પાલક પનીર ઘૂઘરા – ગળ્યા ઘૂઘરા અને મસાલા ઘૂઘરા તો ખાતા જ હશો હવે બનાવો નવીન ઘૂઘરા..

ઘૂઘરા આમ તો બહુ જ બધે બનતી અને ખવાતી ડીશ છે , ઘૂઘરા બને પણ ઘણા બધા પ્રકાર ના છે , માવા ના ઘૂઘરા , છાશની વાળા ઘૂઘરા , તીખા ઘૂઘરા એમ અલગ અલગ પ્રકાર ના ઘૂઘરા , આજે આપણે થોડા અલગ રીતે ઘૂઘરા બનાવીશુ , આજે આપણે પાલક પનીર ઘૂઘરા બનાવની રેસીપી જોઇશુ. જે ખુબ જ ઓછી સામગ્રી માં ફટાફટ બની જાય છે , તો ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૧ કપ ઘઉં નો લોટ
  • મીઠું
  • ૩ ચમચી – ઘી
  • પાલક ની પેસ્ટ

સ્ટફિંગ માટે

  • ૧ કપ પનીર
  • અડધો કપ કોથમીર જીણી સમારેલી
  • ૧ નાની ડુંગળી જીણી સમારેલી
  • અડધી ચમચી – મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ તળવા માટે

સૌ થી પેલા એક વાસણ માં લોટ લઇ લો , થોડું મીઠું , અને ઘી નાખી દો . , હાથે થી મિક્સ કરી લો ,

ઘી નું મોણ નાખવા થી ઘૂઘરા નું ઉપર નું લેયર ક્રિસ્પી થશે. લોટ બાંધવા માટે પાલક ની પેસ્ટ વાપરીશુ , પાલક ને ધોઈ અને પેસ્ટ બનાવી લીધી છે , લોટ ને પરોઠા કરતા થોડો કડક બાંધવાનો છે ,

ધીમે ધીમે જોઈએ તેટલીપાલક બાંધતા જઈ અને લોટ ભેગો થઇ જાય એટલે ૨-૩ મિનિટ મસળી લેવાનો છે , પછી ઉપર થોડું ઘી લગાવી , ૧૦ મિનિટ રેસ્ટ આપી દો ,

૧ કપ પનીર , ડુંગળી , મારી પાઉડર , મીઠું , કોથમીર આટલી વસ્તુ નાખી મિક્સ કરો લો . સ્ટેફીન્ગ રેડી છે,

બાંધેલા લોટ માં થી નાની કે મોટી પુરી વણી લો , હવે તેમાં ૧ કે ૧.૫ ચમચી સ્ટેફીન્ગ ભરી લો , કિનારી પર વિડિઓમાં બતાવ્યા પ્રમાણે બરાબર પાણી લગાવી લો ,

ફોલ્ડ કરી સ્ટેફીન્ગ ને બરાબર દબાવી સેટ કરી દો અને કિનારી પેક કરી લેવી , હવે વિડિઓ માં બતાવ્યા પ્રમાણે ઘૂઘરા નો શેપ આપી દેવાનો છે , જેમ ઘૂઘરા બનતા જાય તેમ કોટન ના કપડાં માં ઢાંકી ને રાખો , નઈ તો સુકાઈ જશે ઘૂઘ્ર અને તળતી વખતે તૂટી જશે.

હવે તેલ ગરમ થાય એટલે મીડીયમ ગેસ પર તળી લેવાના છે , ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળવાના છે , ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લઇ અને પછી નિતારી અને તેલ માં થી નીકળી લો , આ રીતે બધા ઘૂઘરા બનાવી લો .

આ ઘૂઘરા તમે સમોસા ની જેમ અધકચરા તળી અને રાખી શકો પછી ખાવા હોય ત્યારે તળી અને ગરમ સર્વ કરી શકાય. તો ચોક્કસ થી બનાવો આ પાલક પનીર ઘૂઘરા.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *