પનીર ચિલ્લી ડ્રાય – બહાર હોટલમાં અને લગ્નમાં મળતું આ સ્ટાર્ટર તમને પસંદ છે? તો હવે ઘરે જ બનાવો.

પનીર ચિલ્લી ડ્રાય :

હું આજે તમારી સમક્ષ નાના – મોટા બધાનું પ્રિય એવું પનીર ચીલી ડ્રાય લઇ આવી છું .

ચોમાસું હોય કે શિયાળો કયારે પણ તમે આ એક સ્ટાર્ટર અથવા સાંજના નાસ્તા મા બનાવી શકો .અને ખુબ ઓછા સામગ્રી થી તમે ઝટપટ આ બનાવી શકશો .

સામગ્રી :

– 2 નંગ કેપ્સીકમ

– 2 મીડીયમ કાંદો

– 1 ચમચી ચિલ્લી સોસ

-1/2 ચમચી સોયા સોસ

– 1 ચમચી ક્રશ કરેલું લસણ

– 3 ચમચી તેલ

– સ્વાદ મુજબ મીઠું

– 1/2 ચમચી ચીલ્લી પેસ્ટ

-1 ચમચી કોર્નફોલર

રીત :

સ્ટેપ -1


એક પેન માં તેલ લઈ .તેલ ગરમ થઈ એટલે તેમાં લસણ અને


મરચાં ની પેસ્ટ ઉમેરવી .સોતળાઈ જાય પછી કાંદા (ચોરસ શેપ માં કટ કરેલા )અને કેપ્સીકમ (ચોરસ શેપ માં કટ કરેલા)ઉમેરી સાંતળવાં .

સ્ટેપ -2


ત્યારબાદ રેડ ચીલ અને સોસ સોસ ઉમેરી .બરાબર મિક્ષ કરવા .

સ્ટેપ -3


તેમાં પનીર ના ક્યુબ્સ કટ કરેલા ઉમેરવા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધાં વેજિટેબલ અને સોસ નું કોટિંગ થઈ જાય ત્યાં સુધી હલાવી અને ત્યારબાદ કોર્નફ્લોર ની સ્લરી ઉમેરી અને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો .

સ્ટેપ -4 :

ગરમ ગરમ સર્વ કરો .

નોંધ :

તમે ને પનીર કડક જોઈતા હોઇ તો તમે પનીર ને તળી ને પણ લઇ શકો .તમે પનીર ઓછું હોય ન મેમ્બર્સ વધી જાય તો તળેલા બટેકા પણ લઇ શકો .

રસોઈની રાણી : દિગ્ના રૂપાવેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *