પાલક – પોટેટો કરી – ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે આ વાનગી એકવાર જરૂર બનાવજો…

પાલક – પોટેટો કરી :

સૌથી વધારે પૌષ્ટીકતાના ગુણો ધરાવતી પાલકની ભાજી દરેક ઘરોમાં બનતી હોય છે. પાલકમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. જેવાકે પરાઠા, પૂરી, વડા, ભજીયા, રોલ્સ, બોલ્સ, ઢોકળાં… વગેરે આ બધી વાનગીઓ ખુબજ સ્વાદિષ્ટ બનતી હોય છે. આ ભાજી સાથે વટાણા, પનીર, ઓનિયન, બટેટા, મગની કે ચણાની દાળ વગેરેના કોમ્બીનેશનથી ખુબજ ટેસ્ટી અને હેલ્ધી એવી કરી બનાવવામાં આવે છે.

સામાન્ય રીતે ભાજીમાંથી બનાવવામાં આવતી કરીકે સબ્જી અન્ય સબ્જીની કમ્પેરમાં થોડી લાઈટ ટેસ્ટ વાળી લાગતી હોય છે. તેથી અહી હું આપ સૌ માટે સબ્જી જેટલી જ ટેસ્ટી પાલક –પોટેટો કરીની અલગ જ રીત આપી રહી છું. જેમાં પાલક અને પોટેટોનાં અલગ અલગ તડકા લગાવીને બનાવવાથી વધારે ટેસ્ટી બનાવી છે. આ કરી આ રીતે બનાવવાથી ખુબજ ટેસ્ટી બનતી હોવાથી બાળકોથી માંડીને વડીલો સુધીના દરેક લોકોને ખુબજ ભાવશે. તો તમે પણ પાલક – પોટેટો કરીની મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

પાલક – પોટેટો કરી બનાવવા માટેની સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ પાલકની ભાજી – બાફેલી
  • ૨ મોટા બટેટા – બારીક સમારેલા
  • ૧ મોટું ટમેટું –બારીક સમારેલું
  • ૨ મોટી ઓનિયન
  • ૧ ટેબલ સ્પુન આદુ-મરચા લસણની પેસ્ટ
  • ૩ ટેબલ સ્પુન ઓઈલ –વઘાર માટે
  • ૧/૨ ટી સ્પુન આખું જીરું
  • પિન્ચ હિંગ
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • ૧/૨ ટી સ્પુન હળદર પાવડર
  • ૧ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ૧ ટેબલ સ્પુન ધાણા જીરુ પાવડર
  • ૩/૪ કપ પાણી

બટેટાના વઘાર માટે :

  • ૧ ૧/૨ ટેબલ સ્પુન ઓઈલ – બટેટાના વઘાર માટે
  • પિન્ચ હળદર પાવડર
  • ૧ ટી સ્પુન કાશમીરી લાલ મરચું પાવડર
  • સોલ્ટ- બટેટા પુરતું જ

પાલક – પોટેટો કરી બનાવવાની રીત :

સૌ પ્રથમ પાલકની ભાજીને ૩- ૪વાર પાણીથી ધોઈને ચોક્ખી કરી લ્યો. ત્યારબાદ એક મોટા વાસણમાં પાણી ગરમા મુઉકી, તેમા૬ ઉમેરી ૩ મીનિટ માટે બાફી લ્યો. બફાઈ જાય એટલે ચાળણીમાં પાણી સહિત ઉમેરી પાણી નીતારી લ્યો.

હવે તેના પર ઠંડુ પાણી ઉમેરી દ્યો જેથી ભાજીનો કલર ગ્રીન જળવાઈ રહેશે. હવે એક પેન મીડીયમ ફ્લેઈમ પર ગરમ મુકી તેમાં ૩ ટેબલ સ્પુન ઓઈલ –વઘાર માટે મુઉકો. વઘાર કરવા જેવું ગરમ થાય એટલે તેમાં ૧/૨ ટી સ્પુન આખું જીરું ઉમેરો.

બરાબર તતડે એટલે તેમાં પિન્ચ હિંગ ઉમેરો. ત્યારબાદ તેમાં બારીક સમારેલી ઓનિયન ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે તે ટ્રાન્સપરંટ થાય ત્યાં સુધી કુક થઇ જાય એટલે તેમાં બારીક સમારેલા ટામેટા ઉમેરી મિક્ષ કરી લ્યો. થોડા સંતળાય એટલે તેમાં ૧ ટેબલ સ્પુન આદુ-મરચા લસણની પેસ્ટ ઉમેરી તેને પણ સાથે સાતળી લ્યો.

હવે આ બધી સામગ્રી બરાબર સંતળાઈ ને કુક થઇ જાય એટલે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ, ૧/૨ ટી સ્પુન હળદર પાવડર, ૧ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર, ૧ ટેબલ સ્પુન ધાણા જીરુ પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો. ૧ મિનીટ મીડીયમ સ્લો ફ્લેઈમ પર કુક કરો. હવે તેમાં ૩/૪ કપ પાણી ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે આ મિશ્રણ બરાબર ઉકળવા લાગે અને ઓઈલ ઉપર છુટું પડતું દેખાય અને બબલ થવા લાગે એટલે તેમાં પાલકની ભાજી ઉમેરી મિક્ષ કરી લ્યો. પાણી એબસોર્બ થઇ ઓઈલ છુટું પડવા લાગે ત્યાં સુધી કુક કરો.

બટેટા વઘારવાની રીત :

બીજા એક પેનને ગરમ મુકી તેમાં ૧ ૧/૨ ટેબલ સ્પુન ઓઈલ – બટેટાના વઘાર માટે ઉમેરો. બરાબર ગરમ થાય એટલે તેમાં પિન્ચ હળદર પાવડર અને ૧ ટી સ્પુન કાશમીરી લાલ મરચું પાવડર ઉમેરી તેમાં બારીક કાપેલા બટેટા ઉમેરી મિક્ષ કરી દ્યો. હવે તેમાં સોલ્ટ- બટેટા પુરતું જ ઉમેરી મિક્ષ કરો.

સ્લો ફ્લેઈમ પર બટેટાને સતત હલાવતા રહી બરાબર કુક કરી લ્યો. બટેટા કુક થઈને સોફ્ટ થઇ જાય એટલે તને કુક કરીને રેડી થયેલી પાલકની ભાજીમાં ઉમેરી, સ્લો ફ્લેઈમ પર રાખી બન્નેને બરાબર મિક્ષ કરી લ્યો. ઓઈલ જરા છુટું પડતું દેખાય એટલે ફ્લેઈમ બંધ કરી દ્યો. ( થોડું વધારે પાણી ઉમેરીને કુક કરીને આ પાલક –પોટેટો કરી રાઈસ સાથે ખાઈ શકાઈ છે)..

ખુબજ ટેસ્ટી ગરમાગરમ પાલક – પોટેટો કરી સર્વ કરવા માટે રેડી છે. પાલક – પોટેટો કરી રોટલી પરાઠા, નાન સાથે સર્વ કરવાથી ખુબજ ટેસ્ટી લાગશે. બધાને ખુબજ ભાવશે. તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *