પાલક આલૂ મટર પરોઠા – શિયાળામાં મળતા ફ્રેશ વટાણામાંથી બનાવો આ હેલ્થી અને ટેસ્ટી પરાઠા..

આજે આપણે એકદમ હેલ્થી કહી શકાય તેવી પરાઠા ની રેસિપી જોઇશુ , શિયાળા ની સીઝન માં વટાણા અને પાલક ખુબ સરસ આવે છે તો આપણે આજે – પાલક આલૂ મટર પરોઠા ની રેસિપી જોઇશુ. આ પરોઠા બાળકો ના લંચ બોક્સ માટે એક સારો વિકલ્પ રહેશે , મોટા ભાગે બાળકો એમનમ શાક માં પાલક કે વટાણા નથી ખાતા હોતા તો તેમે આ રીતે પરોઠા બનાવી ને ખવડાવો. ટેસ્ટી ની સાથે સાથે હેલ્થી પણ . તો ચાલો રેસિપી જોઈ લઈએ

સામગ્રી :

  • ૨ કપ ઘઉં નો લોટ
  • ૧ ચમચી મીઠું
  • ૨ ચમચી તેલ
  • ૧/૨ ચમચી કાળા મરી પાઉડર
  • પાલક ની પેસ્ટ લોટ બાંધવા માટે
  • ૨ ચમચી ઘી
  • ૧/૨ ચમચી જીરું
  • ૧ કપ બાફેલા વટાણા
  • ૧ કપ બાફીને મેશ કરેલું બટકું
  • ૧ ચમચી મીઠું
  • ૧ લીંબુ નો રસ
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • જીણી સમારેલી કોથમીર
  • ઘી પરોઠા શેકવા

સૌ થી પેલા લોટ બાંધી લેવાનો છે તેના માટે ઘઉં ના લોટ માં મીઠું , મરી પાઉડર અને તેલ નાખી બરાબર મિક્સ કરી લેવાનું છે , ત્યાર બાદ લોટ બાંધવા માટે પાણી ના બદલે પાલક ની પેસ્ટ નો ઉપયોગ કરવાનો છે , થોડા પાલક ના પાન ને ધોઈ અને મિક્સર માં પેસ્ટ બનાવી લીધી છે. જોઈએ તેટલી પાલક નાખતા જઈ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે . લોટ બંધાઈ જાય એટલે ઉપર થોડું તેલ લગાવી લઇ અને ૫-૧૦ મિનિટ માટે રેસ્ટ આપી દો. ત્યાં સુધી સ્ટફિન્ગ રેડી કરી લઈએ

તેના માટે સૌ થી પેલા એક કડાઈ માં ઘી ગરમ કરવા મુકો , ઘી ગરમ થાય એટલે જીરું નાખી જીરું ફૂટે એટલે બાફેલા વટાણા અને બટેકુ નાખી દેવાનું છે . મીઠું , લીંબુ નો રસ , ગરમ મસાલો આ બધી વસ્તુ નાખી બરાબર મિક્સ કરી લો , અને ૨ મિનિટ માટે ધીમા ગેસ પર ચડવા દેવાનું છે , ત્યાર બાદ મેશ કરી લો ,  જીણી સમારેલી કોથમીર નાખી દો. અને મિક્સ કરી લો. સ્ટફિંગ રેડી છે ,

હવે લોટ ને થોડો મસળી લઇ તેમાં થી એક સરખા લુઆ બનાવી લેવાના છે ,  પાટલી પર થોડો કોરો લોટ લઇ પેહલા નાનું પરોઠું વાણી લેવાનું છે , પછી તેમાં સ્ટફિન્ગ ભરી બરાબર રીતે પેક કરી પરોઠું વાણી લેવાનું છે .

લોઢી ગ્રામ થાય એટલે પરોઠા ને મૂકી પેહલા ઘી વગર એમનમ શેકી લેવાનું છે , ત્યાર બાદ બંને બાજુ ઘી લગાવતા જઈ અને હળવા હાથે પ્રેસ કરતા જઈ પરોઠું શેકી લેવાનું છે , આ રીતે બધા પરોઠા વણી અને શેકી લેવાના છે . બસ તૈયાર છે પરોઠા. ગરમ ગરમ સર્વ કરો અથવા તો લંચબોક્સ માં પણ પેક કરી લો.



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *