ઓરેન્જ મોજીતો – મહેમાનોને ખુશ કરી દો આ નવીન ડ્રીંક બનાવીને બધા જશે..

ઉનાળો આવે એટલે કૈક ઠંડુ પીવા મળે બસ બીજું કઈ ના જોઈએ . સખત ઉનાળો ચાલુ થાય એટલે ખુબ અલગ અલગ પ્રકાર ના ડ્રિન્ક બધા લોકો બહાર થી લાવી ને કે ઘરે બનાવી ને પીતા હોય છે. આજે આપણે ખુબ જ રિફ્રેશિંગ અને ફટાફટ બની જાય અને ઉનાળા માં પીવાની ખુબ જ મજા આવશે તેવું ઓરેન્જ મોજીતો ની રેસિપી જોઇશુ. તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ.

સામગ્રી:

  • સંતરા નો રસ – ૧ ગ્લાસ
  • થોડા ફુદીના ના પાન
  • થોડા નાના નાના સંતરા ના ટુકડા છાલ સાથે
  • થોડા નાના નાના લીંબુ ના ટુકડા છાલ સાથે
  • ૨ ચમચી દળેલી ખાંડ
  • ચાટ મસાલો
  • બરફ
  • સાદી સોડા

સૌ થી પેલા એક ગ્લાસ કે જાર લઇ તેમાં ધોઈ ને સાફ કરેલા ફુદીના ના પાન ટુકડા કરી ને નાખી દેવાના છે ,

ત્યાર બાદ તેમાં સંતરા ના નાના નાના ટુકડા ફોટો અને વિડિઓ માં બતાવ્યું તે પ્રમાણે ના નાખી દેવાના છે , તેવી જ રીતે લીંબુ ના ટુકડા પાન નાખી દો.

હવે આ ત્રણેય વસ્તુ ને કોઈ ચમચી કે વિડિઓ માં બતાવ્યું તે પ્રમાણે ક્રશ કરવાના છે ,

જે આ રીતે કરવા થી લીંબુ અને સંતરા ની છાલ માં થી થોડું તેલ છૂટું પડશે જે આ ડ્રિન્ક માં ખુબ જ સરસ લાગે છે .

વિડિઓ માં બતાવ્યા પ્રમાણે થોડું થોડું ક્રશ થઇ જાય એટલે સર્વિંગ ગ્લાસ માં લઇ લો. અહીં મેં ૨ ગ્લાસ ઓરેન્જ મોજીતો બનાવની રેસીપી બતાવી છે. તમારે જેટલા ગ્લાસ બનાવ હોય તે પ્રમાણે બધું સામગ્રી લેવી.

લીંબુ , સંતરા ના ટુકડા અને ફુદીના ના પાન ગ્લાસ માં નાખ્યા પછી તેમાં બરફ ના ટુકડા નાખી દો , બરફ તમે ટુકડા કે પછી ક્રશ કરેલો પણ લઇ શકો , અને જો ઠંડુ ન પીવું હોય તો બરફ ના નાખવો.

હવે દળેલી ખાંડ બંને ગ્લાસ માં ૧-૧ ચાચી નાખી દેવાની છે. ખાંડ તમારે જેટલો ગળ્યો ટેસ્ટ પસંદ હોય તે પ્રમાણે વધારે ઓછી કરી શકો.

હવે બંને ગ્લાસ અડધા અડધા સંતરા ના જ્યુસ થી ભરી દો , અહીં મેં ૧ ગ્લાસ સંતરા નો રસ નીકાળ્યો હતો.

હવે તેમાં સાદી સોડા નાખી દો , વિડિઓ માં બતાવ્યા પ્રમાણે લીંબુ ની સ્લાઈસ મૂકી દો ડેકોરેશન માટે . ઉપર થી ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દો. બસ તૈયાર છે એકદમ રિફ્રેશિંગ – ઓરેન્જ મોજીતો .

આ ડ્રિન્ક banavti વખતે કઈ પણ વસ્તુ પેલા થી રેડી ન રાખવી જેમ કે ઓરેન્જ જ્યુસ પેલા થી કાઢી ને રાખી દઈએ , એ રીતે કરવા થી એકદમ કડવો ટેસ્ટ આવશે . જયારે પણ સર્વ કરવું હોય ત્યારે જ બનાવવું અને સર્વ કરવું.

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *