નો બેક ચોકલેટ કેક – ફક્ત 10 મિનિટમાં બની જશે આ સ્પોન્જી અને યમ્મી ચોકલેટ કેક…

કોઈ પણ સેલિબ્રેશન માં કેક તો સૌ થી મહત્વ ની હોય છે , જનરલી આપડે ઘરે બેક કરતા હોઈએ કેક કે બહાર થી ઓર્ડર કરતા હોઈએ. પણ આજે અપને બેકિંગ કેક ની બદલે “નો બેક ચોકલેટ કેક ” બનાવીશુ ઘરે જે માત્ર ૧૦ મિનિટ માં તૈયાર થઇ જશે તો ચાલો રેસીપી જોઈ લઈએ

સામગ્રી

૬ બ્રેડ સ્લાઈસ

ચોકલેટ ફ્રોસ્ટિંગ માટે

– ૧/૪ કપ કોકો પાઉડર

– ૧/૪ કપ દળેલી ખાંડ

– વેનીલા એસસેન્સ

– ૧/૨ કપ થી થોડું ઓછું દૂધ

સુગર સીરપ માટે

૨ ચમચી ખાંડ

૩-૪ ચમચી પાણી

ગેમ્સ ડેકોરેશન માટે ( તમે કઈ પણ મન પસંદ ડેકોરેટ કરી શકો)

સૌ થી પેલા સુગર સિરપ તૈયાર કરી લેવાનું છે તેના માટે એક બાઉલ માં ખાંડ લઇ તેમાં પાણી મિક્સ કરી ને હલવાનું છે. જ્યાં સુધી બધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતું રેવાનું છે. બધી ખાંડ ઓગળી જાય એટલે આપડી સુગર સિરપ તૈયાર છે. તેને એક સાઈડ રાખી દો.

હવે ચોકલેટ ફ્રોસ્ટિંગ તૈયાર કરી લઈએ.

એક બાઉલ માં કોકો પાઉડર , દળેલી ખાંડ લઇ લો , જોઈએ તેટલું દૂધ નાખતા જય એકદમ સ્મૂથ ફ્રોસ્ટિંગ તૈયાર કરવાનું છે. ૧/૨ કપ થી થોડું ઓછું દૂધ જોઈશે. બરાબર રીતે મિક્સ થઇ જાય એટલે સાઈડ પર રાખી દો.

હવે એક પ્લેટ માં ૨ બ્રેડ સ્લાઈસ બાજુ બાજુ માં ગોઠવો , તેના ઉપર આપડે તૈયાર કરેલું સુગર સિરપ brush થી લગાવી લો. હવે બીજી ૨ બ્રેડ સ્લાઈસ લઇ તેના પર મિક્સ ફ્રૂટ જામ લગાડી લો . તમને જો જામ પસંદ નથી તો તમે તેના બદલે તમારી પસંદ ની ફ્લેવર નું ક્રીમ પણ લગાવી શકો.   હવે ફરી થી બીજી બે સ્લાઈસ લઇ ગોઠવી દો , સુગર સિરપ લગાવી દો , અને ફ્રોસ્ટિંગ લગાવી દો. જામ વાળી સ્લાઈસ પર સુગર સીરપ નથી લગાવ્યું સ્વીટ ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે.

હવે આપડે બ્રેડ ની બધી જ બાજુ ચોકલેટ ફ્રોસ્ટિંગ લગાવી દઇશુ, જેથી બધી સાઈડ કવર થઇ જાય. ત્યાર પછી ,   જેમ્સ થી ડેકોરેટ કરી લઈશુ, જેમ્સ ના હોય તો તમને પસંદ હોય તે રીતે ડેકોરેટ કરી શકો છો. હવે કેક ને ફ્રીઝ માં ૧૦-૧૫ મિનિટ માટે મૂકી દઇશુ જેથી ફ્રોસ્ટિંગ બરાબર રીતે સેટ થઇ જાય. અહીં ૬ બ્રેડ સ્લાઈસ નો ઉપયોગ કર્યો છે , તમે વધારે પણ લઇ શકો.

૧૦-૧૫ મિનિટ પછી કેક ને ફ્રીઝ માં થી બહાર કાઢી ખાઈ શકો છો . ફ્રીઝ માં મુકવાની કોઈ ટાઈમ લિમિટ નથી પણ ફ્રોસ્ટિંગ બરાબર સેટ થાય તેના માટે ૧૦-૧૫ મિનિટ મૂકવું , તમારે બન્યા પછી તરત નથી ખાવી તો કેક ને ફ્રીઝ માં જ રહેવા દેવી.

તો કેવી લાગી તમને આ ફટાફટ બનતી ચોકલેટ કેક , ચોક્કસ થી ટ્રે કરો અને કોમેન્ટ માં તમારો અભિપ્રાય પણ જણાવો.

વિડિઓ લિંક :


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *