નટ્સ એન ડેટ્સ પાયસમ – મગજ અને શરીર માટે ખૂબજ હેલ્ધી એવી આ વાનગી જમ્યા પછી બધાને ખુબ પસંદ આવશે..

નટ્સ એન ડેટ્સ પાયસમ:

મગજ અને શરીર માટે ખૂબજ હેલ્ધી એવા નટ્સ જેવા કે કાજુ, બદામ, અખરોટ, પીસ્તા, અંજીર, જરદાલુ કે પછી કિસમિસ હોય બધાને ખાવાથી શારીરિક અને માનસિક થાક ઉતરી જાય છે.

જ્યારે ખજૂર આ ઉપરાંત અનેક શારીરિક અને માનસિક રોગો કે ઉણપો દૂર કરવામાં મદદરુપ થાય છે. જે મેં અગાઉની રેસિપિમાં જણાવેલ છે.

અહીં સાથે મિલ્ક અને મિલ્ક પાવડરનું કોમ્બિનેશન કર્યું છે. સાથે ઘી અને એલચીની સરસ અરોમા છે. મારી આ રેસિપિ વાંચીને તમને ચોક્કસથી બનાવીને ટેસ્ટ કરવાનું મન થઇ આવશે. સાથે વ્રતના ઉપવાસ માટે હેલ્ધી અને ટેસ્ટી પણ છે. તો ચોક્કસથી મારી આ રેસિપિ ફોલો કરીને બનાવજો અને બધાને ટેસ્ટ પણ કરાવજો. ખાસ મોટી ઉંમરના લોકોને ખૂબજ માફક આવશે. મેં અહિં સુગરનો ઉપયોગ કર્યો નથી. તમારા સ્વાદ મુજબ તમે સુગર ઉમેરી શકો છો.

નટ્સ એન ડેટ્સ પાયસમ બનાવવા માટેની સામગ્રી:

  • 15-17 ખજૂર – ઠળિયા કાઢેલો
  • 2 + ½ કપ દૂધ – ફૂલ ફેટ વાળું
  • 3 ટેબલ સ્પુન મિલ્ક પાવડર
  • 3 ‌- 4 ટેબલ સ્પુન મિક્ષ નટ્સના નાના ટુકડા
  • 1 + 1 ટેબલ સ્પુન પિસ્તાના સ્લિવર્સ
  • 1 ટી સ્પુન એલચી પાવડર
  • 1 ટી સ્પુન ઘી

ગાર્નિશિંગ માટે :

  • અખરોટના ટુકડા
  • રોસ્ટેડ કાજુ-બદામના ટુકડા
  • પિસ્તાના સ્લિવર્સ

નટ્સ એન ડેટ્સ પાયસમ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ સ્મુધ ખજુર લઇ તેમાંથી ઠળિયા કાઢી લ્યો. હવે ખજૂર ને ધોઇને ½ કપ દૂધમાં 15 મિનિટ માટે પલાળી દ્યો.

થોડીવારે ઉપર નીચે કરી લ્યો જેથી બધો ખજૂર દૂધમાં એક સરખો પલળી જાય.

તે દરમ્યાનમાં પેનમાં ઘી સ્લો ફ્લૈમ પર ગરમ મૂકી, થોડું ગરમ થાય એટલે તેમાં 3 – 4 ટેબલ સ્પુન મિક્ષ નટ્સના નાના ટુકડા ઉમેરી લાઇટ બદામી કલરના થાય ત્યાં સુધી ઘીમાં રોસ્ટ કરો.

રોસ્ટ થઇ જાય એટલે તેમાંથી એક નાના બાઉલમાં કાઢી લ્યો.

હવે 15 મિનિટ દૂધમાં પલાળી ગયેલા ખજૂરને બ્લેંડરથી બ્લેંડ કરી સ્મુધ પેસ્ટ બનાવો.

ત્યારબાદ નટ્સ રોસ્ટ કરેલા ઘી વાળા પેનમાં 2 કપ ફૂલ ફેટ વાળું દૂધ ઉમેરી ગરમ મૂકો. ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી લ્યો.

બરાબર ઉકળીને ઘટ્ટ થઇ જાય એટલે ફ્લૈમ બંધ કરીને તેમાં ખજૂરની પેસ્ટ ઉમેરી મિક્સ કરી દ્યો. બરાબર હલાવી લ્યો.

ઘીમાં રોસ્ટ કરેલા નટ્સ માંથી થોડા નટ્સ ગાર્નિશિંગ માટે રાખીને બાકીના રોસ્ટેડ નટ્સ ખજૂર-દૂધના મિશ્રણમાં ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ પાયસમમાં 1 ટેબલ સ્પુન પિસ્તાના સ્લિવર્સ અને 1 ટી સ્પુન એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે નટ્સ એન ડેટ્સ પાયસમ સર્વ કરવા માટે રેડી છે.

હુંફાળું કે ચીલ્ડ નટ્સ એન ડેટ્સ પાયસમ બાઉલમાં ભરીને તેના પર પિસ્તાના સ્લિવર્સથી ગાંર્નિશ કરો પ્લેટ રોસ્ટેડ કાજુ, બદામ અને અખરોટના ટુકડાથી ગાર્નિશ કરો.

વ્રતના ઉપવાસ માટે સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્થ માટે પણ પૌષ્ટિક એવુ આ નટ્સ એન ડેટ્સ પાયસમ ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *