ઓટસ ના પૌષ્ટિક ચીલા – અનેક પ્રકારના ચીલા અને પુડલા ખાતા હશો એકવાર આ પણ જરૂર ટ્રાય કરજો..

આપણે ચીલા તો બધા અલગ અલગ ટાઈપ ના બનાવતાજ હોઈ એ છે.ઓટસ ના પૌષ્ટિક ચીલા આ એકદમ સેલી અને પૌષ્ટિક રેસીપી છે. નાના ઓથી મોટાવ સુધી બધાય ખાંયી શકે. અત્યારે શાકભાજી પણ ખૂબ જ સરસ મળેછે .તો તેનો ઉપયોગ જરૂર થી કરવો જોઈએ. બચ્ચાં પાર્ટી ને લન્ચ બોક્સ માં આપવા માટે બઉ સરસ ઓપ્શન છે .તો ચાલો જાણી લઈએ સામગ્રી…..

ઓટસના પૌષ્ટિક ચીલા

સામગ્રી:-

  • ઓટસ -૧ કપ
  • રવો – ૧ કપ
  • ગાજર – ૧/૨ કપ
  • બીટ – ૧/૨ કપ
  • પાલક – ૧/૨ કપ
  • મરી પાવડર – ૧/૩ ચમચી
  • કોથમરી
  • મીઠું સ્વાદપ્રમાને

રીત:-

રવો અને ઓટસ ધીમા આચપર અલગ અલગ શેકી લેવું.

શેકાયી ગયા બાદ બાઉલ માં કાઢી લેવું.

ગાજર અને બીટ ઝીણું છીણી પાલક ,કોથમરી ઝીણી સમારી લેવી.

હવે બધી સામગ્રી રવો,ઓટસ,૧/૨ કપ પાણી નાંખી મિક્સ કરી મિશ્રણ ને ૧૦ મિનિટ ઢાંકી રાખવું.

૧૦ મિનિટ પછી મિશ્રણ માં બધી ઝીણી સમારેલી ભાજી ,મીઠું,મરી પાવડર,કે પછી લાલ મરચું નાખી મિક્સ કરવું.

એક પઁનમાં મિશ્રણ પાથરી ઢાકણ ઢાંકી ૨ મિનિટ એક સાઇડ થી શેકવા દેઉ.

પછી બીજી સાઇડ શેકવા દયી દહીં સાથે ગરમાગરમ ચીલા સર્વ કરવા.

ખુંપજ હેલ્થી ચીલા તૈયાર થશે.

ટીપ :- આજ મિશ્રણ માંથી ઇડલી પણ બનાવી શકાય……

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *