આ ચોમાસામાં પકોડાના આ નવા જ અંદાજને ટ્રાય કરો, ક્રીસ્પી-ક્રન્ચી પાપડ-પનીર પકોડા..

શું તમે ક્યારેય પાપડ પનીર પકોડા ચાખ્યા છે ? નહીં જ ચાખ્યા હોય. તો નોંધી લો તેની રેસીપી

આ વાનગી તમે ભાગ્યે જ ક્યારેય ચાખી હશે. કદાચ નામ પણ નહીં સાંભળ્યું હોય અને પાપડ-પનિરના કોમ્બિનેશન વિશે તો ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય. તો પછી હવે વધારે વિચારો નહીં પણ નોંધી લો આ ક્રિસ્પિ ક્રન્ચી પાપડ પનીર પકોડાની રેસીપી.

ક્રિસ્પિ ક્રન્ચી પાપડ પનીર પકોડા બનાવવા માટેની સામગ્રી

400 ગ્રામ પનીર

2-3 રોસ્ટેડ પાપડ

સ્ટફીંગ માટેની સામગ્રી

2 ચમચી જીણી સમારેલી કોથમીર,

1 ચમચી લાલ મરચુ પાઉડર,

સ્વાદ અનુસારમ ઠું,

2 ચમચી ફ્રાય કરેલું લસણ

અરધા લીંબુનો રસ

મેરીનેશન માટેની સામગ્રી

1 ચમચી ચાટ મસાલો

સ્વાદ અનુસાર મીઠુ

2 ચમચી સરસિયાનું તેલ

1 ચમચી લાલ મરચુ પાઉડર

1 ટેબલ સ્પૂન આદુ-લસણ-મરચાની પેસ્ટ

2 ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર

ખીરા માટેની સામગ્રી

2 મોટી ચમચી મેંદો

2 ચમચી કોર્ન ફ્લોર

જરૂર પ્રમાણે પાણી

ક્રિસ્પિ ક્રન્ચી પાપડ પનીર પકોડા બનાવવાની રીત

સૌ પ્રથમ પનીરના મોટા ચોરસ ટુકડા કરી લેવા. હવે આ ટુકડામાં સ્ટફિંગ ભરવા માટે તેને વચ્ચેથી સ્લિટ કરી લેવા.

હવે સ્ટફિંગ તૈયાર કરવા માટે 2 ચમચી જીણી સમારેલી કોથમીર, એક ચમચી લાલ મરચુપાઉડર, સ્વાદ અનુસાર મીઠુ, બે ચમચી ફ્રાઇ કરેલું લસણ અને તેમાં અરધું લીંબુ નીચોવી લેવું.

હવે આ બધી જ સામગ્રીને ચમચીથી બરાબર મીક્સ કરી લેવી.

સ્ટફિંગ તૈયાર છે હવે આ મિશ્રણને થોડી વાર માટે બાજુ પર મુકી દેવું.

હવે સ્લિટ કરેલા પનિરના ટુકડા છે તેમાં બટર નાઇફથી આ લસણવાળુ જે સ્ટફિંગ તૈયાર કર્યું તેને ભરી લેવું.

બધા જ ટુકડા આ રીતે સ્ટફ કરી લેવા અને બાજુ પર મુકી દેવા.

હવે મેરીનેશન તૈયાર કરવાનું છે તેના માટે એક બોલમાં એક ચમચી ચાટ મસાલા,સ્વાદ અનુસાર મીઠું, બે ચમચી સરસિયાનું તેલ, એક ચમચી લાલ મરચુ પાઉડર, એક મોટી ચમચી આદુ-લસણ-મરચાની પેસ્ટ અને બે મોટી ચમચી જીણી સમારેલી કોથમીર એડ કરવી.

હવે આ બધી જ સામગ્રીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવી. તૈયાર છે મેરિનેશન

હવે સ્ટફ્ડ પનીરને આ મેરિનેશનમાં કોટ કરી લેવા. બધા જ સ્ટફ્ડ પનીરના ટુકડાને આવી રીતે મેરિનેટ કરી લેવા.

હવે ભજીયા માટેનું બેટર તૈયાર કરવા માટે. બે મોટી ચમચી મેંદો અને બે ચમચી કોર્ન ફ્લોર એડ કરી તેમાં પાણી એડ કરી તેનું ખીરુ તૈયાર કરી લેવું.

હવે સ્ટફ્ડ અને મેરિનેટેડ પનીરને બેટરમાં ડીપ કરીને શેકેલા પાપડના જીણા ટુકડાથી કોટ કરી લેવા.

હવે પાપડથી કોટ થયેલા પનીરના ટુકડાને ગરમ તેલમાં ફ્રાય કરવા માટે મુકી દેવા.

પનીર બરાબર તળાઈ જાય એટલે તેને તેલની કડાઈમાંથી બહાર કાઢી લેવા.

તૈયાર છે ક્રીસ્પી-ક્રન્ચી પાપડ-પનીર પકોડા. આ ચોમાસે પોકોડાની આ નવી જ રેસીપીને ટ્રાય કરો.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

ક્રીસ્પી-ક્રન્ચી પાપડ-પનીર પકોડાની વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *