પાલક પત્તા ચાટ બનાવવાની સરળ રેસિપી – ચટપટી પાલક ચાટ નાના મોટા દરેકને પસંદ આવશે…

મિત્રો આજે હું તમારા માટે લઈ ને આવી છું.એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી અને ચટાકેદાર ચાટ.ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી ગયું ને.કારણ કે ચાટ તો બધા ને ભાવતી હોય છે.તો ચાલો આપણે આજે પાલક પત્તા ની ચાટ એટલે કે પાલક ના પાન માંથી આપણે ચાટ બનાવીશું. પાલક નાના નાના પાન લઈ ને ખીરું બનાવીશું.અને ખીરા માં ડીપ કરીશું.અને ખાવા મા એકદમ ક્રિસ્પી અને એકદમ કુરકુરી બનશે.અને એકદમ ટેસ્ટી બનશે.આમાં બવ સામગ્રી ની બહુ જરૂર નહિ પડે. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • પાલક ના પત્તા
  • બેસન
  • ચોખા નો લોટ
  • મીઠું
  • દહીં
  • લાલ મરચું
  • ચાટ મસાલો
  • બાફેલા બટાકા
  • ડુંગળી
  • ટામેટા
  • લીલા ધાણા
  • શેકેલા સીંગદાણા
  • ઝીણી સેવ
  • બુંદી
  • હિંગ
  • બેકિંગ સોડા
  • ખાંડ
  • ટુટીફુટી
  • ખાટી મીઠી ચટણી
  • ધાણા અને ફુદીનાની ચટણી
  • પાણી

રીત

પાલક પત્તા ચાટ બનાવવા માટે પાલક ના પત્તા ની જરૂર પડે છે.અને આપણા ઘરે ખાટી મીઠી ચટણી હોય છે. અને આપણે ઉપર ટામેટા,બટાકા અને ડુંગળી એ તો આપણા ઘરમાં હોય છે. તો ખૂબ જ ઝડપથી બની જાય છે.

આ ચાટ ને તમે કોઈ કિટી પાર્ટી માં,કે બર્થડે પાર્ટી માં પણ બનાવી શકો છો.કોઈ મહેમાન આવે તો પણ બનાવી શકો છો. અને ખૂબ જ ટેસ્ટી અને નવી છે તો બધા ને પસંદ પણ આવશે.તો ચોક્કસ થી વિડિયો ને અંત સુધી જોજો. તો હવે ચાલો આપણે બનાવી લઈએ.એકદમ નવી રેસીપી.

પાલક ચાટ બનાવવા માટે આપણે પાલકના કુણા અને નાના પાન લઈશું. અને તેને ધોઇને કોરા કરી લીધા છે.  હવે આપણે ખીરું બનાવી લઈએ. ખીરું બનાવવા માટે એક આપણે એક બાઉલ લેવાનો છે.

હવે તેમાં એક કપ ઝીણો બેસન લઈશું. એક કપ ચોખાનો લોટ લઈશું. ચોખાનો લોટ લેવાથી ચાટ એકદમ ક્રિસ્પી બને છે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.પા ચમચી હિંગ નાખી શું.અને પા ચમચી હળદર નાખીશું. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું.અને પછી જરૂર મુજબ પાણી એડ કરીશું. પાણી નાખી અને વિસ્કર થી હલાવી લઈશું. બરાબર ફેટી લઈશું.અને તેમાં ગાંઠીયા ના પડે તેવી રીતે તેને બરાબર હલાવતા રહેવું.

12- આપણે લીસુ ખીરું તૈયાર કરવાનું છે.ખીરું જેવી રીતે આપણે બટાકા ના ભજીયા કે બટાકા વડા માં બનાવીએ છે. તેવું જ રાખવાનું છે. હવે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે મૂકી રાખીશું. હવે આપણે દહીંને બનાવી લઈએ.

ચાટ ઉપર નાખવાનું દહી બનાવવાનું છે તે બનાવીએ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે 1 મોટી ચમચી ખાંડ નાખીશું. આપણે એક કપ દહીં લીધું છે. અને દહી ઘટ્ટ લેવાનું. હવે આપણે તેને પણ વિસ્કર થી ફેટ વાનું છે. ખાંડ ઓગળે ત્યાં સુધી. એકદમ ક્રીમ જેવું થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું.

હવે જુવો મિત્રો આપણું દહીં સરસ મિક્સ થઈ ગયું છે. હવે એને આપણે ફ્રિજમાં ઠંડુ થવા મુકીશું. હવે આપણું ખીરું પણ જોઇ લઇએ.પાંચ મિનિટ થઈ ગઈ છે.

ખીરું પણ તૈયાર થઈ ગયું છે અને તેને ફરી ફેટી લઈએ.હવે તેના ચપટી બેકિંગ સોડા નાખી શું. વધારે નથી નાખવાનો પાલક ના ભજીયા ને ફૂલાવા ના નથી પણ થોડું તેમાં સોફ્ટ બને એટલે આપણે ખારો નાખીએ છે.અને તેને સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે પાન ને ડીપ કરી ને તેને તળી લેવાના છે.જેવી રીતે આપણે બટાકા ના ભજીયા બનાવીએ તેવી જ રીતે.પણ ધ્યાન રાખવાનું કે ખીરુ નથી હોવું જોયતું.

હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે મીડીયમ ગેસ પર પાનને ડીપ કરીને ફ્રાય કરી લઈશું. હવે ફ્રાય કરતી વખતે જે વધારાનું ખીરું હોય તે કાઢી ને મુકીશું. બંને બાજુથી ફ્રાય થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે.અને પલટાવી ને બીજી બાજુ પણ ફ્રાય કરવાનું.

હવે થોડો ગોલ્ડન કલર આવે અને ક્રિસ્પી થઈ જાય એટલે તેને કાઢી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા પાન એકદમ ગોલ્ડન કલર ના અને ક્રિસ્પી થઈ ગયા છે અને હવે આપણે એક ટિસ્યુ પેપર પર કાઢી લઈશું. હવે આપણે બાકીના પાનને આ જ રીતે ડીપ કરીને તળી લઈશું.

હવે આપણા બધા પાન ફ્રાય થઈ ગયા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે આપણે જે ચાટને સર્વે કરવાના છે તે પ્લેટ લઈ લઈશું. હવે તેમાં બધા પાનને ગોઠવી લઈશું.તમને જેવા ગમે તે રીતે સેટ કરી સકો છો. હવે આપણે સાત થી આઠ પાન ગોઠવી લીધા છે. હવે તેના પર આપણે દહી અને બધી ચટણી અને બધા મસાલા નાખીશું.

આપણે તેના માટે દહીંને ઠંડુ કરી લીધું હતું. તે દહીં પહેલા આપણે બધા ભજીયા પર નાખીશું. ચારથી પાંચ ચમચી જેટલું દહી નાખવાનું છે. અને તમારી પસંદગી મુજબ તમે નાખી શકો છો. હવે આપણે તીખી ચટણી નાખીશું. ધાણા અને ફુદીનાની ચટણી. તે પણ તમારી પસંદગી પ્રમાણે નાખી શકો છો.

પરંતુ ચાટ છે એટલે થોડું તીખું અને ખાટું મીઠું હોય તો જ મજા આવે છે. હવે આપણે આંબલી અને ખજૂરની ચટણી નાખીશું. ત્રણથી ચાર ચમચી નાખીશું. હવે આપણે બાફેલા બટાકા નાખીશું. ઝીણા સમારી લીધા છે તેને આપણે ત્રણથી ચાર ચમચી નાખીશું.

હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. એ પણ તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો. હવે આપણે ઝીણા સમારેલા ટામેટા નાખીશું. હવે આપણે તેમાં મસાલા નાખીશું. પહેલા આપણે ચાટ મસાલો નાખીશું. હવે શેકેલું જીરું અધકચરું વાટીને તેમાં નાખીશું.

હવે આપણે તેમાં લાલ મરચું પાવડર નાખીશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખી શું. હવે આપણે ફરીથી બે ચમચી જેટલું દહી નાખીશું. ચટણી પણ ફરીથી નાખીશું. તો મિત્રો છે ને એકદમ સરળ અને એકદમ ટેસ્ટી. હવે તમે આમાં ફણગાવેલા મગ અને ચણા પણ નાખી શકો છો.

હવે ફરી આપણે ખાટી મીઠી ચટણી નાખીશું.બેથી ત્રણ ચમચી. ચટણી નાખ્યા બાદ ચાટ ને વધારે ટેસ્ટી બનાવવા માટે નાયલોન સેવ લીધી છે તે નાખીસુ લગભગ બે ચમચી જેટલી. હવે આપણે ઘરમાં બનાવેલી ઝીણી બુંદી એ નાખીશું. લગભગ બે ચમચી જેટલી. તો મિત્રો જોઈ ને જ ખાવાનું મન થઈ જાય છે. ને? છેલ્લે આપણે તૂટીફૂટી લીધી છે તે પણ નાખીશું તેની જગ્યાએ દાડમના દાણા પણ નાખી શકાય. હવે આપણે તેમાં શેકેલા સીંગદાણા નાખીશું.

હવે આપણે તેમાં લીલા સમારેલા ધાણા નાખીશું. તો મિત્રો તૈયાર છે આપણી પાલકના પાન ની ચાટ. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી ટેસ્ટી લાગે છે ને અને મોડા માં પાણી આવી જાય એવી છે. એક પાલક નું પત્તુ ઉપાડો અને ખાવા માડો. તો આ રેસિપી ને જરૂર ટ્રાય કરજો. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *