ઓટ્સ અપ્પમ – ઓછા તેલ માં બનતી હેલ્ધી રેસિપી

ઓટ્સ માં ખુબ જ સારા પ્રમાણ માં પ્રોટીન , ફાઈબર રહેલું છે સાથે જ હેલ્ધી વિટામિન અને મિનરલ્સ રહેલા છે. એક વાર ચોક્કસ થી ટ્રાય કરવા જેવી આ રેસીપી. બાળકો અને મોટા ને લંચબોક્સ માં આપી શકાય , ગેસ્ટ આવે ત્યારે પણ આ અપ્પમ બનાવી ને સર્વ કરી શકાય. તો જરૂર થી ટ્રાય કરો અને કોમેન્ટ માં જણાવો તમારો અભિપ્રાય .

 • ૧ કપ – ઓટ્સ
 • 1/૪ કપ – સૂજી
 • ૧ ચમચી – મીઠું
 • ૧ કપ – દહીં
 • પાણી જરૂર મુજબ
 • ૧ જીણી સમારેલી ડુંગળી
 • ૨ જીણા સમારેલા લીલા મરચા
 • ૧ કપ જીણી સમારેલી કોથમીર
 • અડ્ડા લીંબુ નો રસ
 • ૧/૨ ચમચી સોડા
 • તેલ જરૂર મુજબ

તો ચાલો રેસીપી જોઈ લઈએ

સૌ થી પેલા ઓઅત્સ ને રોસ્ટ કરી લેવાના છે , તો પેન માં કોરા જ ઓટ્સ ને મીડીયમ ફ્લેમ પર ૨-૩ મિનિટ માટે શેકી લેવાના છે ,

૨-૩ મિનિટ જેવું થશે એટલે કલર પણ થોડો ચેન્જ થશે અને શેકવાની સુગંધ પણ આવશે. શેકાય જાય એટલે ઠંડા થાય પછી મિક્સર જાર માં પાઉડર બનાવી લેવાનો છે.

હવે મિક્સિંગ બાઉલ માં શેકેલા ઓટ્સ નો પાઉડર લઇ લો , તેમાં સાથે સોજી લઇ લો ૧/૪ કપ . મીઠું નાખી દો , ઓટ્સ પ્રમાણ માં થોડા ચીકણા હોય છે ટેક્સચર માં તેથી અપ્પમ માં ટેક્સચર સરસ થાય એટલે સાથે સોજી મિક્સ કરવાનો છે . હવે ૧ કપ દહીં નાખી અને બરાબર મિક્સ કરી લો , પછી જોઈએ તેટલું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું છે , બહુ ઢીલું નથી કરવાનું બેટર . મિક્સ થઇ જાય એટલે ઢાંકી અને ૧૦-૧૫ મિનિટ માટે મૂકી રાખવાનું છે ,

૧૦ -૧૫ મિનિટ પછી તમે ખોલી ને જોશો એટલે સોજી અને ઓટ્સ બંને પલ્લી ગયા હશે અને સેજ કડક પણ થઇ ગયું હશે બેટર , થોડું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લો . બહુ ઢીલું ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું .

પછી તેમાં ડુંગળી , લીલુ મરચું , કોથમીર નાખી અને મિક્સ કરી લો , પછી સોડા નાખી અને ઉપર અડધા લીંબુ નો રસ નાખી અને એક દિશા માં થોડી વાર હલાવી લેવાનું છે , બેટર થોડું ફુલશે ,

બસ હવે અપ્પમ બનાવ માટે રેડી છે. ટેસ્ટ કરી લેવું જરૂર લાગે તો મીઠું કે લીંબુ એડ કરી દેવું.

હવે અપ્પમ બનાવા ની લોઢી ગરમ થાય એટલે તેલ લગાવી લો બધા મોલ્ડ માં અને પછી બેટર નાખી દો , મીડીયમ ગેસ પર ૩-૪ મિનિટ જેવું કુક થવા દો ,

ઉપર ની સાઈડ પણ થોડું થોડું તેલ લગાવી લો , પછી ચપ્પા ની મદદ થી ધીમે ધીમે સાઈડ ફેરવી લેવી , બીજી સાઈડ પણ ૨-૩ મિનિટ કુક થવા દેવા બંને બાજુ સરસ કુક થઇ જાય એટલે એક પ્લેટ માં નીકળી લો.

બસ રેડી છે હેલ્થી અને ટેસ્ટી ખુબ જ ઓછા તેલ માં બનતા અપ્પમ , જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી :રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *