આજે જમવામાં તૈયાર કરો નવી યુનિક સ્ટાઇલથી મકાઈ -પાલક -મેક્રોની બેકડીશ

આજે જમવામાં તૈયાર કરો નવી યુનિક સ્ટાઇલથી મકાઈ -પાલક -મેક્રોની બેકડીશ પરફેક્ટ રીત એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ, હેલ્થી અને ઘરે જ બનાવો …. એકદમ સરળ અને ફટાફટ બની જાય ડિનર કે લંચબોક્સ માં પણ લઇ શકાય. બાળકો ના લંચબોક્સ માટે તો એકદમ પરફેક્ટ રેસિપી છે. પાલક માં આર્યન ખુબ જ હોઈ છે પણ બાળકો ને પાલક ભાવતી હોતી નથી પરંતુ તેમને બેકડીશ રીતે આપીયે તો તરત ખાઈ લેશે … તો ચાલો રેસિપી જોઈ લઈએ

સામગ્રી:

 • અડધી ઝૂડી પાલક
 • અડધી વાડકી અમેરિકન કોર્ન (મકાઈ ના દાણા )
 • ૧ કાંદો જીણો સમારેલો
 • ૧ લીલું મરચું સમારેલું
 • ૩ ચમચી બટર
 • ૨ ચમચી મેંદો અથવા ઘઉં નો લોટ
 • ૨ કપ દૂધ
 • ૩ કપ છીણેલી ચીઝ
 • ૧ કપ બોઈલ મેક્રોની
 • અડધી ચમચી રેડ ચિલી ફ્લેક્સ
 • ૩ ચમચી બ્લેક ઓલિવ
 • અડધી ચમચી ઓરેગાનો
 • મીઠુ સ્વાદ પ્રમાણે
 • અડધી ચમચી મરી પાવડર

સૌ થી પેલા એક કડાઈ માં ચમચી બટર મુકવાનું છે , બટર ગરમ થાય એટલે તેમાં કાંદા સાંતલવાના છે. લીલા મરચા ઉમેરવાના છે …

કાંદા થોડાક ગુલાબી થાય એટલે એમાં જીણી સમારેલી પાલક નાખવાની છે ૨ મિનિટ સંતલાયી જાય એટલે મીઠુ નાખવાનું છે.,

પછી તેમાં દૂધ અને મેંદો કે ઘઉં નો લોટ ઉમેરી સતત હલાવવાનું છે જેથી એકરસ થયી જાય અને ગઠ્ઠા ના પડે .. ૫-૬મિનિટ પછી રેડ ચિલી ફ્લેક્સ , કાળા મરી પાવડર, ઓરેગાનો નાખવાનો છે.

મેક્રોની અને કોર્ન ઉમેરવાના છે અને ૨ કપ ચીઝ ઉમેરવાની છે.

તે દરમિયાન ઓવન ૧૭૦ પર પ્રિહિટ કરવા મૂકી દેવાનું છે … એક બેકિંગ વાસણ ને બટર થી ગ્રીઝ કરી એમાં રેડી કરેલી મેક્રોની ભરવાની છે,, ઉપર ર બ્લેક ઓલિવ મુકવાના છે ,, એના ઉપર ૧ કપ ચીઝ ભભરાવવાની છે અને એની ઉપર બટર ના ટપકાં જેથી ચીઝ બેક સરસ થશે. ૨૫ મિનિટ માં મકાઈ -પાલક -મેક્રોની બેકડીશ પરફેક્ટ તૈયાર થઇ જશે.

જમવામાં પણ ઘરે ખાઈ શકો છો અથવા બાળકો ને લંચબોક્સ માં પણ પેક કરી શકાય તેવી આ એકદમ સરળ અને હેલ્થી મકાઈ -પાલક -મેક્રોની બેકડીશ અને લંચબોક્સ માં પણ પેક કરી શકાય તો જરૂર થી બનાવજૉ.

રસોઈની રાણી : રૂચિતા શાહ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *