ઉનાળું સ્પેશિયલ ઠંડી ઠંડી પાન આઈસ્ક્રીમ બનાવવાની રીત-Summer Special Paan Ice Cream -Gujarati Recipes

આજે આપણે બનાવીશું ઉનાળુ સ્પેશિયલ ઠંડી ઠંડી પાન આઈસક્રીમ બનાવવાની રીત જોઈશું. તેના માટે કલકત્તી પાન જોઈશે. આ કોઈપણ દુકાનમાં મળી જશે.ઉનાળા ની ગરમી માં પેટ ને અંદર થી ઠંડક આપે તેના માટે ઠંડી ઠંડી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠી મધુર બનશે.જોતા જ મોઢા માં પાણી આવી જાય અને ફટાફટ ખાવાનું મન થઈ જાય એવી મસ્ત મજેદાર લાગશે.જો એકવાર ઘરે બનાવશો તો વારંવાર ઘરે જ બનાવવાનું કહેવા લાગશો.એકવાર ઘરે અચૂક થી ટ્રાય કરજો.અને આ વિડિયો ને ચોક્ક્સ થી અંત સુધી જોજો.તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • કલકત્તી પાન
  • કન્ડેન્સ મિલ્ક
  • મિલ્ક પાવડર
  • ફ્રેશ ક્રીમ
  • મીઠો મસાલો
  • ગુલકંદ
  • તુટીફ્રુટી
  • દૂધ

રીત

1- સૌથી પહેલા પાનની કતરણ કરી લઈશું.આપણી પાસે દસ થી બાર પાન છે.હવે તેને વારી ને તેનું કતરણ કરી લઈશું. હવે પાન ની કતરણ રેડી છે. હવે તેને મિક્સર જારમાં લઈ લઈશું. અને તેને ક્રશ કરી લઈશું.

2- હવે તેમાં એક ચમચી જેટલું ગુલકંદ નાખીશું. તેમાં આપણે એડ કરીશું. હવે એક ચમચી મીઠો મસાલો એડ કરીશું. આ બધા ને ક્રશ કરવાનું છે.એટલે તેના માટે લિકવીડ જોઈશે. હવે બે ચમચી દૂધ એડ કરીશું.

3- જેથી સરસ પેસ્ટ તૈયાર થશે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સ્મુથ પેસ્ટ તૈયાર છે. હવે આગળ ની પ્રોસેસ જોઈશું. હવે આઈસક્રીમ બનાવવા માટે એક નાનો બાઉલ લઈ લઈશું. અને એક મોટો બાઉલ લઈશું. બાઉલ એવો લેવાનો છે કે મોટા બાઉલ માં નાનો બાઉલ આવી જાય તેવો લઈ લઈશું. અને મોટા બાઉલ માં તમારે આઈસ ક્યૂબ મૂકી દઈશું.

4- હવે નાના બાઉલ માં ફ્રેશ ક્રીમ નાખીશું. આ લગભગ ૨૫૦ ગ્રામ ક્રીમ છે. હવે તેમાં બે ચમચી મિલ્ક પાવડર એડ કરીશું. હવે તેને વિસ્કર થી મિક્સ કરી લઈશું. આ આપણે બહાર જેવો આઈસક્રીમ નથી બનાવતા.

5- આ ઘર નો પ્યોર આઈસક્રીમ બનાવીએ છે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં અડધો કપ કન્ડેન્સ મિલ્ક નાખીશું.માપ બહુ જરૂરી છે. તમે માપ લઈ ને કરશો તો પરફેક્ટ બનશે.

6- હવે ફરી થી બધું મિક્સ કરી લઈશું. આ આઈસક્રીમ એર થી ફૂલેલો નથી. આ પ્યોર મિલ્ક થી બનતો શુધ્ધ આઈસક્રીમ છે. નાના બાળકો ને તમે આઈસક્રીમ ખાવાની ના ના પાડી શકો. પણ આપણા ઘર નો આ હેલ્ધી આઈસક્રીમ આપશો.તો ભલે નાના બાળકો ખાય.હવે આ મિક્સ થઈ ગયું છે.

7- હવે તેમાં ફ્લેવર્સ એડ કરીશું.હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરીશું. હવે પેસ્ટ ને બરાબર મિક્સ કરી લઈશું. તમે વિડિયો માં જોવો છો કે સુગર એડ નથી કરી. કારણકે મિલ્ક પાવડર માં પોતાની સુગર છે. અને ગુલકંદ માં પણ સુગર છે. એટલે આમાં સ્વીટ નાખવાની જરૂર નથી.

8- હવે આપણે વીસ્કર થી મિક્સ કરી લઈશું. સરસ પાન જેવો કલર આવી ગયો છે. હવે સરસ મિક્સ કરી લીધું છે. હવે ડબ્બા માં પોર કરી લઈશું. હવે આપણે તુટીફ્રુટી ગાર્નિશ કરીશું. આ તુટીફ્રુટી બધા ની ફેવરીટ હોય છે. હવે તેને દસ થી બાર કલાક ફ્રીઝર માં મૂકી દઈશું.

9- હવે સરસ સેટ થઇ ગયો છે. તો ચાલો હવે તેને સર્વે કરીશું. સર્વિંગ માટે એક બાઉલ લઈ લઈશું. તેના પર એક કલકત્તી પાન લઇ લઈશું. હવે તેને ગાર્નિશ કરીશું. હવે તેના પર થોડો મીઠો મસાલો ભભરાવી લઈશું.હવે તૂટીફ્રુટી થી પણ ગાર્નિશ કરીશું. તો તૈયાર છે પાન આઈસક્રીમ.તો તમે પણ આ ઉનાળા માં ચોક્ક્સ થી બનાવજો અને તમારા નાના બાળકો ને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *