પાલકની ચકરી – આજે જ ફ્રેશ પાલક લઈ આવો અને બનાવો આ ટેસ્ટી અને હેલ્થી ચકરી…

હેલો મિત્રો કેમ છો? મજા માં?

હવે ઠંડી એટલે કે શિયાળો ચાલુ થઈ ગયો એટલે હેલ્ધી અને ટેસ્ટી ખાવાની સીઝન સાચી વાત ને? અત્યારે શાકભાજી એકદમ ફ્રેશ અને હેલ્થ માટે ફાયદાકારક એવા આવે છે એમાં નું એક છે “પાલક”

પાલક ખાવા ના જેટલા ફાયદા વાંચો અને જાણો એટલા ઓછા તો ચાલો આજે એમાં થી જ એક એવી વાનગી બનાવીએ જે નાના મોટા સૌ ને પસંદ આવે

પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે.

તો આજે આપણે બનાવશું

પાલક ની ચકરી

સામગ્રી

  • ૧ જૂડી પાલક
  • ૨ વાટકા ચોખા નો લોટ
  • ૧/૨ વાટકો ચણા નો લોટ
  • ૨ ચમચી ઘી(મોણ માટે)
  • ૧ ચમચી સફેદ તલ
  • ૧ ચમચી જીરું
  • તેલ તળવા માટે
  • મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીતઃ

સૌ પ્રથમ પાલક ને ધોઈ સાફ કરી ઉકળતા પાણી માં બોઇલ્ કરવી.

૫ થી ૭ મિનિટ પછી પાલક ને ગરની માં નાખી પાણી નિતારી લેવું.

હવે તેને મિક્સર જારમાં પ્યુરી બનાવી લેવી.

હવે એક મોટા બાઉલમાં માં ચોખા નો લોટ, ચણા નો લોટ,ઘી, જીરું, તલ અને પાલક ની પ્યુરી એડ કરી લોટ બાંધવો.(પાણી જોઈ એટલું જ એડ કરવું.)

હવે ચકરી ના સંચા ને તેલ થી ગ્રીસ કરી તેમાં લોટ નાખી એક પ્લેટ અથવા બટર પેપર પર ચકરી પાડવી ધ્યાન રાખવું ચકરી તૂટી ના જાય.

હવે તેલ ગરમ કરવું ગરમ થઈ એટલે તેલ માં ધીમા તાપે ડીપ ફ્રાય કરવી.

તો તૈયાર છે સુપર હેલ્ધી અને ટેસ્ટી પાલક ની ચકરી

મિત્રો તમારા બાળકો પાલક ના ખાતા હોય તો જરૂર થી એને આ ચકરી બનાવી દેજો તમારા બાળકો ને પાલક ખાવા થી પ્રોટીન વીટામીન મળશે.

પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.

પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ ‘એન્ટિ ઓકિસ્ડેન્ટ’ શરીરમાં રખડતો કચરો દૂર કરનાર રસાયણનું કામ કરે છે.

પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.

પાલક નિયમિત ખાવાથી હૃદયસંબંધી બીમારીઓ પણ દૂર થાય છે.

સલાડમાં આનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે.

પાલકમાં રહેલું બીટા કેરોટિન અને વિટામિન સી ક્ષય થવાથી પણ બચાવે છે.

પાલકના ખનિજ તત્ત્વો અને બીટા કેરોટિન સાંધાની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.

પાલક આંખો માટે ખૂબ લાભદાયી હોય છે.

ત્વચાને ડ્રાય થતી બચાવે છે. પાલકની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા પણ નિખરશે.

વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ.

રસોઈ ની રાણી: ચાંદની ચિંતન જોશી


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *