ઓરિયો એન્ડ મેંગો કસ્ટર્ડ – બાળકોને ખુબ પસંદ આવશે અને ઘરના વડીલો પણ ખુશ થઇ જશે…

આજે આપણે ફટાફટ બની જાય તેવું ડેઝર્ટ ઓરિયો એન્ડ મેંગો કસ્ટર્ડ બનાવીશું.જે ઘરે સહેલાઈ થી બની જાય છે,તમારે બહાર થી લાવવાની જરૂર પણ નહી પડે. આ ઘર માં બધા ને જ ભાવશે.તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ.

સામગ્રી :

  • ઓરીઓ બિસ્કીટ
  • દૂધ
  • કસ્ટર્ડ પાવડર
  • પાકી કેરી
  • ખાંડ

રીત

1- સૌથી પહેલા આપણે દોઢ લીટર દૂધ ને ગરમ કરવા મૂકી દઈશું.હવે એક બાઉલ માં બે ચમચી કસ્ટર્ડ પાવડર લઈ લઈશું,તેમાં ત્રણ થી ચાર ચમચી દૂધ નાખી ને સારી રીતે મિક્સ કરી લઈશું. ગાઠા ના પડે તે રીતે મિક્સ કરી લઈશું.

2- હવે દૂધ માં એક બોઈલ આવી ગયો છે તો તેમાં કસ્ટર્ડ પાઉડર એડ કરેલું મિક્સર તૈયાર કર્યું હતું તે તેમાં એડ કરી લઈશું.હવે ક્સ્ટર્ડ ઉમેર્યા પછી સતત હલાવતા રહીશું.તમે જેમ જેમ હલાવતા જશો તેમ તેમ દૂધ થોડું ઘટ્ટ થતું જશે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

3- હવે આને સતત ચાર થી પાંચ મિનિટ હલાવી લીધું છે હવે તેમાં ત્રણ ચમચી ખાંડ નાખી દઈશું.જો તમને સ્વીટ વધારે પસંદ હોય તો તમે વધારે ખાંડ નાખી શકો છો.ખાંડ નાખ્યા પછી પણ તેને બે મિનિટ સતત હલાવી લેવાનું છે.

4- જેથી બધી ખાંડ કસ્ટર્ડ માં મિક્સ થઈ જાય,હવે ગેસ બંધ કરી દઈશું. અને હવે તેમાં એક બાઉલ માં કાઢી લઈશું,હવે તેને ઠંડુ થવા દઈશું,હવે આ ક્સ્ટર્ડ ને હલાવતા રહીશું જેથી ઉપર મલાઈ ના થઈ જાય અને ઠંડુ થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું.ત્યાં પછી તેને ફ્રીઝ માં મૂકી દઈશું.

5- હવે આપણે બે પાકી કેરી નો પલ્પ બનાવી લઈશું અને તેમાં એક ચમચી ખાંડ એડ કરીશું.હવે મિક્સર માં પલ્પ બનાવી લઈશું.હવે મેંગો પલ્પ રેડી છે હવે કસ્ટર્ડ બનાવી ને રાખ્યુ છે તેમાં એડ કરી લઈશું.

6- હવે બન્ને સારી રીતે મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે મેંગો કસ્ટર્ડ બિલકુલ તૈયાર છે,હવે દસ થી બાર ઓરીઓ બિસ્કીટ લેવાના છે.તેનો મિક્સર માં પાવડર કરી લેવાનો છે.હવે એક કાચ ના ગ્લાસ માં બે ચમચી ઓરીઓ પાવડર લઈ લઈશું.

7- હવે તેને થોડું પ્રેસ કરી લેવાનું, ત્યારબાદ તેમાં મેંગો કસ્ટર્ડ ઉમેરી શું. ત્યારબાદ ફરી ઓરીઓ પાવડર એડ કરીશું.હવે ઉપર મેંગો ના પીસ મૂકી દઈશું.તો બિલકુલ તૈયાર છે ઓરિઓ મેંગો કસ્ટર્ડ,જો તમે આ રીતે મેંગો કસ્ટર્ડ ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો.

8- જો તમારે ઓ બિસ્કીટ ના લેવા હોય તો ખાલી મેંગો કસ્ટર્ડ લઈ વેનીલા આઈસ્ક્રીમ અથવા મેંગો આઇસક્રીમ પણ લઈ શકો છો.તો ચાલો હવે તમે પણ ફટાફટ બનાવો ડેઝર્ટ ઓરીઓ એન્ડ મેંગો કસ્ટર્ડ.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *