ચીઝ પાલક લિફાફા પરાઠા – તમારા બાળકોને પાલક પસંદ નથી? તો આજે જ ટ્રાય કરો આ વાનગી મોજ આવી જશે…

ચીઝ પાલક લિફાફા પરાઠા પાલક નઈ ખાતા બાળકો માટે આ બેસ્ટ આઈડિયા છે. નાના બાળકો ની મમ્મીઓ જોડે ખાસ શેર કરજો આ વિડિઓ. તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ.

લોટ બાંધવા માટે

  • ૧ કપ ઘઉં નો લોટ

સ્વાદ મુજબ મીઠું

  • થોડો મરી પાઉડર અડધી ચમચી જેટલો.
  • ૨ ચમચી તેલ
  • પાલક ની પેસ્ટ. લોટ બાંધવા માટે

સ્ટફ માટે

  • ૧ ચમચી તેલ
  • ૧ કપ પાલક જીણી સમારેલી
  • ૧ કપ ચીઝ
  • ૧ ચપટી મીઠું
  • મરી પાઉડર

પરાઠા સીલ કરવા માટે

  • ૧ ચમચી મેંદો
  • થોડું પાણી
  • પરાઠા શેકવા માટે તેલ

પાલક ના પાનને ધોઈ અને પેસ્ટ બનાવી લેવાંની છે.

એક બાઉલ માં ઘઉં નો લોટ લઇ તેમાં સ્વાદમુજબ મીઠું , મરી પાઉડર અને મોણ માટે નું તેલ નાખી અને હાથે થી મસળી લો. પછી પાલક ની પેસ્ટ થોડી થોડી નાખતા જઈ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. લોટ સરખો બંધાઈ જાય એટલે તેલ લગાવી લઇ અને ૫-૧૦ મિનિટ માટે રેસ્ટ આપી દો.

હવે સ્ટફિંગ રેડી કરી લઈએ તેના માટે ૧ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી જીણી સમારેલી પાલક નાખી દો , ચપટી જેટલું મીઠું નાખી ૧-૨ મિનિટ માટે સાંતળી લેવાની છે. તેના થી પાલક માં થી જે કાચી સ્મેલ આવે છે તે નઈ આવે. પાલક સંતળાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ૧ કપ ખમણી લો તેમાં સાંતળેલી પાલક મરી પાઉડર નાખી અને મિક્સ કરી લો બસ સ્ટફ રેડી છે.

હવે લોટ જે બાંધેલો તેમાં થી લુઆ કરી લઇ થોડો પાટલી પર કોરો લોટ લઇ નાનું કે મોટું તમને જેમ પસંદ હોય એ રીતે પરોઠું વણી લેવાનું છે, આ રીતે બધા પરોઠા વણી લો. હવે બધા પરોઠા ને ગરમ લોઢી ઉપર ઘી કે તેલ વગર કોરા જ બંને બાજુ શેકી લેવાનું છે. બધા વણેલા પરોઠા ને આ રીતે શેકી લેવાના છે.

પરોઠા ને સીલ કરવા માટે મેંદા અને પાણી ની સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે .

હવે ૧ પરોઠું લઇ તેમાં ૧ ચમચી જેટલું સ્ટફ ભરી દો , અને લોટ ની પેસ્ટ કિનારી પાર લગાડતા જઈ બધી બાજુ થી પરોઠા ને પેક કરી લેવાનું છે વિડિઓ માં દેખાડ્યું છે એ રીતે. આવી રીતે બધા પરોઠા રેડી કરી લો .

હવે ગરમ લોઢી પર પરોઠા મૂકી દઈ , બ્રશ ની મદદ થી તેલ લગાવી દેવાનું છે , બંને સાઈડ તેલ લગાવી પરોઠા ને હળવા હાથે પ્રેસ કરતા જઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે બધા પરોઠા આ રીતે શેકી લો.

તમે વિડિઓ માં જોઈ શકો છો ચીઝ પણ એકદમ મેલ્ટ થઇ ગયું છે. ખુબ જ યમી લાગશે આ પરોઠા ખાવા માં.

તો આજે જ બનાવો આ ખુબ જ સરળ અને ઓછી સામગ્રી થી બનતા લિફાફા પરાઠા.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *