પાલક પનીર – સુપર ફૂડ પાલક બાળકોને પસંદ નથી હોતી પણ આવી રીતે બનાવશો અને સજાવશો તો જરૂર ખાશે…

પોપાય ધ સેલર…… આ કોણે કોણે જોયું છે??🌿


બાળપણમાં આપણે સૌ બાળકો ને આ શો ખાસ જોવા દેતા કારણ ખબર છે???

આ શો ની એક વિશેષતા હતી કે એમા જ્યારે જ્યારે પોપાય ની શકિત ઘટી જાય છે 🌿ત્યારે ત્યારે પાલકના ટીનમાથી તાત્કાલિક શકિત મેળવે છે.💪


આ જોઈને બાળકોમાં પણ જાણે અજાણે પાલક પ્રત્યેની રુચિ વધતી હતી. તો આપ સૌ જાણો જ છો પાલક ખાવાના ફાયદા.

તો ચાલો આજે આપણે સૌ આ પાલક પનીર ખાઈને પોપાય ને યાદ કરીએ.


પાલક પનીર.

સામગ્રી.

એક ઝુડી પાલક

બે નંગ ટામેટા

એક નંગ ડુંગળી

3 લીલા મરચા

6 નંગ લસણની કળી

2 ચમચી મલાઈ

100 ગ્રામ પનીર

ઘી 3 ચમચી


સૂકા મસાલા…. લાલ મરચું, હળદર, મીઠુ, ગરમ મસાલો..

રીત..


ધોયેલી પાલકને બાફીને ઠંડી કરો.


બાફેલી પાલકને ક્રશ કરી લો.


લીલા મરચા ડુંગળી ટામેટાં અને લસણની કળી આ બધાની પેસ્ટ બનાવી લો.


હવે કડાઈમાં ઘી ગરમ કરી તેમાં પેસ્ટ નાંખીને ધીરે ધીરે હલાવો ઘી છુટું પડે ત્યાં સુધી હલાવો.. વચ્ચે એમા મસાલા એડ કરો.


હવે પનીરના ટુકડા કરી એમા એડ કરો. બરાબર મિક્સ કરીને છેલ્લે એની ઉપર મલાઈ નાંખી ને સજાવો.


હવે તમે જ કહો છે ને લિજ્જતદાર???


તો રાહ કોની જુઓ છો આજે જ બનાવો અને ખવડાવો…. ને પોપાય ને યાદ કરો… અને હા…. કેવું લાગ્યું એ કહેવાનું ભૂલતા નહીં હોં…..!! 🙏

સૌજન્ય : શોભના શાહ. 💕

Join the discussion

Your email address will not be published. Required fields are marked *