પાલક અને મેથી વાળા બાજરી ના ઢેબરાં – ગળ્યા મરચાં, ગોળ કે પછી દૂધ સાથે ખુબ ટેસ્ટી લાગે છે…

શિયાળા માં ભાજી એકદમ ફ્રેશ ને સરસ આવે છે , તો બનેતેટલી ભાજી ને ખાઈ લેવી. જે હેલ્થ માટે બહુ જ સારી છે તો આજે આપણે એવી જ એક સરસ હેલ્ધી અને સરળ રીતે બની જાય તેવા બાજરી ના ઢેબરાં બનાવવાની રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૧ કપ – બાજરી નો લોટ
  • ૧/૨ કપ – ઘઉં નો જીણો લોટ
  • ૧ કપ – મેથી – પાલક જીણી સમારેલી
  • ૧ ચમચી મીઠું
  • ૧ ચમચી હળદર
  • ૨ ચમચી તેલ
  • અડધી ચમચી લાલ મરચું પાઉડર
  • ઘી ઢેબરાં શેકવા

સૌ થી પેલા એક મિક્સિંગ બાઉલ માં ૧ કપ બાજરી નો લોટ , અડધો કપ ઘઉં નો લોટ , પાલક મેથી જીણી સમારેલી , ૧ ચમચી લસણ ની પેસ્ટ , ૧ ચમચી હળદર , અડધી ચમચી લાલ મરચું પાઉડર , ૨ ચમચી તેલ આ બધું નાખી દઈ , હાથે થી બરાબર મિક્સ કરી લો , અને જોઈએ તેટલું પાણી નાખતા જઈ લોટ ને ભેગો કરી લેવાનો છે, આ લોટ ને મસળવાનો નથી ખાલી બરાબર ભેગો જ કરવાનો છે. લોટ સરસ ભેગો થઇ જાય એટલે તેમાં થોડું તેલ લગાવી લો.

હવે તેમાં થી લુઆ લેતા જઈ અને થોડો કોરો લોટ કઈ વણતા જવાનું છે. એકદમ હળવા હાથે વણવાનું છે . ઢેબરું વણાઈ જાય એટલે ગરમ લોઢી પર નાખી અને પેલા ઘી કે તેલ વગર કોરું શેકી લેવાનું છે, પછી બંને બાજુ ઘી લગાવતા જઈ , હળવા હાથે પ્રેસ કરતા કરતા શેકી લેવાનું છે બંને બાજુ.

આ રીતે બધા ઢેબરાં વાણી અને શેકી લેવાના છે. એકદમ ટેસ્ટી અને લાગશે આ ઢેબરાં ઠંડા પણ સારા લાગશે તેથી તમે ટિફિન માં પણ લઇ જઈ શકો છો. જો તમે ટિફિન માં પેક કરવાના હો તો થોડું ઘી લગાવી પછી પેક કરવા જેથી લાંબા ટાઈમ સુધી સોફ્ટ રહે. અને આ ઢેબરાં ને હજુ વધારે તીખા કરવા હોય તો તમે તેમાં લીલા મરચા ની પેસ્ટ નાખી શકો છો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *