પાલક મસાલા ખીચડી – આપણા ગુજરાતીઓની પ્રિય એવી ખીચડી એક નવા અવતારમાં આજે જ બનાવજો…

પાલક મસાલા ખીચડી

ખીચડી એટલે દરેક ગુજરાતી ના ઘર માં અવાર નવાર બનતી આઈટમ . દરેક ના ઘર માં બહુ જ અલગ અલગ પ્રકાર ની ખીચડી બનતી હશે. આજે આપણે જોઇશુ એકડેમ હેલ્થી ખીચડી ની રેસીપી તે છે – પાલક મસાલા ખીચડી. પાલક ખાવાના ફાયદા તો આપડે સૌ જાણીએ જ છીએ તો , બાળકો પાલક ન ખાતે હોય તેમને પણ આ પાલક ખીચડી બનાવી ને આપો હોંશે હોંશે ખાશે. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી :

૧ વાટકી ખીચડીયા ચોખા

૧/૨ વાટકી – મગ ની ફોતરાં વાળી દાળ

૧/૨ વાટકી – તુવેર ની દાળ

૧ ગાજર

૧ બટેકુ

૨ કેપ્સિકમ

૧ મોટી ડુંગળી

૧ કપ કોબી

૩-૪ ચમચી – માખણ

૧ જુડી પાલક

૨-૩ લવિંગ

૧ તજ

૨ ઈલાયચી

૧ બાદીયુ

૨ ચમચી – આદુ લસણ મરચા ની પેસ્ટ

મીઠું સ્વાદ મુજબ

૧ ચમચી હળદર

૧ કપ – બોઈલ કરેલા વટાણા

૧ મોટી ચમચી – ઘી


સૌ પ્રથમ – દાળ અને ચોખા ને બરાબર ધોઈ અને ૧૦-૧૫ મિનિટ માટે પલાળી રાખો . ત્યાં સુધી માં ગાજર , બટેકુ, ડુંગળી , કેપ્સિકમ , કોબી બધું લાંબી લાંબી પટ્ટી માં સમારી લો. આદુ લસણ મરચા ની પેસ્ટ બનાવી લો. પાલક ને ધોઈ સાફ કરી પેસ્ટ બનાવી લો.


દાળ અને ચોખા ને એક કૂકર માં પાણી , પાલક ની પેસ્ટ અને ચપટી મીઠું નાખી ને બાફી લો. ૩-૪ સીટી થાય ત્યાં સુધી , પછી કૂકર ને જાતે જ ઠંડુ થવા દો.


એક કડાઈ માં માખણ ગરમ કરવા મુકો , ગરમ થાય એટલે તેમાં , ઈલાયચી , બાદીયુ , તજ , લવિંગ નાખી દો. પછી આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી દો. પછી તેમાં સમારેલા શાકભાજી નાખો. સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખી ઢાંકી અને ૪-૫ મિનિટ ચડવા દો.


પછી બાફેલી ખીચડી , અને બાફેલા વટાણા નાખી , ઘી નાખી બધું બરાબર મિક્સ કરી દો , બસ તૈયાર છે તમારી એકદમ હેલ્થી પાલક ખીચડી. દહીં , કે કાઢી સાથે ખાઓ. આ બનાવામાં એકદમ સરળ અને ખાવા માં હેલ્થી રેસીપી અચૂક બનાવો અને ખવડાવો.

રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *