પાલક અને લીલા વટાણાના સૂજીના ઢોકળા ઇન્સ્ટન્ટ…

આ ઢોકળા બનાવ ખુબ જ સરળ છે, આ ઢોકળા બનાવ માં તમારે સૂજી ને પલાળી રાખવાની પણ જરૂર નથી તો ચાલો ખુબજ હેલ્થી અને બનાવવા માં સરળ એવા ઢોકળા ની રેસીપી જોઈ લઈએ.

  • કપ સૂજી
  • ચમચી – બાફી અને મેશ કરેલા લીલા વટાણા
  • કપ જેટલી – પાલક ની પ્યુરી
  • ૨ ચમચી મીઠું
  • છાસ
  • ૨ ચમચી તેલ
  • ૨ ચપટી બેકિંગ સોડા
  • ૧ લીંબુ

વાઘર માટે

  • ૩-૪ ચમચી તેલ
  • થોડી રાય અને જીરું
  • મીઠો લીમડો
  • ૨ સૂકા લાલ મરચા

સૌ થી પેલા એક બાઉલ માં ૧ કપ સોજી લઇ લો , બાફી ને મેશ કરેલા લીલા વટાણા , પાલક ની પ્યુરી ૩-૪ ચમચી , ૧ ચમચી મીઠું નાખી મિક્સ કરી લો , બેટર ને ઢીલું કરવા છાસ નો ઉપયોગ કરવાનો છે , આ રીતે થોડી થોડી છાસ નાખતા જઈ હલાવતા જવાનું છે અને બહુ ઢીલું પણ નઈ એવું બેટર તૈયાર કરી લો , હવે તેમાં ૧ ચમચી તેલ નાખી , ૧ ચપટી સોડા નાખી , ઉપર અડધા લીંબુ નો રસ નાખી દો, અને ૧ મિનિટ જેવું હલાવી લો.

પછી જે વાસણ માં ઢોકળા મુકવાના છે તેને ગ્રીસ કરો લો. અને બેટર નાખી દો. હવે ઢોકળીયા માં કે પછી જે રીતે વિડિઓ માં બતાવ્યું છે તે રીતે ઢોકળા ને સ્ટીમ કરવા મૂકી દેવાના છે ૧૨-૧૫ મિનિટ સુધી. ૧૨ મિનિટ જેવું થાય એટલે ઢોકળા માં ચપ્પુ નાખી ને ચેક કરી લેવું જો ચપ્પુ સાફ બહાર આવે એટલે ઢોકળા સ્ટેયમ થઇ ગયા છે.

હવે આ ઢોકળા ને ઠંડા થવા દેવાના છે અને ત્યાં સુધી બાકી ના ૧ કપ સુજી ના ઢોકળા જે રીતે પ્રોસેસ કરી પેલી વાર તે રીતે કરી અને સ્ટીમ થવા મૂકી દેવાના છે.

બધા ઢોકળા બની અને ઠંડા થાય એટલે કટ કરી લેવાના છે અને તેના ઉપર વઘાર કરી લેવાનો છે.

તેના માટે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો , થોડું રાય અને જીરું નાખો બંને વસ્તુ ફૂટે એટલે મીઠો લીમડો નાખી , સૂકા લાલ મરચા નાખી વઘાર ને ઢોકળા પર રેડી દેવાનો છે . અને ઉપર થી સૂકા ટોપરા નું છીણ ભભરાવી દો. બસ રેડી છે માસ્ટ એકદમ હેલ્થી એવા પાલક અને લીલા વટાણા ના ઢોકળા.

તમે ગમે ત્યારે ગરમ ગરમ બનાવી ને ખાઈ શકો છો , તેમજ ઠંડા પણ સારા લાગે છે તો બાળકો ને ટિફિન બોક્સ માં પણ આપો.


અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *