પનીર ભુરજી – નાના મોટા દરેકને પસંદ આવતી અને બનાવવામાં પણ સરળ…

પનીર એક એવી આઈટમ છે જેમાં થી તમે બહુ જ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. પનીર આમ પણ ખાવા માં ખુબજ હેલ્થી છે તો ચાલો અપને આજે જોઇશુ ખુબજ સરળતા થી ઘરે બની જાય તેવી રેસીપી ” પનીર ભુરજી ”

સામગ્રી

૨૦૦ ગ્રામ પનીર

૭-૮ ડુંગળી પાતળી સમારેલી

૩ કપ – ટામેટા સમારેલા

૨ ચમચી – લસણ -આદુ – મરચા ની પેસ્ટ

૨ તેજ પત્તા

૧ – બાદિયા

તજ નો ટુકડો

૨ – આખી ઈલાયચી

૩-૪ ચમચી – તેલ (ટામેટા – ડુંગળી સાંતળવા )

૩-૪ ચમચી – તેલ (ગ્રેવી ના વઘાર માટે )

૨ ચમચી – મીઠું

૩-૪ ચમચી – લાલ મરચું પાવડર

૨ ચમચી – ધાણા જીરું

૧ ચમચી – હળદર

૨ ચમચી – ગરમ મસાલો

૧ ચમચી – બટર

કસૂરી મેથી

સૌ પ્રથમ એક કડાઈ માં ૩-૪ ચમચી તેલ ગરમ કરો , ગરમ થાય એટલે તેમાં તેજપત્તા , તજ , ઈલાયચી અને બાદિયા નાખી દો. સાથે કાપેલી ડુંગળી નાખી દો તેમાં મીઠું નાખી બરાબર મિક્સ કરી અને ઢાંકી દો. જ્યાં સુધી ડુંગળી નો કલર હલકો સોનેરી થાય ત્યાં સુધી ચડવા દો.

ડુંગળી ચડી જાય પછી તેમાં સમારેલા ટામેટા અને આદુ – લસણ – મરચા ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી મધ્યમ ગેસ પર ટામેટા ચડી જાય ત્યાં સુધી રેવા દો.


ટામેટા અને ડુંગળી બંને સરસ ચડી જાય એટલે એને ઠંડુ થવા દઈ અને મિક્ષચર માં સ્મૂથ પેસ્ટ બનાવી લો. પેસ્ટ બનાવતા પેહલા તેમાં થી ખડા મસાલા નીકળી લેવા પછી જ પેસ્ટ બનાવવી.

હવે કડાઈ માં ૩-૪ ચમચી તેલ અને ઘી ગરમ કરવા મુકો. તેમાં હળદર અને ડુંગળી – ટામેટા ની ગ્રેવી નાખી દો , લાલ મરચું , ધાણાજીરું , મીઠું નાખી બધું બરાબર મિક્સ કરી દો. હવે ઢાંકી અને ૧૦ મીનીટ સુધી ચડવા દો.


૧૦ મીનીટ પછી ગ્રેવી જોઈ લો જો તમને પાતળી ગ્રેવી જોઈતી હોય તો થોડું પાણી નાખી શકો છો. ગરમ મસાલો નાખી દો. હવે મેશ કરેલું પનીર નાખી બરાબર મિક્સ કરી દો.


બટર – કસૂરી મેથી નાખી હલાવી લો. બસ તૈયાર છે તમારી પનીર ભુરજી. રોટલી , નાન કે પરોઠા સાથે સર્વ કરો


મેં અહીં કાજુ ની પેસ્ટ નથી ઉમેરી હું આ રીતે જ બનવું છું, તમારે જો કાજુ ની પેસ્ટ નાખવી હોય તો ૭-૮ કાજુ ૫-૧૦ મિનિટ પલાળી દઈ પેસ્ટ બનાવી ડુંગળી ટામેટા ની ગ્રેવી સાથે મિક્સ કરી દેવી.

રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

સંપૂર્ણ વાનગીનો વિડિઓ જુઓ.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *