પનીર બટર મસાલા – હવે બહાર હોટલમાં જઈને ખાવની જરૂરત નથી બનાવો…

પનીર બટર મસાલા.

સૌનું ફેવરિટ પનીર. પનીર તથા પનીરની વાનગી લગભગ દરેકને ભાવતી જ હોય છે. પનીરની આ વાનગી હવે ઘરે ઘરે બનતી થઈ ગઈ છે.

ખાસ કરીને હાલના બાળકોને બધા શાકભાજી નથી ભાવતા હોતા એવામાં આ પનીર ની શબ્જી ઝટપટ બની પણ જાય છે અને સૌને ભાવતી પણ હોય છે.

તો ચાલો આજે આપણે પનીર બટર મસાલા રેસ્ટોરન્ટ જેવી ઘરે કેવી રીતે બનાવાય છે એ શીખીશું.

સામગ્રી.

 • પનીર
 • બટર ત્રણ મોટા ચમચા
 • તેલ એક ચયચો
 • ટામેટા..2 નંગ
 • ડુંગળી…1 નંગ
 • લીલાં મરચાં…ચાર નંગ
 • તમાલપત્ર…એક
 • લવિંગ…ત્રણ
 • ઈલાયચી…એક
 • મરી…પાંચ
 • તજ…નાનો ટુકડો
 • આખા ધાણા…એક ચમચી
 • સુકા લાલ મરચા..બે નંગ
 • કસુરી મેથી…એક ચમચી
 • મલાઈ …બે ચમચા
 • દુધ …એક કપ
 • કેચઅપ…એક ચમચી.

સૌ પ્રથમ આપણે ઘી લઈશું.એમાં પનીરના નાના નાના ટુકડા કરી સાંતળી લઈશું.

હવે એક કડાઈમા એક ચમચી બટર લો.એમાં મોટા ટુકડા કરેલા ટામેટા,ડુંગળી,લીલા મરચાં,તમાલપત્ર,મરી,લવિંગ,ઈલાયચી,આખાધાણા ,આ બધુ જ નાંખીને હલાવો .પાંચદસ મિનિટ સુધી સાંતળવું….હવે એને ઠંડું થવા દો.


ઠંડું થઈ ગયા પછી એને મિક્સર મા વાટીને પેસ્ટ તૈયાર કરો.

હવે ફરીથી એક કડાઈમાં બે ચમચા બટર,એક ચમચી તેલ લો.ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલી ગ્રેવી નાંખીને હલાવો .


હવે મીઠું,કાશ્મીરી મરચું,હળદર, જરુર મુજબ નાંખીને હલાવો.

એમાં એક ચમચી કેચઅપ નાખો.

બટરતેલ છુટું પડે ત્યાં સુધી હલાવો .


હવે એમાં બે ચમચા મલાઈ અને એક કપ દુધ ઉમેરો.

હવે હાથમાં કસુરી મેથી લઈને મસળીને શાકમાં નાંખો.

હવે છેલ્લે પનીર ઉમેરો.

બસ તૈયાર છે એકદમ હોટલ જેવુ જ સ્વાદિષ્ટ અને સુંદર પનીર બટર મસાલા.

ગરમાગરમ ફુલકા રોટલી સાથે પણ પીરસી શકાય છે.

મિત્રો આફને પસંદ આવે તો જરુર કોમેન્ટ કરજો.

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *