હેલ્થી પનીર કોરિએન્ડર પરોઠા – પ્રોટીનથી ભરપૂર આ પરાઠા નાના મોટા દરેકને પસંદ આવશે…

આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ હેલ્થી પનીર કોરિએન્ડર પરોઠા બનાવવાની પરફેક્ટ રીત જોઈશું. પનીર સુપર પ્રોટીન ફૂડ છે. બધાને પ્રોટીનની જરૂર હોય છે. પણ નાના બાળકોને પ્રોટીનની જરુરિયત હોય છે. તો આ તેમના માટે ન્યુટ્રી એસ છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • ઘઉંનો લોટ
  • પનીર
  • લીલા ધાણા
  • લીલા મરચાં
  • ઘી
  • ઓલ પર્પસ પરાઠા મસાલા
  • ઓલ પર્પસ સ્પ્રિંગ મસાલા
  • લાલ મરચું પાવડર
  • મીઠું

રીત-

1- સૌથી પહેલા આપણે પરોઠાનો લોટ બાંધી શું. તેના માટે આપણે એક કપ ઘઉંનો લોટ લઈશું. તેમાં જરૂર પ્રમાણે મીઠું નાખી શું.

2- આપણે બે ચમચી ઘી નું મોવાણ લઈશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.હવે આપણે જે પ્રમાણે પરાઠા નો લોટ બાંધી એ તેવી રીતે લોટ બાંધી લઈશું.

3- હવે થોડું ઘી લઇ ને ગ્રીસ કરી લઈશું.હવે તેને મીનીમમ 20થી 25 મિનિટ રહેવા દઇશું.હવે સ્ટફિંગ તૈયાર કરીશું.સ્ટફિંગ માટે 150 ગ્રામ પનીર લઈશું. તમે કોઈપણ બજારનું પણ યૂઝ કરી શકો છો. આપણે ઘરનું ફ્રેશ લઈશું.

4- હવે એક મોટી ચમચી લીલા મરચા એડ કરીશું. જો તમે તીખું વધારે પસંદ કરતા હોય તો વધારે નાખી શકો છો. હવે એક મોટી વાડકી ફ્રેશ લીલા ધાણા નાખીશું.

5- હવે ઓલ પર્પસ મસાલા એડ કરીશું. આ મસાલામાં શેકેલું જીરું, શેકેલા ધાણા, શેકેલી વરિયાળી, આમચૂર, મીઠું બધું જ છે. તેને મોટી બે ચમચી એડ કરીશું.

6- હવે જરૂર હોય તો થોડું મીઠું એડ કરી શકો છો.હવે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે.

7- હવે આપણે પરાઠા બનાવીશું.લોટ સોફ્ટ થઈ ગયો છે.એક વાર થોડું ઘી લઇ ને મસળી લઈશું. જો લોટ વધારે ઢીલો થઇ જશે તો સ્ટફિંગ બાર આવી જશે. મીડિયમ રાખવાનો છે.

8- હવે આપણે પરાઠા વણી લઈશું.એક ગુલ્લુ લઈશું.તેને વણી લઈશું. આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે બે ચમચી મૂકીશું. જો વધારે પડતું સ્ટફિંગ હશે તો બહાર નીકળી જશે.

9- હવે આપણે ફોલ્ડ કરીશું.હવે તેને બરાબર પ્રેસ કરી લઈશું.કોરો લોટ ભભરાવી શું.હવે તેને હલકા હાથે ફરી થી વણી લઈશું.

10- એક પેન લઈશું.અને તે ગરમ થાય એટલે તેમાં પરાઠા મૂકી દઈશું. એક્સાઇડ હલકું શેકાય જાય એટલે તેને ટન કરીશું.હવે બીજું બાજુ થવા દઈશું. હવે તેની પર ઘી લગાવી શું.

11- હવે હલકુ પ્રેસ કરીને બીજી બાજુ પણ ઘી લગાવી શું.આપણા પરાઠા થઈ ગયા છે હવે ગેસ બંધ કરી દઈશું.

12- હવે આપણે પરાઠા ને ગાર્નીશ કરીશું. વ્હાઈટ બટર અને સ્પ્રિંગ મસાલા સાથે મસાલો છે તેને આપણે ઉપર થી ભભરાવી શું.

13- હવે આપણા ગરમાગરમ પનીર કોરિએન્ડર પરાઠા તૈયાર થઈ ગયા છે.તો આ રીત થી તમે ચોક્કસ થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *