પાલક પનીર પરાઠા – બાળકોને બનાવી આપો આ પરાઠા, મજાથી ખાશે અને ફરમાઈશ પણ કરશે..

પાલક ખાવા થી ફાયદા :

પાલક ખાવા થી આંખ ની જોવાની ક્ષમતા માં વધારો કરે છે.

પાલક આંતરડા, ગેસ, બીપી, દૂર કરે છે.

પાલક ખાવા થી વાળ ખરતા બંધ થઈ જાય છે.

પાલક ની પેસ્ટ ત્વચા ફેસ પર લગાવાથી ચમક આપે છે.

હિમોગ્લોબીન પણ વધારે છે.

સ્તનપાન કરાવતી સ્ત્રી ને ફાયદારક છે

શ્વાસરોગ વાળા ને ફાયદારક કરે છે.

પાલક, જ્યુસ પીવો, શાક ખાવો પરાઠા ખાવો, પાલક દરેક રીતે ખાવા થી ઉપયોગી છે.

પાલક પનીર પરાઠા (હેલ્થી)

સામગ્રી :

  • પાલક :250 ગ્રામ
  • પનીર: 100 ગ્રામ
  • આદું, કોથમીર, 2લીલા મરચા, સૂકું લસણ ની કળિયો પેસ્ટ 2 ચમચી
  • ગરમ મસાલો : એક ચમચી
  • મીઠું :સ્વાદ અનુસાર
  • હળદર : અર્ધી ચમચી
  • દહીં : અર્ધી ચમચી
  • ખાંડ : અર્ધી ચમચી
  • ચાટ મસાલો : અર્ધી ચમચી
  • ધાણાજીરું : 1ચમચી
  • જીરું : ક્રશ કરેલું અર્ધી ચમચી
  • તેલ : 3થી 4 ચમચી
  • પાણી : જરૂર મુજબ

રીત :

આજે હું પાલક પનીર ના પરાઠા બનાવીશ જે બાળકો પાલક ખાતા નથી તેમને પનીર થોડા મસાલા નાખીને બનાવીને ખવડાવસુ તો જરૂર થી પાલક ખાતા થઇ જશે.

પાલક ને 2 થી 3 વાર પાણી માં ધોઈને તેને 5 મિનિટ માટે ગરમ પાણી માં બાફી દેવી,

પછી તેને તેને મીકચર માં પીસી લેવી.

પછી આદુ, મરચા, લસણ, કોથમીર, પેસ્ટ બનાવી દો.

એક તાસ માં ઘઉં નો લોટ લેવો, તેમાં પાલક ની પ્યૂરી નાંખવી,

દહીં 2 ચમચી નાંખવું, પનીર ગ્રામ નાંખવું,ક્ર્સ જીરૂ એક ચમચી

લાલ મરચું એક ચમચી, હળદર, એક ચમચી, ચાટ મસાલો એક ચમચી, અરધી ચમચી ખાંડ, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું નાંખવું. થોડું તેલ નાંખવું, આ બધું મિક્ષ કરીને જરૂર મુજબ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધવો.

પછી એક તવા પર તેલ લગાડીને પરાઠા શેપ આપીને તેલ કાતો બટર લગાડીને તળી લેવો. ગોલ્ડનબ્રાઉન તળી લેવો.

પછી તેને એક પ્લેટ માં કાડી ને દહીં સાથ સર્વ કરવો.

પાલક પનીર પરાઠા કોઈ પણ ચટણી સાથ ખાઈ શકો છો. આશા રાખીશ તમને પસંદ આવે.

રસોઈની રાણી : ફોરમ ભોજક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *