હેલ્ધી પનીર-કેપ્સિકમ સ્ટફ્ડ પરોઠા – બાળકોને અવનવા પરાઠા પસંદ છે? તો એકવાર આ પનીરના નવીન પરાઠા જરૂર બનાવજો..

હેલ્ધી પનીર-કેપ્સિકમ સ્ટફ્ડ પરોઠા :

જુદા જુદા સ્ટેટમાં પનીર-કેપ્સિકમ સ્ટફ્ડ પરોઠા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. ઘણી વખત સ્પેશિયલ પ્રસાંગોમાં પણ આ પરોઠા પીરસવામાં આવે છે. આ પરોઠા બ્રેકફાસ્ટ, બ્રંચ, લંચ કે ડિનર બધામાં એવર ડિલિસ્યશ છે. ખુબજ એરોમેટિક અને ફ્લેવરફુલ બને છે. મોસ્ટ આ પ્રકારના પરોઠા રેસ્ટોરંટમાં હંમેશા બનતા હોય છે. પણ એટલી જ સરળતાથી ગૃહિણીઓ ઘરે બનાવી શકે તે માટે હું અહીં હેલ્ધી પનીર-સ્ટફ પરોઠાની રેસિપિ આપી રહી છું જે ફોલો કરીને બનાવશો તો જરુરથી ટેસ્ટી બનશે.

હેલ્ધી પનીર-કેપ્સિકમ સ્ટફ્ડ પરોઠા બનાવવા માટેની સામગ્રી:

  • 2 કપ ઘઉં નો લોટ – રોટલી માટેનો હોય એ જીણો લોટ
  • 1 ટી સ્પુન આખુ જીરું
  • 2 ટેબલ સ્પુન ઓઇલ –લોટમાં મિક્સ કરવા માટે
  • સોલ્ટ જરુર મુજબ

*સ્ટફિંગ માટે:

  • ¾ કપ પનીર – ક્રમ્બલ કરેલું
  • ¼ કપ બારીક સમારેલું કેપ્સિકમ
  • ¼ કપ ઓનિયન – બારીક સમારેલી કે ખમણેલી
  • લીલું મરચુ બારીક સમારેલું
  • 1 ટી સ્પુન ગાર્લિક પેસ્ટ અથવા લીલુ લસણ બારીક સમારેલું
  • 1-2 ટેબલ સ્પુન કોથમરી( હેંડફુલ સુધી વધારે લઇ શકાય)
  • 1 ટેબલ સ્પુન કસુરી મેથી અથવા ફ્રેશ મેથી
  • ½ ટેબલ સ્પુન ધણાજીરું
  • 1/8 ટી સ્પુન હળદર
  • ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • સોલ્ટ જરુર મુજબ – સ્ટફિંગ માટે
  • 2 ટી સ્પુન ઓઇલ – સાંતળવા માટે કરવા માટે
  • ઘી કે ઓઇલ-પરોઠા રોસ્ટ – કૂક કરવા માટે

પરોઠા બનાવવા માટેની રીત:

લોટ બાંધવાની રીત:

સૌ પ્રથમ મિક્ષિંગ બાઉલમાં 2 કપ ઘઉંનો રોટલી બનાવવા માટે નો જીણો લોટ લઇ તેમાં 1 ટી સ્પુન આખું જીરું, મોણ માટે 2 ટેબલ સ્પુન ઓઇલ અને સોલ્ટ સ્વાદ મુજબ ઉમેરી મિક્સ કરો. જરુર મુજબ પાણી લઈ પરોઠા માટેનો (રોટલીના લોટ કરતા થોડો ટાઇટ)લોટ બાંધો. તેને 10 મિનિટ રેસ્ટ આપો.

સ્ટફિંગ બનાવવાની રીત:

હવે નોન સ્ટિક પેન મિડિયમ ફ્લૈમ પર રાખી તેમાં 2 થી 3 ટી સ્પુન ઓઇલ ઉમેરી ગરમ થવા દ્યો.

હવે તેમાં ¼ કપ ઓનિયન – બારીક સમારેલી કે ખમણેલી, લીલું મરચુ બારીક સમારેલું અને 1 ટી સ્પુન ગાર્લિક પેસ્ટ અથવા લીલુ લસણ બારીક સમારેલું ઉમેરીને મિક્ષ કરો. 2 મિનિટ સાંતળો.

ત્યાર બાદ તેમાં ½ ટેબલ સ્પુન ધણાજીરું, 1/8 ટી સ્પુન હળદર, ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર અને સોલ્ટ જરુર મુજબ ઉમેરી હલાવીને બરાબર મિક્ષ કરો. 1 મિનિટ સાંતળો.

હવે તેમાં ¾ કપ ક્રમ્બલ કરેલુ પનીર અને ¼ કપ બારીક સમારેલું કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી 2-3 મિનિટ કુક કરો.

વધારે કૂક કરવાથી પનીર થોડું ટાઈટ થઇ જશે તેથી ઓવર કૂક કરશો નહી.

હવે 1-2 ટેબલ સ્પુન કોથમરી( હેંડફુલ સુધી વધારે લઇ શકાય) અને 1 ટેબલ સ્પુન કસુરી મેથી અથવા ફ્રેશ મેથી ઉમેરી મિક્ષકરી 1 મિનિટ સાંતળો.

બધું સરસ મિક્સ કરી, ફ્લૈમ બંધ કરી એક બાજુ રાખી દ્યો જેથી થોડું ઠરી જાય.

પરોઠા સ્ટફ કરવાની રીત:

સૌ પ્રથમ બાંધેલી કણેક માંથી નાનુ પરોઠુ બને તેટલો લોટ લઇ તેમાંથી લુવો બનાવો.

હવે તેને રોલિંગ બોર્ડ પર રાખી પુરી જેવડું વણો.

તેમાં વચ્ચે 1 ½ ટેબલ જેટલું પનીર નું બનાવેલું સ્ટફીંગ મૂકો અને પેક કરી ફરી લુવો બનાવી લ્યો.

હવે રોલિંગ પિનથી હલકા હાથે નાનું પરોઠું વણી લ્યો જેથી કિનારીઓથી સ્ટ્ફિંગ બહાર નીક્ળે નહી.

ત્યારબાદ તવી ગરમ મૂકી તેમાં થોડું ઘી કે ઓઇલ મૂકી તેમાં પનીર-કેપ્સિકમ સ્ટફ્ડ પરોઠું મૂકી ગોલ્ડન બ્રાઉન સ્પોટ થાય ત્યાં સુધી રોસ્ટ કરો. એક બાજુ રોસ્ટ થઇ જાય એટલે પલ્ટાવી બીજી સાઈડ પણ એજ રીતે ઘી કે ઓઇલ મૂકીને રોસ્ટ કરી લ્યો.

આરીતે બાકીના બધા પરોઠા બનાવી લ્યો.

આમ બન્ને બાજુ બરાબર રોસ્ટ થઇ જાય એટલે સર્વિંગ પ્લેટમાં મૂકી ગરમા ગરમ સર્વ કરો.

સ્ટફ્ડ પનીર-કેપ્સિકમ પરોઠા પર થોડી ખમણેલી ઓનિયન, રેડ ચીલી, થોડી કોથમરી અને કેપસિકમની ચિપ મૂકી ઉપર થોડું લીલું લસણ સ્પ્રિંકલ કરી ગાર્નીશ કરો.

સાથે ટમેટાની સ્લાઇઝ, ખમણેલી ઓનિયન તથા લસણ કેરીનું અથાણું અને મસાલા દહિં પીરસો. આ કોમ્બીનેશન સાથે ખૂબજ સ્વાદીષ્ટ લાગશે. ખૂબજ પૌષ્ટીક એવા આ પરોઠા બધાને ખુબજ પસંદ પડશે, જેથી તેમારા રસોડે હેલ્ધી સ્ટફ્ડ પનીર-કેપ્સિકમ પરોઠા વારંવાર બનશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *