ઘઉંના લોટની ઇન્સ્ટન્ટ પાલક નાન – મેંદાના લોટની નહિ ઘઉંના લોટની નાન પણ પાલકના ટ્વીસ્ટ સાથે…

બધા જ લોકો લગભગ બહાર જમવા જાય ત્યારે મોટા ભાગે પંજાબી સબ્જી જોડે નાન ઓર્ડર કરતા જ હશે , બહાર જે નાન મળે છે તે મેંદા ની હોય છે અથવા તો ઘઉં નો લોટ અને મેંદો મિક્સ કરવામાં આવતો હોય છે , અને યીસ્ટ નો ઉપયોગ કરી અને આથો લાવી ને બનાવામાં આવતી હોય છે ,

આજે આપણે ઘરે જ ફટાફટ બની જાય તેવી ઇન્સ્ટન્ટ ઘઉં ન આ લોટ માં થી બનતી નાન ની રેસિપી જોઈશું. આ નાન બનાવામાં ખાલી ઘઉં ના લોટ નો જ ઉપયોગ કર્યો છે , અને યીસ્ટ નો ઉપયોગ કર્યા વગર જ તવા પર જ બનાવીશું . તો ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

 • ૧/૪ કપ- દહીં
 • અડધી ચમચી – ચમચી મીઠું
 • અડધી ચમચી – ખાંડ
 • અડધી ચમચી – બેકિંગ પાઉડર
 • ૧/૪ ચમચી – બેકિંગ સોડા
 • ૧ ચમચી – તેલ
 • ૧.૫ કપ – ઘઉં નો લોટ
 • અડધો કપ – પાલક ની પેસ્ટ
 • જરૂર મુજબ – પાણી
 • થોડા કાળા તલ
 • થોડી પાલક જીણી સમારેલી
 • ઘી કે બટર

સૌ થી પેલા એક બાઉલ માં દહીં લઇ લો , તેમાં મીઠું , ખાંડ બેકિંગ સોડા , બકીંગ પાઉડર , તેલ, ઘઉં નો લોટ બધી વસ્તુ નાખી લઇ અને મિક્સ કરી લો ,

ત્યાર પછી લોટ બાંધવા માટે તેમાં પાલક ની પેસ્ટ નાખી અને મિક્સ કરતા જાઓ , પછી જોઈએ તેટલું જ પાણી નાખી અને લોટ બાંધી લેવાનો છે.

soft લોટ બાંધવાનો છે , લોટ ભેગો થઇ જાય એટલે ૫-૬ મિનિટ મસળી લેવાનો છે. થોડું તેલ નાખી અને મસળી લો , ત્યાર બાદ ઢાંકી અને ૨૦-૨૫ મિનિટ માટે મૂકી રાખવાનો છે,

ત્યાર પછી લોટ માં થી એક સરખા લુઆ કરી લઇ પાતળી પર લુઆ સાથે કોરો લોટ લો , ઉપર થોડા કાળા તલ , જીણી કાપેલી પાલક મૂકી અને લંબ ગોળ શેપ માં વણી લેવાની છે. બહુ પાતળી નથી વણવાની .

વણાઈ જાય એટલે પાછળ ની સાઈડ સરખી રીતે પાણી લગાવી લેવાનું છે. પછી ગરમ તવા પર પાણી નો ભાગ નીચે આવે એ રીતે મૂકી દો , પછી ઉપર બબલ્સ આવા લાગે એટલે લોઢી ને ઉંધી કરી અને બીજી બાજુ શેકવાની છે , ગેસ ની ફ્લેમ થી થોડું દૂર રાખવું જે થી બળી ન જાય.

બરાબર શેકાય જાય એટલે ઉપર ઘી કે બટર લગાવી લો અને ગરમ ગરમ જ દાળ કે સબ્જી સાથે સર્વ કરો.

વિડિઓ રેસિપી :રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *