌવા નો ચેવડો ,નાયલોન પૌવા નો ચેવડો આવા બધા ઘણી જાતના હોય છે .તો તમે ઘરે જ નાયલોન પૌવા નો ચેવડો બનાવી ને રાખો.જેથી બાળકો અને મોટાં ને નાસ્તા માં પણ આપી શકીયે.

આજે જે વાનગી બનાવવા ની છે તે છે નાયલોન પાપડ – પૌવા નો ચેવડો. જેનો સ્વાદ દરેક વ્યક્તિ ને દાઢે લાગે તેવો હોય છે. આપણે તેમા સુકામેવા તેમજ મગફળી ના બી નાખીએ તો તે વધારે સ્વાદિષ્ટ બને છે. તો આજે આપણે ઘરે નાયલોન પૌવા નો ચેવડો બનવવા ની રીત વિશે માહિતી પ્રાપ્ત કરીશું.

સામગ્રી :

  • – 1 કિલો નાયલોન પૌવા
  • – તેલ 2/3 ચમચી
  • – 2 ચમચી રાય
  • – કાજુ 2 ચમચી
  • – બદામ 2 ચમચી
  • – 5-6 પાપડ શેકેલા
  • – દાડિયા ની દાળ 4 ચમચી
  • – હળદર 1/2 ચમચી
  • – મીઠુ સ્વાદાનુસાર
  • – દળેલી ખાંડ 1 ચમચી
  • – લીમડી 4/5 નંગ
  • – લીલા મરચા 1 નંગ
  • – 1 ચમચી આમચૂર પાવડર

રીત –

સ્ટેપ :1

સૌપ્રથમ પૌવાને ચાળણીથી ચાળી લો અને પછી એને એક પેનમાં ધીરા તાપે શેકી લો.પછી શેકાય જાય એટલે એને બાજુ પર મૂકી દો અને પેનમાં તેલ મુકો.એમાં સીંગદાણા, કાજુ ,બદામ દ્રાક્ષ ,કોપરું ,લીમડી અને દાંડિયા ની દાળ ઉમેરી બધું ફ્રાય કરી લો.

સ્ટેપ :2

શેકેલા પૌવા માં હળદર,આમચૂર પાવડર એડ કરો અને મિક્સ કરી લો પછી .તેમાં દળેલી ખાંડ અને મીઠું એડ કરી મિક્સ કરી લો.ખાંડ જો તમે વપરાતા હોય તો જ એડ કરવી પછી જે બધું ફ્રાય કરીને રાખ્યું હતું એ એડ કરી મિક્સ કરી લો અને બરોબર મિક્સ કરી લો.અને છેલ્લે શેકેલા પાપડ ના કટકા ઉમેરી દેવા તો તૈયાર તૈયાર છે પાપડ – પૌવાનો ચેવડો.ટેસ્ટ સારો લાગશે જરૂરથી બનાવજો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *