પાલકમાં ખૂબજ પ્રોટીન હોય છે તમે લોકો પાલકનુ શાક અને પાલક પનીર તો બનાવતા જ હશો? પાલકની જેમજ અલગ અલગ પ્રકારની દાળમાં પણ ખૂબજ પ્રોટીન હોયછે તો ચાલો અાજ બેયનું કોમ્બીનેશન જ હુ લાવી છું.
પાલક અને મગની દાળનું શાક
સામગ્રી:
• ૨ ઝુડી પાલક
• ૧ કપ મગની દાળ ૬/૭ કલાક પલાળેલી
• આદુ,લસણ અને મરચાની પેસ્ટ એક મોટી ચમચી
• ૧ મોટુ ઝીણુ સમારેલુ ટમેટુ
• રાઇ-જીરું
• હિંગ ચપટી
• મીઠું સ્વાદઅનુસાર
• મરચું એક ચમચી
• ગરમ મસાલો અડધી ચમચી
• હળદર પા ચમચી
• વઘાર માટે તેલ
રીત:
૧ એક કુકરમાં તેલ ગરમ કરી રાઇ-જીરું અને હિંગ તતડાવી તેમા ઝીણા સમારેલા ટમેટા અને આદુ,લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવી.
૨ ટમેટા સ્હેજ ચડે એટલે તેમાં ઝીણી સમારેલી પાલક એડ કરવી.
૩ પાલક ચડી જાય એટલે તેમા મીઠું,મરચું,હળદર અને ગરમ મસાલો એડ કરવા.
૪ મસાલા સરખા મિક્ષ થાય એટલે તેમા પલાળેલી મગની દાળ એડ કરીને એક ગ્લાસ પાણી એડ કરીને કુકર બંધ કરી ૩/૪ સીટી કરવી.
લ્યો તૈયાર છે આપણુ શાક ગરમા ગરમ રોટલી અથવા રોટલા સાથે સર્વ કરો.
રસોઈની રાણી : યોગીતા વાડોલીયા
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.