પાલક અને ચીઝ કોર્ન ગ્રીલ સેન્ડવિચ – આજે થોડી હટકે સેન્ડવિચની રેસીપી, શીખો સ્ટેપ બાય સ્ટેપ.

સેન્ડવીચ એટલે બધા ને ગમતો નાસ્તો, ખુબજ અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ બધા એ ખાધી પણ હશે અને બનાવી પણ હશે ! તો ચાલો આપણે જોઈએ થોડી અલગ સેન્ડવીચ રેસીપી – પાલક અને ચીઝ કોર્ન ગ્રીલ સેન્ડવીચ.

ચાલો તો સૌ પ્રથમ સામગ્રી જોઈ લઈએ

૩-૪ કપ પાલક જીણી સમારેલી

૧ ચમચી ખાંડ

મેંદો – ૩ ચમચી

૪-૫ ચમચી ઘી

૩-૪ કપ દૂધ

૪-૫ ચમચી માખણ

૩-૪ કપ – બાફેલી મકાઈ ના દાણા

૨ કપ કેપ્સિકમ – જીણું સમારેલું

૧.૫ ચમચી મીઠું

ચીલી ફ્લેક્સ

૩-૪ ચીઝ ક્યુબ

બ્રેડ

સૌ પ્રથમ જીણી સમારેલી પાલક ને ૨ મિનિટ માટે પાણી માં ઉકાળી લેવી તેમાં ૧ ચમચી ખાંડ નાખવી. ઉકળી જાય એટલે પાણી કાઢી અને એક સાઈડ રાખી દેવી. મકાઈ ને બાફી અને દાણા કાઢી લેવા , કેપ્સિકમ જીણું સમારી લેવું.

એક પેન માં મેંદો અને ઘી નાખી બરાબર મિક્સ કરો અને સ્મૂથ પેસ્ટ બનાવો , જરૂર પડે તો થોડું ઘી ઉમેરો. હવે તેમાં દૂધ નાખી બરાબર હલાવી લો. ગાંઠ ના રે એ રીતે બરાબર મિક્સ કરી દો.

હવે એક પેન માં માખણ નાખી અને ઓગાળવા દો , ઓગળે એટલે તેમાં મકાઈ , કેપ્સિકમ અને મીઠું નાખી ૫ મિનિટ માટે ઢાંકી અને ચડવા દો, પછી તેમાં પાલક નાખી ને બરાબર મિક્સ કરી દો.

આ મિશ્રણ ને આપડે જે વ્હાઇટ પેસ્ટ બનાવી તેમાં મિક્સ કરી દો, ચીલી ફ્લેક્સ નાખો , ચીઝ ક્યુબ ખમણી લો અને બરાબર મિક્સ કરી લો.

હવે બ્રેડ લો તેમાં બટર લગાવી લો, અને ઉપર મિશ્રણ નું લેયર કરી દો. તેના ઉપર બીજું સ્લાઈસ મૂકી ઉપર બટર લગાવી લો.

હવે ગ્રીલ મશીન માં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી રેવા દો. બસ તૈયાર છે તમારી એકદમ ઝડપ થી બનતી પાલક – ચીઝ કોર્ન સેન્ડવીચ.

બાળકો અને મોટા બંને ને મજા પડશે , બાળકો સ્કૂલ થી આવના હોય તેના પેલા મિશ્રણ બનાવી ને તૈયાર રાખો અને પછી ગરમ ગરમ સેન્ડવિચ બનાવી આપો.

આશા છે આ રેસીપી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે.

વાનગીનો સંપૂર્ણ વિડીઓ જુઓ.


રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *