રજવાડી સ્ટાઇલ પાકા કેળાનું શાક બનાવવાની રીત

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે રજવાડી સ્ટાઇલ “પાકા કેળાનું શાક” જોતા જ મોઢામાં પાણી આવી જઈ એવું ટેસ્ટી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. જો તમે આ રીતે ઘરે એકવાર બનાવશો તો છોકરાવથી માંડીને મોટા વડીલો સુધી બધા આંગળીઓ ચાટતા જ રહી જશે વિડીયોને છેલ્લે સુધી જોજો આપ સૌને રેસિપી કેવી લાગી કોમેન્ટમાં અચૂકથી જણાવજો !!!

Advertisement

આવી રીતે બનાવશો કેળા નું શાક તો બીજા બધા શાક ભૂલી જશો

સામગ્રી :

Advertisement
 • ૩ પાકા કેળા
 • ૧૦ કાજુ
 • ૨ ટેબલ સ્પૂન કિશમિશ
 • ૫ લીમડા ના પાન
 • ૨ લીલા મરચા ઝીણા સમારેલા
 • ૨ ટેબલ સ્પૂન તેલ
 • ૧ ટી સ્પૂન જીરું
 • ૧ ટી સ્પૂન તલ
 • ૧/૪ ટી સ્પૂન હિંગ
 • ૧/૨ ટી સ્પૂન હળદર
 • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
 • ૧.૫ ટી સ્પૂન ધાણાજીરું પાવડર
 • ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
 • ૧/૨ ટી સ્પૂન આમચૂર
 • મીઠું સ્વાદ અનુસાર
 • કોથમીર ઉપર થી છાંટવા

રીત :

૧. કાજુ ના ટુકડા કરી લેવા.

Advertisement

૨. એક પેન માં ૨ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવું. એમાં પેહલા કાજુ રંગ બદલે ત્યાં સુધી તળી લેવા.

૩.હવે એ જ તેલ માં કિશમિશ તળી લેવી.

Advertisement

૪. તેલ ગરમ જ હોય ત્યારે એમાં જીરું અને મીઠા લીમડા ના પાન તોડી ને ઉમેરી deva.

૫. આમાં તલ, લીલા મરચા, હળદર, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરી ને હલાવવું.

Advertisement

૬. ગેસ ને ધીમો જ રાખવો અને એમાં ૧ કપ પાણી ઉમેરવું.

૭. હવે એમાં ગરમ મસાલો, આમચૂર અને મીઠું ઉમેરી ને ઉકાળવા દેવું.

Advertisement

૮. ગ્રેવી ઉકળે એટલે એમાં તળેલા કાજુ દ્રાક્ષ ઉમેરી ને બીજી બાજુ કેળા ને ગોળ ગોળ કાપી લેવા.

૯. ગ્રેવી ઉકળે એટલે કેળા ઉમેરી ને હળવે હાથે હલાવી ને ખાલી એક મિનિટ સુધી ગરમ કરવું.

Advertisement

૧૦. ગેસ બંધ કરી ને ઉપર થી કોથમીર છાંટી ને રોટલી કે પરાઠા સાથે સર્વ કરવું.

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Advertisement

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *