સ્ટફ્ડ પાલક કોફતા – પાલક પનીર કે ગ્રેવી પનીર બાળકોને પસંદ નથી તો બનાવો આ પાલક કોફ્તા.

સ્ટફ્ડ પાલક કોફતા

દોસ્તો જય શ્રી કૃષ્ણ! કેમ છો મજા માં ને , આપને ઘરે અવનવી પંજાબી વાનગીઓ બનાવતાં હોઈએ છે જેમ કે પાલક પનીર, મલાઈ કોફતા એવી વિવિધ ઘણી બધી અલગ અલગ પંજાબી સબ્જી આપની ઘરે બનતી હોય છે.જો પંજાબી સબ્જી માં કોફતા બનાવવા ના હોય તો આપના સૌ ના ઘરે મલાઈ કોફતા તો કાયમ બનતા જ હોય છે.

પંજાબી માં આપને જે પાલક પનીર, આલુ પાલક ની સબ્જી તો બનાવતા જ હોઈએ છે….

તો હવે પાલક ની સબ્જી નહિ પણ પાલકના કોફતા બનાવજો.કોફતા તો નાના મોટા સૌ ને પસંદ હોય. તો પાલક ની પંજાબી સબ્જી ની જગ્યાએ પાલક ના સ્ટફ્ડ પાલક કોફતા જરૂર થી બનાવજો.

સામગ્રી

  • ૧૦૦ ગ્રામ પાલક
  • ૨ લીલા મરચા
  • ૩ ડુંગળી
  • ૬ કણી લસણ
  • ૩ ચમચી ચણા નો લોટ
  • ૧ ચમચી ચોખાનો લોટ
  • મીઠુ સ્વાદાનુસાર
  • ૧ ઇંચ તજ
  • ૧ ઇંચ આદુ નો ટૂકડો
  • ૩ લવિંગ
  • ૬ કાજુ
  • ૨ લાલ સુકા મરચા
  • ૧ તમાલપત્ર
  • ૨ ચમચી મેંદો
  • તેલ તળવા માટે
  • ૨ ચમચી લીલા ધાણા
  • ૨ ચમચી મરચું
  • ૨ ચમચી ધાણાજીરુ
  • ૩ ચમચી ઘી
  • ૧ ચમચી હળદર
  • ૧/૪ ચમચી મરી પાઉડર
  • ૧/૨ ચમચી જીરૂ
  • ૩ ઇલાયચી
  • ૧ ચમચી ગરમ મસાલો

રીત

સૌ પ્રથમ એક તપેલીમાં ગરમ પાણી કરી તેમાં ૧૦૦ ગ્રામ પાલક, એક ડુંગળી ,ત્રણ કણી લસણ,અને બે લીલા મરચા બાફી લો.ત્યારબાદ ઠંડુ થાય એટલે તેને મિક્સર માં ક્રશ કરી લો.

હવે એક કડાઈમાં બે ચમચી તેલ એડ કરી પાલકની પ્યુરી એડ કરો,હવે તેમાં સ્વાદાનુસાર મીઠુ,ચણા નો લોટ અને ચોખા નો લોટ એડ કરી સતત હલાવી લો.

અને લોટ જેવું થીક થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.

હવે બાફેલા બટેટા ને સ્મેશ કરી તેમાં મીઠુ,ધાણાજીરું, ધાણા,અને મરી પાઉડર એડ કરી લો.

હવે તેને મિક્સ કરી નાના બોલ્સ વાળી લો.

હવે એ બોલ્સ ને પાલક ના લોટ થી કવર કરી લો.

બોલ્સ ને મેદા માં રગદોળી લો.

બોલ્સ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

ગ્રેવી માટે એક કડાઈમાં ૨ ચમચી તેલ લઇ તેમાં ડુંગળી,લસણ,ટામેટું,કાજુ,મરચા, લવિંગ,તજ, તમાલપત્ર,ઇલાયચી બધું સાંતળી લો.

ત્યારબાદ તમાલપત્ર સાઈડ પર કાઢી ને મિક્સરમાં ગ્રેવી ને ક્રશ કરી લો.

હવે એક કડાઈમાં માં ત્રણ ચમચી તેલ અને ઘી લો,ગરમ થાય એટલે તેમાં ૧/૨ ચમચી જીરૂ નાખો.

હવે તેમાં ગ્રેવીને ચાળણી થી ચાળી ને એડ કરો.

ગ્રેવીમાં મીઠું,મરચુ,હળદર,ધાણાજીરું,અને ગરમ મસાલો એડ કરી પાંચ મિનિટ કૂક થવા દો.

હવે પ્લેટ માં ગ્રેવી મૂકી તેની ઉપર કોફતા મૂકી નાન કે પરોઠા જોડે સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *