આખાપાલક ના પકોડા – ભજીયા ખાવાના શોખીન મિત્રો માટે ખાસ પાલકના ભજીયા…

પાલક ખાવા થી ફાયદા :

પાલક ખાવા થી આંખ ની જોવાની ક્ષમતા માં વધારો કરે છે.

પાલક આંતરડા, ગેસ, બીપી, દૂર કરે છે.

પાલક ખાવા થી વાળ ખરતા બંધ થઈ જાય છે.

પાલક ની પેસ્ટ ત્વચા ફેસ પર લગાવાથી ચમક આપે છે.

હિમોગ્લોબીન પણ વધારે છે.

સ્તનપાન કરાવતી સ્ત્રી ને ફાયદારક છે

શ્વાસરોગ વાળા ને ફાયદારક કરે છે.

પાલક, જ્યુસ પીવો, શાક ખાવો પરાઠા ખાવો, પાલક દરેક રીતે ખાવા થી ઉપયોગી છે.

સ્ટેપ:સૌપ્રથમ પાલકને ચોખ્ખા પાણીથી બેથી ત્રણ પાણીથી ધોઈ નાખો ધોયા પછી એક તપેલીમાં ચણાનો લોટ લો તેમાં જરૂર મુજબ મસાલા નાખો મીઠું મરચું ધાણાજીરું ગરમ મસાલો સાજીના ફૂલ પાણી નાખીને ખીરું 15 મિનીટ સુધી પલાળી રાખો.

સ્ટેપ ૨: તેલ ને ગરમ કરવા મૂકો તેલ ગરમ થવા આવે તો પાલકના આખા પાંદડાં બેસનમાં બોળવા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ચણાના બેસનમાં રગદોળી ને એક એક પાંદડા તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી દેવા. પછી ડીસમાં કા ડી ને બેસન ની કઢી ટામેટા સોસ સાથે તમે સર્વ કરી શકો છો.

ફાયદા પાલક શરીર માટે પૌષ્ટિક અને હેલ્ધી છે, અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

આશા રાખું છું મારી રેસિપી જરૂર થી પસંદ આવે.

જય કૃષ્ણ મિત્રો

રસોઈની રાણી : ફોરમ ભોજક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *