ઓઇલ ફ્રી સમોસા – હવે એરફ્રાયરમાં સમોસા બનાવો એ પણ તેલ વગર કેવીરીતે જાણો.

હેલો ફ્રેન્ડઝ, હું અલ્કા જોષી આજ ડાયેટ કરતા લોકો માટે એક એવી રેસીપી લાવી છું જે તમે કેલરી ની ચિંતા કર્યા વિના આરામ થી આરોગી શકો છો મે આ પહેલા તમને એરફ્રાયર વિશે માહિતી આપી હતી તો આજ આ એરફ્રાયર મા બધા ના ફેવરિટ સમોસા કેવી રીતે બને છે તે શીખવાડીશ. તો ચાલો નોંધી લો સામગ્રી.

**સામગ્રી —

સ્ટફીંગ માટે —

4-5 મિડિયમ સાઈઝ ના બાફેલા બટાકા નો માવો

1-કપ બાફેલા વટાણા

1-ટેબલસ્પુન લાલ મરચું

1-ધાણાજીરુ

1-ટીસ્પુન ગરમ મસાલો

સ્વાદ અનુસાર મીઠું

1-ટીસ્પુન આમચૂર પાઉડર

1-ટેબલસ્પુન આદુ મરચાં ની પેસ્ટ

2-3 ટેબલસ્પૂન બારિક સમારેલી કોથમીર

**પડ માટે ની સામગ્રી —

3-કપ્ ઘઉં નો લોટ

2-3 ટેબલ સ્પુન તેલ

સ્વાદ અનુસાર મીઠું

2-3 ચમચી તેલ બ્રશીંગ કરવા માટે

1–રીત —


સૌ પ્રથમ સમોસા ના પડ માટે નો લોટ તૈયાર કરી લઇએ, લોટ મા ઉપર જણાવ્યા મુજબ ની બધી સામગ્રી મિક્સ કરીને ને તેનો જરા કડક લોટ બાંધી લો, તેને સાઇડ પર મૂકી દો

2–સ્ટફીંગ બનાવવાની રીત —


સ્ટફીંગ ની બધી સામગ્રી મિક્સ કરીને સમોસા નુ સ્ટફીંગ તૈયાર કરી લો.

3–સમોસા બનાવવા ની રીત —


તૈયાર કરેલા લોટ માથી નાના નાના એક મિડિયમ સાઈઝ ની જાડી રોટલી ની સાઇઝ ના લુઆ તૈયાર કરી લો ,હવે એક થોડી જાડી રોટલી વણી લો અને તેને વચ્ચે થી ઇકવલ કટ કરી લો, ત્યારબાદ તે અડધા કટ કરેલા ભાગ ને છેડા પર થોડુ પાણી લગાવી ને તેનુ કોન બનાવી લો તેમા સ્ટફીંગ ભરી ઉપર ભાગ મા પાણી લગાવી ને તેને બરાબર સીલ કરી દો, આવી રીતે બધા સમોસા તૈયાર કરી લો.

4–બેકડ કરવા ની રીત —


હવે આ સમોસા ને એરફ્રાયર ની ચેમ્બર મા સેટ કરી લો ને તેના ઉપર ફક્ત બ્રશથી તેલ લગાવીને 180o પર 15-20 મિનિટ માટે બેક થવા દો, 10મિનિટ પછી ખોલી ને ચેક કરી લો, કે કેટલા બ્રાઉન થયા છે, જરૂર પડે તો ફરી એક વખત બ્રશથી તેલ લગાવીને પાછુ બેક કરવા માટે મુકી દો, લગભગ 15-20મિનીટ મા એકદમ તળેલા જેવોજ બ્રાઉન રંગ ના થઈ જશે એટલે કાઢી લો અને ગરમા ગરમ ચટણી કે સોસ સાથે પીરસી દો .


*ધ્યાનમાં રાખવામાં આવતી બાબત —


સમોસા નો લોટ બાંધતી વખતે એ ધ્યાનમાં રાખવુ કે લોટ ઢીલો ના બંધાઈ જાય જો લોટ ઢીલો હશે તો સમોસા નુ પડ ક્રિસ્પી નહી બને. તો ચાલો કરો તૈયારી સમોસા બનાવવા ની અને વજન વધવા ની ચિંતા કર્યા વગર એકદમ નિશચિંત ખાવાની. ફરી પાછી હાજર થઈશ આવી નવી નવી ડાયેટ રેસીપી જે એરફ્રાયર મા એકદમ સરળ અને સ્વાદિષ્ટ બને છે.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *