પાલક ખીચડી વિથ ગાર્લિક તડકા – બનાવવામાં સરળ અને હેલ્થી એવી સુપર ખીચડી આજે જ બનાવજો…

બાળકો માટે પણ સારો એવો ઓપ્શન અને જે લોકો ડીનર માં એકદમ હળવું ખાતા હોય છે તેમના માટે પણ આ ખીચડી એક બહુ જ સરસ હેલ્ધી ઓપ્શન છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ

સામગ્રી

ખીચડી બાફવા માટે

  • ૧ કપ ચોખા
  • ૧ કપ મગ ની મોગર દળ
  • થોડું મીઠું
  • થોડી હળદર
  • ૩ કપ પાણી

ખીચડી વધારવા

  • ૨ ચમચી ઘી
  • અડધી ચમચી જીરું
  • ૧ તમાલ પત્ર
  • ૨-૩ તજ ના ટુકડા
  • ૮-૧૦ મીઠા લીમડા ના પાન
  • ૧ જીણી સમારેલી ડુંગળી
  • ૧ ચમચી જીણું સમારેલું સૂકું લસણ
  • ૧ કપ પાલક ની પ્યુરી
  • સ્વાદ મુજબ મીઠું
  • અડધી ચમચી ગરમ મસાલો

લસણ ના વઘાર માટે

  • ૧.૫ ચમચી તેલ
  • અડધી ચમચી જીરું
  • અડધી ચમચી હિંગ
  • ૧ ચમચી લસણ ના ટુકડા
  • ૨ સૂકા લાલ મરચા
  • ૧/૪ ચમચી લાલ મરચું પાઉડર

સૌ થી પેલા દાળ અને ચોખા ને ૧૫ મિનિટ સુધી પાણી માં ધોઈ અને પલાળી રાખવાના છે , ત્યાર બાદ કુકર માં નાખી દઈ , ૩ કપ પાણી એડ કરવાનું છે અને થોડું મીઠું અને થોડી હળદર નાખી ૨ વિસલ સુધી બાફી લેવાનું છે.

૨ વિસલ પછી કુકર ખોલી ને જોઈ લો ખીચડી સરસ બફાઈ ગઈ હશે. હવે કે પેન માં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જીરું , ૧ તમાલ પત્ર, ૨-૩ તજ ના ટુકડા , ૮-૧૦ મીઠા લીમડા ના પાન ,

જીણી સમારેલી ડુંગળી નાખી દો , લસણ ના ટુકડા , ૧૫-૨૦ સેકોણદ સુધી સાંતળી લેવાનું છે ધીમા ગેસ પર ,

ત્યાર પછી પાલક ની પુરી નાખી મિક્સ કરી ૨-૩ મિનિટ સુધી એમનમ ચડવા દો , ત્યાર બાદ બનેલી ખીચડી નાખી દો , અને બરાબર મિક્સ કરી લો પછી સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લો, ખીચડી તૈયાર છે હવે વઘાર કરી લેવાનો છે ,

વઘાર માટે એક પેન માં ઘી ગરમ કરવા મુકો , ઘી ગરમ થાય એટલે જીરું નાખી , હિંગ નાખી દો , લસણ નાખી દો , સૂકા લાલ મરચા નાખી ધીમા ગેસ પર લસણ બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે ,

ત્યાર બાદ ગેસ બંધ કરી લઇ લાલ મરચું પાઉડર નાખી દો મિક્સ કરી અને વઘાર ને ખીચડી ઉપર રેડી દેવાનો છે, બસ તૈયાર છે એકદમ ટેસ્ટી એવી પાલક ખીચડી વિથ ગાર્લિક તડકા. એક વખત જરૂર થી આ રેસીપી ટ્રાય કરજો.



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *