પાલક પકોડા ચાટ – પકોડાપ્રેમીઓ માટે આજે ખાસ લાવ્યા છીએ પાલકના પકોડા ચાટ…

પાલક પકોડા ચાટ:

ઘણા પ્રકારના વેરિયેશનથી ચાટ બનાવવામાં આવે છે. જેવા કે રાજ કચોરી ચાટ, કટોરી ચાટ, આલુ પિઝ ચાટ, બુંદી ચાટ, ઇડલી ચાટ, સ્પ્રાઉટ ચાટ વગેરે ….આ સિવાયના પણ અનેક ચાટ ઘરના રસોડે અને સ્ટ્રીટ ફુડમાં બનતા હોય છે. નાસ્તા તરીકે ઉપયોગમાં લેવાતા ચાટ ખરેખર સ્વાદિષ્ટ હોય છે. બાળકો અને મોટાઓને પણ ખાવામાં માફક આવે તેવા હોય છે. ઘણા ચાટ જલ્દીથી બની જતા હોવાથી વારંવાર ઘરમાં બાળકોને નાસ્તા માટે બનાવવામાં આવે છે. તો થોડા મોટા બાળકો જાતે પણ મિક્સ-મેચ કરીને પોત પોતાના ટેસ્ટ ઉમેરીને બનાવી લેતા હોય છે. આમ ચાટ બધાને મનપસંદ નાસ્તો છે.

આજે હું અહીં પાલક પકોડા ચાટની રેસિપિ આપી રહી છું. જે દરેક લોકોને નાસ્તામાં લેવી પસંદ પડશે. તો ચોક્કસથી એકવાર મારી આ રેસિપિને ફોલો કરી પાલક પકોડા ચાટ બનાવીને ટ્રાય કરી ઘરનાબધા લોકોને ટેસ્ટ કરાવજો.

પાલક પકોડા ચાટ બનાવવા માટેની સામગ્રી:

  • 12 થી 15 પાલકના પાન
  • 1 કપ બેસન
  • પિંચ હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • 3 ટેબલ સ્પુન ચોખાનો લોટ
  • ½ ટી સ્પુન અજમા
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • ½ ટી સ્પુન ચીલીફ્લેક્ષ અથવા લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન ધાણા જીરુ પાવડર
  • જરુર મુજબ પાણી
  • ફ્રાય કરવા માટે ઓઇલ

ચાટ માટે :

  • ½ કપ લીલા મરચા અને કોથમરીની લીલી તીખી ચટણી
  • ½ કપ આમલી કે ગોળ કે ખજૂરની મીઠી ચટણી
  • ½ કપ વ્હિસ્ક કરેલું દહિં
  • ½ કપ નાયલોન બેસન સેવ
  • ½ કપ બારીક કાપેલી કોથમીર
  • 2-3 ટેબલ સ્પુન બારીક કાપેલી ઓનિયન
  • 3 ટેબલ સ્પુન બારીક કાપેલા ટમેટા
  • બારીક કાપેલા લીલા મરચાના પીસ
  • દાડમના દાણા
  • ½ ટી સ્પુન ચાટ મસાલો

પાલકના પકોડા બનાવવાની રીત:

સૌ પ્રથમ પાલકના સરસ લીલા મિડિયમ સાઇઝના પાન લઇ તેની પાછળની લાંબી દાંડી 1 ઇંચ જેટલી રાખીને બાકીની દાંડી કાપી લ્યો.

ત્યારબાદ પાનને 2-3 પાણીથી ધોઇ લ્યો.

ધોઇને બધાં પાન કોરા કપડામાં છુટા-છુટા સૂકાવી દ્યો.

ઉપરથી બીજુ કપડું દબાવીને કાળજી પૂર્વક કોરા કરી લ્યો.

બેસનનું બેટર બનાવવાની રીત:

એક મિક્ષિંગ બાઉલમાં 1 કપ બેસન, 3 ટેબલ સ્પુન ચોખાનો લોટ, પિંચ હિંગ, સ્વાદ મુજબ મીઠું, ½ ટી સ્પુન અજમા, ½ ટી સ્પુન હળદર પાવડર, ½ ટી સ્પુન ચીલી ફ્લેક્ષ અથવા લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન ધાણા જીરુ પાવડર ઉમેરી બધું હલાવીને સરસથી મિક્ષ કરી લ્યો.

હવે થોડું-થોડું પાણી ઉમેરીને સ્મુધ બેટર બનાવો. મિડિયમ થીક કંસિસટંસી રાખો. પાન પર બેટરનું લેયર થઇ જાય તેટલું ઘટ્ટ બેટર બનાવો. જરુર મુજબનું જ પાણી ઉમેરીને મિક્ષ કરી 3-4 મિનિટ રેસ્ટ આપો.

ત્યારબાદ બેટરને 2-3 મિનિટ એક્દમ ફીણી લ્યો. બેટરનો કલર થોડો લાઇટ થઇ જશે.

પાલક પકોડાને ડીપ ફ્રાય કરવા માટે પેનમાં ઓઇલ ગરમ મૂકો.

એકવાર ઓઇલ બરાબર ફ્રાય કરવા જેવું ગરમ થઇ જવા દ્યો.

ત્યારબાદ પાલકનું એક પાન લઇ બેટરમાં આખું ઓલ ઓવર (બન્ને સાઇડ) બેટર લાગી જાય એ રીતે ડીપ કરો.

તરત જ બેટરમાં કોટ થયેલું પાલક્નું પાન ગરમ તેલમાં ડૂબી જાય એ રીતે મૂકો. પહોળા બોટમનું પેન હોય તો 4-5 પાન એક સાથે ડીપ ફ્રાય કરી શકાય.

એક બાજુ બરાબર ફ્રાય થઇ જાય એટલે બીજી બાજુ પલટાવી લ્યો. બન્નેસાઇડ ક્રંચી થઇ જાય એટલે જારાથી લઇ તેલ નિતારી કિચન પેપર પર ટ્રાંસફર કરો. જેથી વધારાનું તેલ તેમાં આવી જાય.

તો હવે પાલક પકોડા ચાટ માટે એરેંજ કરવા માટે રેડી છે.

પાલક પકોડા ચાટ બનાવવા માટેની રીત:

એક પ્લેટમાં બનાવેલા 5-6 પાલક પકોડા બાજુ બાજુમાં એરેંજ કરો.

તેના પર તમારા સ્વાદ મુજબ લીલા મરચા અને કોથમરીની લીલી તીખી ચટણી મૂકો. ત્યારબાદ તેના પર આમલી કે ગોળ કે ખજૂરની મીઠી ચટણી મૂકો.

હવે તેના પર 1-1 ટેબલ સ્પુન વ્હિસ્ક કરેલું દહિં મૂકો.

ત્યારબાદ પાલક પકોડા પર નાયલોન સેવ મૂકો.

સેવ પર બારીક કાપેલા ટમેટા અને લીલા મરચાના પીસ અને કોથમરી મૂકો.

તેના પર બારીક કાપેલી ઓનિયનના થોડા પીસ મૂકો અને થોડા દાડમના દાણાથી ગાર્નીશ કરો.

છેલ્લે પિંચ ચાટ મસાલો સ્પ્રિંકલ કરો.

આ બધું એરેન્જ કરેલા દરેક પકોડા પર મૂકવાનું છે.

પાલક પકોડા ચાટ રેડી સર્વ કરવા માટે રેડી છે, તો તરત જ સર્વ કરો. બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *