પાકાતલે ચિરોટે – મહારાષ્ટ્રની ફેમસ સ્વીટ ડીશ હવે બનશે તમારા રસોડે…

કેમ છો ફ્રેંડસ…

આજે હું મહારાષ્ટ્ર ની સ્વીટ ડીશ “પાકાતલે ચિરોટે ” લઈને આવિ છુ…આ ડીશ ત્યાં ખાસ નવરાત્રી માં પ્રસાદી માં બનાવતા હોય છે… અને મેં આજે તેમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે.. મેં આજે ડબલ કલરના ચિરોટે બનાવ્યા છે ..

આજે બીટ ના પ્યૂરી થી લોટ બાંધી ચિરોટે રેડી કર્યા છે

જોવામાં તો સરસ લાગે જ છે અને ખાવામાં પણ જોરદાર છે…સુ તમને પણ આજે મરાઠી ડીશ પાકાતલે ચિરોટે બનાવાં છે.?.. તો જાણી લો તેની સામગ્રી :-

” પાકાતલે. ચિરોટે ”

  • ૧૫૦ ગ્રામ – મેંદો
  • ૧૫૦ ગ્રામ – બીટ નાપ્યૂરીથી બાંધેલો લોટ
  • ૫૦ – ગ્રામ ચોખાનો લોટ
  • ૨૫૦ – ગ્રામ ખાંડ
  • ૧ ટીસ્પૂન – ઈલાયચી પાવડર
  • ઘી, દૂધ જરૂર મુજબ

રીત

મેંદામા ૨૫-૩૦ ગ્રામ જેટલું ઘીનું મોણ નાંખી, બરાબર મિક્સ કરી, દુધથી કઠણ લોટ બાંધવો.

પછી લોટને ઢાંકીને અડધો કલાક મૂકી રાખવો.

ચોખાના લોટમાં ૪૦ ગ્રામ જેટલું ઘી નાંખી, બરાબર ફીણી સાટો તૈયાર કરવો.

હવે લોટમાંથી ૨ સરખા ભાગ કરવા.

હવે એક રોટલો લેવો, તેના પર સાટો લગાડવો.

પછી તેના પર બીટ નો રોટલો મૂકી, તેના પર સાટો લગાડવો.

ત્યારબાદ તેના પર ત્રીજો રોટલો મૂકી, તેના પર સાટો લગાડી, તેનો રોલ વાળવો.

હવે રોલના મીડીયમ સાઈઝના ૪-૫ ટુકડા કરવા.

પછી તેને હળવા હાથે દાબી, પૂરી બનાવવી.

હવે એક પેનમાં ઘી ગરમ કરી, ધીમા તાપે, પૂરી કડક અને લાઈટ બ્રાઉન કલરની થાય તે રીતે તળી લેવી.

હવે એક પેનમાં ખાંડ લઈ ખાંડ ડૂબે એટલું પાણી મિક્સ કરી, ગેસ પર ગરમ કરવા મુકવું.

ખાંડની એક તારની ચાસણી થાય પછી ચાસણીને સતત હલાવતા રહેવું.

તેમાં ઈલાયચી પાવડર નાંખવી.

ચાસણી થોડી ઘટ્ટ થવા લાગે એટલે તેમાં એક – એક ચિરોટે ડુબાડી, તેને થાળીમાં અલગ-અલગ ગોઠવવા.

તો તૈયાર છે પાકાતલે ચિરોટે….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *