અમેરિકન નટ્સ એન્ડ મિક્ષ ફ્રુટ શ્રીખંડ – ઉનાળામાં હવે બહારથી શ્રીખંડ લાવવા માટેની જરૂરત નથી…

અમેરિકન નટ્સ એન્ડ મિક્ષ ફ્રુટ શ્રીખંડ :

શ્રીખંડ એ એક ખૂબજ ટેસ્ટી ગુજરાતી ડેઝર્ટ – સ્વીટ છે. તેમાં અલગ અલગ ફ્લેવર અને ફ્રુટ ઉમેરીને બનાવવામાં આવે છે. દરેક ઘરોમાં પ્રિય એવો શ્રીખંડ સિઝનલ મિક્સ ફ્રુટ ઉમેરીને બનાવવામાં આવતો હોય છે. તેમાં અમેરિકન નટ્સ-ડ્રાયફ્રુટ ઉમેરવાથી તેમાં સરસ ક્રંચ આવે છે. તેનાથી તેનો સ્વાદ અનેક્ગણો વધી જાય છે. શ્રીખંડ બનાવવા માટે અગાઉ દહીંને પાતળા કપડામાં બાંધીને તેમાંથી બધું પાણી નિતારી લેવામાં આવે છે.

તૈયાર થયેલા દહીંમાં સ્વીટ્નેસ માટે સુગર ઉમેરવામાં આવે છે. ત્યારબાદ મનપસંદ ફ્લેવર અને ફ્રેશ ફ્રુટ તેમજ ડ્રાયફ્રુટ ઉમેરી બનેલા શ્રીખંડને ઠંડો કરી સર્વ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને તેને પુરી સાથે ભોજનમાં સર્વ કરવામાં આવે છે. કોઇ પણ સિઝનમાં તેમજ ગુજરાતી લગ્નમાં કે નાની – મોટી પાર્ટીઓમાં શ્રીખંડ ભોજન સાથે સર્વકરી શકાય છે.

અહીં હું આપ સૌ માટે હેલ્ધી, ટેસ્ટી અને સરસ ક્રંચ વાળા અમેરીકન નટ્સ એંડ મિક્ષ ફ્રુટ શ્રીખંડની રેસિપિ આપી રહી છું, જે બાળકોથી માંડીને મોટા સુધીના દરેક લોકોની હોટ ફેવરીટ છે.

અમેરિકન નટ્સ એન્ડ મિક્ષ ફ્રુટ શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી:

  • 1 ½ કિલો રેડી દહીં
  • 300 ગ્રામ સુગર પાવડર
  • 1 ટી સ્પુન એલચીનો પાવડર
  • 2 ટેબલ સ્પુન પિસ્તાના સ્લિવર્સ
  • 2 ટેબલ સ્પુન બદામના સ્લિવર્સ
  • 3 ટેબલ સ્પુન કાજુના નાના ટુકડા
  • 2 ટેબલ સ્પુન કીશમીશ
  • 2 બારીક સમારેલા અંજીર – પાણીમાં પલાળેલા
  • 3 ટેબલ સ્પુન મલ્ટી કલર્સ જેલી સ્વીટ્સ
  • 1 ટેબલ સ્પુન ચોકલેટ ચંક્સ
  • 1 ટેબલ સ્પુન ચોકલેટ કર્લ્સ
  • ¼ ટી સ્પુન વેનિલા એસેંસ
  • જરુર મુજબ -કલર્ડ સુગર બોલ્સ
  • ½ કપ બારીક સમારેલા ચીકુ
  • ½ હાફ સમારેલી ફ્રેશ લીલી દ્રાક્ષ
  • ½ કપ બારીક સમારેલું સફરજન
  • 2 ટેબલ સ્પુન દાડમના દાણા

ગાર્નિશિંગ માટે :

  • જરુર મુજબ ચોક્લેટ કર્લ્સ, ચંક્સ, જેલી સ્વીટ ફ્રેશ અને ડ્રાય ફ્રુટના પીસ
  • રેડ રોઝ પેટલ્સ

અમેરિકન નટ્સ એન્ડ મિક્ષ ફ્રુટ શ્રીખંડ બનાવવાની રીત :

સૌ પ્રથમ મુસલિન કે કોટનનું પાતળું કાપડ લઈ તેને પાણીથી ધોઈ લ્યો. કાપડને ચાળણીમાં મૂકી ચાળણીને એક મોટા વાસણ પર મૂકો.

ત્યારબાદ મુકેલા કાપડમાં 1 ½ કિલો રેડી દહીં ઉમેરી, કાપડના બધા છેડા ભેગા કરી ગાંઠ વાળી લ્યો. હવે તેને લટકાવી દ્યો. જેથી તેમાંથી પાણી નિતરી જાય. 3-4 કલાકમાં પાણી નિતરી જશે. થોડા થોડા સમયે બાંધેલું દહીં હાથથી પ્રેસ કરી પાણી નિતરતા રહેવું.

હવે એક મોટું મિક્ષિંગ બાઉલ લઇ તેમાં પાણી નિતારેલું દહીં ઉમેરો.

ત્યારબાદ તેમાં 300 ગ્રામ સુગર પાવડર અને 1 ટી સ્પુન એલચીનો પાવડર ઉમેરી મિક્ષ કરીને થોડીવાર વ્હીસ્કરથી એકદમ ફિણી લ્યો. જેથી સરસ લીસો શ્રીખંડ બનશે.

હવે તેમાં 2 ટેબલ સ્પુન પિસ્તાના સ્લિવર્સ, 2 ટેબલ સ્પુન બદામના સ્લિવર્સ, 3 ટેબલ સ્પુન કાજુના નાના ટુકડા, 2 ટેબલ સ્પુન કીશમીશ, 3 ટેબલ સ્પુન મલ્ટી કલર્સ જેલી સ્વીટ્સ, 1 ટેબલ સ્પુન ચોકલેટ ચંક્સ અને 1 ટેબલ સ્પુન ચોકલેટ કર્લ્સ ઉમેરો. સાથે તેમાં ¼ ટી સ્પુન વેનિલા એસેંસ ઉમેરી બધું મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 2 બારીક સમારેલા અંજીર – પાણીમાં પલાળેલા, ½ કપ બારીક સમારેલા ચીકુ, ½ હાફ સમારેલી ફ્રેશ લીલી દ્રાક્ષ, ½ કપ બારીક સમારેલું સફરજન, 2 ટેબલ સ્પુન દાડમના દાણા ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે અમેરિકન નટ્સ એન્ડ મિક્ષ ફ્રુટ શ્રીખંડ 1 કલાક માટે રેફ્રીઝરેટરમાં ઠંડો થવા માટે મૂકો.

શ્રીખંડ ઠંડો થયા પછી સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે ભરો. હવે તેનાં પર ચોકલેટ કર્લ્સ અને ચોકલેટ ચંક્સ સ્પ્રિંકલ કરો. તેના પર જરુર મુજબ જેલી સ્વીટ ફ્રેશ અને ડ્રાય ફ્રુટના પીસ રેડ રોઝ પેટલ્સ સ્પ્રિંકલ કરો.

હવે હેલ્ધી, ટેસ્ટી, ક્રંચવાળો અને બધાનો હોટ ફેવરીટ અમેરિકન નટ્સ એંડ મિક્ષ ફ્રુટ શ્રીખંડ સર્વ કરવા માટે રેડી છે. તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *