પાલક ના મુઠીયા – દૂધી અને મેથીના મુઠીયા તો બનાવતા હશો એકવાર આ પાલકના મુઠીયા બનાવજો…

જેમ આપણે જાણીએ છીએ કે પાલક એ ખુબજ ગુણકારી છે , અને શિયાળા ની ઋતુ માં ખુબ જ સરસ ફ્રેશ પાલક આવતો હોય છે તો હેલ્થી એવો પાલક કોઈ પણ રીતે ખાવો જોઈએ। તો આજે આપણે એકદમ હેલ્થી કહી શકાય તેવા નાના મોટા દરેક ને પસંદ આવશે તેવા પાલક ના મુઠીયા બનાવવાની રીત જોઇશુ , અને ખાસ કરી ને તે બાળકો ના લંચબોક્સ માટે એક સારો એવો ઓપ્શન રહેશે। તો ચાલો રેસીપી જોઈ લઈએ।

  • ૩ કપ – સમારેલી પાલક
  • અડધો કપ – જીણું સમારેલું લીલું લસણ
  • અડધો કપ – જીણી સમારેલી કોથમીર
  • ૧ ચમચી મીઠું
  • અડધી ચમચી હળદર
  • ૧ ચમચી ખાંડ
  • ૨ ચમચી તેલ
  • અડધી ચમચી લાલ મરચું પાઉડર
  • અડધી ચમચી ધાણાજીરું
  • ૧/૪ ચમચી – સોડા
  • ૨-૩ ચમચી ગરમ પાણી
  • ૧ ચમચી આદુ અને લીલા મરચાં ની પેસ્ટ
  • પાણી જરૂર મુજબ
  • ૧ કપ ઘઉં નો લોટ (ભાખરી નો )
  • ૩ ચમચી બાજરી નો લોટ
  • ૩ ચમચી ચણા નો લોટ
  • ૨ ચમચી સૂજી

સૌ થી પેલા એક મિક્સિંગ બાઉલ માં પાલક , આદુ મરચાં ની પેસ્ટ , કોથમીર , અને લીલું લસણ લઇ લો તેમાં બધા લોટ નાખી દો અને હાથે થી બધું મિક્સ કરી લો। સૂજી ના બદલે તમે ચોખા નો લોટ પણ લઇ શકો છો।


હવે તેમાં હળદર , લાલ મરચું પાઉડર , ધાણાજીરું , મીઠું , ખાંડ નાખી દો। પછી મોણ માટે તેલ નાખી દો , થોડું પાણી નાખી અને મિક્સ કરતા જવાનું છે અને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે , લોટ કઠણ ના થઇ જાય તેનું ધ્યાન રાખવું નઈ તો મુઠીયા સોફ્ટ નઈ બને।


લોટ બંધાઈ જાય એટલે તેમાં સોડા અને ઉપર ગરમ પાણી નાખો। સોડા એકટીવ કરવા અને ફરી થી લોટ મિક્સ કરી લો।

ઢોકળીયા માં કે પછી વિડિઓ માં બતાવ્યું તે પ્રમાણે પાણી ગરમ કરવા મુકો। કાણા વળી ડીશ ને તેલ લગાવી મૂકી દો , અને તેલ વાળા હાથ કરી અને મુઠીયા વાળતા જઈ અને ડીશ પર મુકતા જવાના છે।


બધા મુઠીયા બની જાય એટલે ઢાંકી અને ૧૫ મિનિટ સુધી સ્ટીમ કરવાના છે।


૧૨-૧૫ મિનિટ જેવું થાય એટલે ટૂથ પીક કે ચપ્પુ ની મદદ થી ચેક કરો મુઠીયા જો સ્ટીમ થઇ ગયા છે તો ગેસ બંધ કરી ડીશ ને બહાર કાઢી લો અને ઠંડા થવા દેવાના છે।

જો તમારે વઘાર્યાં વગર ખાવા છે તો ગરમ ગરમ મુઠીયા ને શીંગ તેલ અને લાલ મરચું મિક્સ કરી તેની સાથે ખાઓ। અને વઘારેલા ખાવા છે તો ઠંડા થાય પછી વઘાર કરી લેવાનો છે। મુઠીયા ઠંડા થઇ જાય પછી તેના નાના ટુકડા કરી લેવાના છે।

વઘાર માટે :

કડાઈ માં ૨-૩ ચમચી તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે તેમાં રાય અને જીરું નાખો બંને વસ્તુ ફૂટે એટલે તેમાં ૨ ચમચી સફેદ તલ નાખી દો। અને પછી તેમાં મુઠીયા નાખી દેવાના છે। હળવા હાથે મિક્સ કરી અને ઉપર થી થોડી જીણી સમારેલી કોથમીર નાખી દો। અને કોઈ પણ તમારી પસંદ ની ચટણી , કેચપ કે પછી ટમેટો સૂપ સાથે સર્વ કરો।


વિડિઓ લિંક :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *