નાયલોન પૌવા ની ચકરી – હવે એકદમ ટેસ્ટ અને ક્રિસ્પી ચકરી બનશે તમારા રસોડે તો આજે જ બનાવો…

નમસ્કાર મિત્રો, તમારા બધાનું રસોઈ ની રાણી માં ફરી સ્વાગત છે. આજે હું તમારા માટે ના નાયલોન પૌવા માંથી ચકરી બનાવવાની રેસિપી લઈને આવી છું . જણાવી દઈએ કે, આ રેસિપી જાણી લીધા પછી તમે પણ જાતે જ એકદમ ટેસ્ટ અને ક્રિસ્પી ચકરી બનાવી શકશો. આ ચકરી બનાવવી ઘણી સરળ છે. તો ચાલો આજે જોઈએ કે નાયલોન પૌવાના માંથી ચકરી કેવી રીતે બનાવવી.

આમતો આપડે સાબુદાણા ચકરી તો બનાવી એ જ છે પણ આ તમે સાબુદાણા ચકરી ની જેમ સ્ટોર પણ કરી શકો છો .તો આ વેકેશન માં જરૂર થી બનાવજો …અને બાળકો ને ખુશ કરજો ..

Advertisement

સામગ્રી :

 • – 1 મોટો બોવેલ નાયલોન પૌવા
 • – 1 ચમચી આદુ – માર્ચ ની પેસ્ટ
 • – સ્વાદ મુજબ મીઠું
 • – 1/2 ચમચી ધાણા જીરૂ પાવડર
 • – 1/2 ચમચી હળદર
 • – 1/2 ચમચી મરચું પાવડર
 • – 1/2 ચમચી તલ
 • – તળવા માટે તેલ
 • – ચકરી પાડવા સચો
 • – ચપટી હિંગ
 • – સુકાવા માટે પ્લાસ્ટિક

રીત :

Advertisement

સ્ટેપ :1

સૌ પ્રથમ પૌવા ને જરા ધોઈ ને એક બોવેલ માં લઇ લેવા .ત્યારબાદ તેમાં આદુ – માર્ચ ની પેસ્ટ ,હળદર ,મરચું પાવડર ,તલ અને મીઠું નાખી ચકરી માટે લોટ ત્યાર કરી લેવો ..મેં અહીં તેલ નું મોંન નથી નાખ્યું તે છતાં પણ સરસ થશે તમને લાગે તો ઉમેરવું ….

Advertisement

ચકરી ના સચા માં લોટ ઉમેરી એક પ્લાસ્ટિક ઉપર ચકરી નો સેપ આપી બધી ચકરી પાડી લેવી .અને તડકા માં 7-8 કલાક સુકાવા દેવી ….

સ્ટેપ :2

Advertisement

આ ચકરી ના બરાબર સુકાય જાય પછી તમે એને ડબ્બા માં સાબુદાણની ચકરી ની જેમ સ્ટોર કરી શકો છો …અને જયારે ખાવી હોય ત્યારે
તળી ને બાળકો ને આપી શકો છો ..

સ્ટેપ :3

Advertisement

એક કડાઈ માં તેલ મૂકી ગરમ થઈ જાય એટલે ધીમા આંચ પર તળી લેવી ….અને ઉપર થી ચાટ મસાલો ભભરાવી સર્વ કરવી ….અને ચા સાથે મજા માંળી શકો છો ….


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *