બારડોલી ના ફેમસ કરકરા અને ક્રિસ્પી ભજીયા – પાત્રા ખાતા જ હશો પણ હવે એકવાર આ ભજીયા બનાવજો…

આજે આપણે બનાવીશું બારડોલી ના ફેમસ કરકરા અને ક્રિસ્પી ભજીયા.આ ભજીયા ખાવા મા બહુ ટેસ્ટી લાગે છે.અને એકદમ ક્રિસ્પી બને છે તેને તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો ખાય શકો છો. અને આ પાતળા ને વાળવાની અને તળવાની પરફેક્ટ રીત વીડિયોમાં બતાવી છે. બધાની ફરિયાદ હોય છે કે જ્યારે અમે તળિયે છે ત્યારે પાતળા છુટા પડી જાય છે.એટલે આ વીડિયો ધ્યાનથી જુઓ. અને વઘાર વાની રીત પણ બતાવીશું. આ વીડિયો માં.તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • અઢીસો ગ્રામ પત્તરવેલ ના પાન
  • બે મોટી ચમચી ગોળ
  • ચણાનો લોટ
  • ચોખાનો લોટ
  • અજમો
  • આદુ મરચાની પેસ્ટ
  • લીલા ધાણા
  • હળદર
  • લાલ મરચું
  • તેલ
  • રાય
  • જીરું
  • લીંબુ
  • મીઠું
  • પાણી
  • આખા ધાણા
  • તલ
  • મીઠો લીમડો
  • મરી
  • લવીંગ અને તજ નો પાવડર
  • વલીયાર
  • હિંગ

રીત

1- જ્યારે આપણે પત્તરવેલ ના પાન ખરીદીએ ત્યારે લીલા અને જાડી છાલવાળાં પાન લેવાના. અને થોડા મોટા અને થોડા નાના એવા પાન લેવાના.
2- સૌથી પહેલા આપણે પાનને ધોઈ લઈશું. અને તેની ઉપરની નસ ને કટ કરી લઈશું. કટ કર્યા પછી તેને વેલણથી વણી લેવાની છે.

3- વણવા થી તે એકદમ સોફ્ટ થઈ જશે.અને વળવા માં ઇજી રેસે. જો તમે નસ સાથે પાતરા ના ભજીયા બનાવી લેશો તો તેને કુક થતા પણ સમય લાગે.અને વળવા માં પણ ઈજી નથી પડતા.અને ખાવા મા પણ નથી મજા આવતી.

4- હવે આપણે ખીરું બનાવી લઈશું.

5- સૌથી પહેલા આપણે બે ચમચી ગોળ લઈશું. તેને આપણે પાણીમાં પલાળી લઈશું.તમે તેની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો.

6- હવે એક મોટો બાઉલ લઈશું અને ચારણી મૂકી દઈશુ.હવે આપણે બે કપ બેસન ને ચારવાનોછે. ઝીણો બેસન લેવાનો છેતેને ચારણી માં લઈ તેને ચારી કાઢીશું.
7- હવે આપણે તેમાં અડધો કપ ચોખાનો લોટ નાખીશું. ચોખાનો લોટ નાખવાથી આપણા પાતરા ના ભજીયા એકદમ ક્રિસ્પી બને છે.

8- હવે આપણે મસાલા કરી લઈએ. તો તેમાં એક મોટી ચમચી આદુ અનેલીલા મરચા પેસ્ટ નાંખીશું.

9- હવે તેમાં આપણે એક ચમચી તલ નાખીશું.તલ આપણે શેકેલા લીધા છે.

10- એક નાની ચમચી અજમો લીધો છે.તે તેમાં એડ કરીશું. અજમા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે અને તેને હાથથી મસળી ને નાખીશું.

11- હવે તેમાં એક મોટી ચમચી આખા ધાણા અધકચરા વાટી લીધા છે.થોડા આખા છે થોડા કચરેલા છે. એવા નાખવાના છે જ્યારે મોઢામાં આવે છે ત્યારે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

12- હવે આપણે એક નાની ચમચી મરી ને પણ વાટી લીધા છે તેને પણ અધકચરા રાખવાના છે. ટેસ્ટ પણ ખુબ જ સરસ આવે છે તો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો મરી નો પાવડર પણ નાખી શકો છો.

13- હવે એક મોટી ચમચી વલિયારી ને પણ અધકચરી વાટી લીધી છે.લીલી વળિયારી લીધી છે.તેનો પણ ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.

14- હવે આપણે તજ અને લવીંગ નો પાવડર લીધો છે તે તેમાં એડ કરીશું.એક નાની ચમચી લવીંગ અને અડધી ચમચી તજ પાવડર લીધો છે.

15- હવે બે મોટી ચમચી લીલા ધાણા લીધા છે.તે પણ એડ કરીશું.

16- હવે તેમાં પા ચમચી હિંગ નાખીશું.મીઠું સ્વાદ પ્રમાણે.

17- હવે આપણે અડધી નાની ચમચી હળદર નાખીશું.અને એક નાની ચમચી લાલ મરચું નાખીશું.

18- હવે આપણે ખટાસ માટે એક આખું લીંબુનો રસ નાખી શું.તમે લીંબુ ની જગ્યાએ આમચૂર પાવડર પણ નાખી શકો છો. ખટાસ અને ગળપણ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો

19- હવે આપણે જે ગોળ પલાળી ને રાખ્યો હતો તે હવે તેમાં એડ કરીશું.

20- બારડોલીના પાતરા ના ભજીયા માં તીખાશ અને ખટાસ તેનું પ્રમાણ થોડું ચઢિયાતું હોય છે.

21- હવે તેમાં આપણે જરૂર મુજબ પાણી નાખીશું. બહુ પાતળું નહીં અને બહુ જાડુ નહીં. ભજીયા ના ખીરા જેવું જ ખીરુ રાખીશું.

22- જો તમારું ખીરું પાતળુ હશે તો પાન પર લગાવતા નહીં. ફાવે અને જો જાડુ હશે તો પણ નહીં ફાવે. આથી આપણે ભજીયા ના ખીરા જેવુ જ ખીરું રાખવાનું છે.અને તેને સરસ મિક્સ કરી લેવાનું છે.જોવો મિત્રો આપણું ખીરું તૈયાર થઈ ગયુ છે તમે વીડિયોમાં જોઈ શકો છો.

23- હવે આપણે તેને પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું.

24- પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ફરી એક વખત હલાવી લઈશું. હવે તેમાં એક મોટી ચમચી તેલ નાખી શું. તેલ નાખવાથી આપણા ભજીયા એકદમ સોફ્ટ બને છે.તેને સરસ મિક્સ કરી લઈશું.આ સ્ટેજ પર આપણે મસાલા ને ટેસ્ટ કરી જોવાનો જો કઈઓછું વધતું લાગતું હોય તો એડ કરી સકો.

25- હવે આપણે પાન લઈ લઈશું.ગ્રીન સાઈડ નીચે રાખવાની અને નસ ની સાઈડ ઉપર રાખવાની છે.

26- હવે તેની પર આપણે ખીરું લગાવી દઈશું. લગભગ અડધા કપ જેટલું ખીરુ એક પાન પર લગાવી દઈશું.

27- એના પર બીજું પાન એનાથી નાનું હોય એવું મૂકવાનું એટલે તમને કીધું હતું કે એ પાની પસંદગી કરતી વખતે થોડા નાના-મોટા પાન લેવાના.

28- તેના પર હવે ત્રીજું ના નું પાન મુકીશું. તમે ચાહો એટલા પાન મૂકી શકો છો. તેને આપણે એ બધું સરસ ખીરા થી લપેટી દઈશું.

29- તેને આપણે ઉપર થી બરાબર વારી ને તેની પર પણ ખીરું લગાવી દઈશું. ઉપરથી વાળ્યા પછી તેને બંને સાઈડ વારી લઈશું. તેના પર પણ ખીરું લગાવી દેવાનું છે.

30- હવે આપણે તેને રોલ વાળવાનું છે અને રોલ વાળતી વખતે તને સરખી રીતે દબાવીને વાળવાનું છે. અને યાદ રાખવાનું છે કે નીચે નો ભાગ ફોલ્ડ નથી કરવાનો તે તેવો જ રહેવા દેવાનો છે.

31- હવે આપણે નીચે ના ભાગ પર સરસ ખીરું લગાવી ચોંટાડી દેવાનું છે.

32- આમ કરવાથી જ્યારે તમે તડો ત્યારે તે છૂટું ના પડે. હવે વીડિયોમાં જોઇ સકો છો કે આપણો રોલ તૈયાર થઈ ગયો છે.

33- હવે આપણે બાકીના બધા આવી જ રીતે બનાવી દઈશું.

34- હવે આપણે બધા વાળી લીધા છે બે ને આપણે સ્ટીમ કરીશું અને બેને ફ્રાય કરીશું.

35- હવે આપણે બે રોલ ને સ્ટિમ કરી લઈશું. કડાઈમાં સ્ટીમ કરીશું.

36- હવે તળવા માટે એક રોલ ને કાપી લઈશું. ધ્યાન રાખવાનું છે કે ચપ્પુ એકદમ ધાર વાળુ હોવું જોઈએ. અને તેને હાથ થી સરસ સેપ આપી દેવાનો છે.

37- તેવી જ રીતે બધાને કટ કરી લઈશું અને એક પ્લેટમાં લઈ લઈશું.

38- હવે આપણે તેલમાં તેને ફ્રાય કરી લઈશું. તળવા માટે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું.

39- હવે તેલ ગરમ થઇ ગયું છે તો કાપેલા પાતળા આપણે એક એક કરી ને મુકીશું.તેને હાથ થી થોડા સરખા કરી લેવાના અને ગોળ કરી લેવાના.

40- હવે તેને બેથી ત્રણ મિનિટ એક સાઈડ પર પછી તેને પલટાવીને બીજી સાઈડ પર તળવાના છે. ધ્યાન રાખવાનું કે તેલ બહુ ગરમ પણ નાહોવું જોઈએ. અને બહુ ઠંડુ પણ ના હોવું જોઈએ. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે.

41- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા બધા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. અને સરસ કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરીશું.

42- જો બન્યા છે ને એકદમ સરસ. હવે સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને આપણે ટીસ્યુ પેપર પર કાઢી લઈશું. અને બાકીના ભજીયાને આવી જ રીતે ફ્રાય કરી લઈશું.

43- તો જોવો મિત્રો બન્યા છે ને એકદમ બારડોલીના ફેમસ જલારામના પાતળા ભજીયા.

44- હવે આપણે જે બફિયા છે. તે આપણે ઠંડા કરી લેવાના છે. અને તમે વીડિયોમાં જોઈ શકો છો કે તે સરસ બફાઈ ગયા છે.હવે આપણે તને કટ કરી લઈશું.

45- તમે આ રોલને ફ્રીઝમાં રાખી શકો છો પછી જ્યારે ખાવા હોય ત્યારે વઘારી લેવાના.

46- બાકીના બધા રોલને એવી જ રીતે કટ કરી લઈશું. હવે તેને વઘારવાના છે તો આપણે તેને વઘારી લઈશું.

47- હવે આપણે એક પેન લઈએ. પેન ગરમ થાય એટલે તેમાં 3 ચમચી તેલ નાખી શું. તેલનું પ્રમાણ તમે વધુ કે ઓછું કરી શકો છો. તેલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી રાય નાખીશું. અને એક નાની ચમચી જીરું નાખી શું.

48-રાઈ અને જીરું તતડી જાય એટલે ત્યારબાદ તેમાં પા ચમચી હિંગ નાખી શું. અને ત્યારબાદ મીઠો લીમડો નાખી શું. હવે તેમાં એક મોટી ચમચી તલ નાખીશું.

49- હવે આપણે સમારેલા પાતળા નાખીશું. પાતળા નાખ્યા પછી તેને ધ્યાન રાખવાનું કે પાતળા ને બહુ ફેરવવાના નહીં. જો તમે વધારે ફેરવશો તો ભજીયા આપણા તૂટી જશે.

50- હેવ તેને થોડા શેકાવા દેવાના છે. ક્રિસ્પી થાય ત્યાં સુધી.

51- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા પાતળા ના ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે તેમાં બે મોટી ચમચી લીલા ધાણા નાખીશું. તેને ગરમા ગરમ અથવા ઠંડું ખાઈ શકો છો. વઘારેલા પાતળા તમને ચા સાથે અથવા ચટણી સાથે ખુબ ટેસ્ટી લાગે છે.

52-હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તમે પાતળા ના ભજીયા બે રીત થી બનાવી શકો છો. ફ્રાય કરેલા અને સ્ટીમ કરીને.

53- હવે આપણે તેને લીલા ધાણા થી ગાર્નીશ કરીશું. જેને એકદમ ફરસાણની દુકાન વાળા જેવા જ બન્યા છે. અને તળેલા બારડોલીના જલારામના દુકાન જેવા જ ક્રિસ્પી બન્યા છે તો બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *