પનીર દો પ્યાઝા – ડુંગળી ની ગ્રેવી માં એકદમ રૂ જેવા સોફ્ટ પનીર આહા… આજે જ બનાવવું પડશે…

પનીર દો પ્યાઝા

પનીર દો પ્યાઝા , એક બહુ જ સ્વાદિષ્ટ ડીશ છે. આ શાક આકર્ષણ જગાડે એવું ફ્લવેરફૂલ છે . ડુંગળી ની ગ્રેવી માં એકદમ રૂ જેવા સોફ્ટ પનીર ને ધીમા તાપે બનાવો , પછી જુઓ બાળકો અને મોટા બધા તમારી રસોઈ ના દિવાના થઇ જશે ..

તમે આ ડીશ હોટેલ માં ઘણી વાર ખાધી હશે બટર રોટી કે નાન સાથે . દો પ્યાઝા નો સરળ મતલબ એવો કે આ ડીશ માં ૨ વાર ડુંગળી નો ઉપયોગ થયો છે , અલગ અલગ સ્ટેપ પર અલગ અલગ રીતે ..

આજે આપણે આ ડીશ ઘરે બનવાની એકદમ સરળ રીત જોઈશું ..

રીત :

સામગ્રી :

• ૧ કપ પનીર (મોટા ચોરસ કટકા માં કાપવું )

• ૨ ડુંગળી (મોટા ચોરસ કટકા કરવા )

• ૨ ડુંગળી (બારીક સમારવી )

• ૩ ટામેટા

• ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ

• ૧ ચમચી લસણ ની પેસ્ટ

• ૧ ચમચી કસુરી મેથી

• ૧/૪ ચમચી હળદર

• ૧/૨ ચમચી ધાણાજીરું

• ૧ ચમચી લાલ મરચું

• ૩ ચમચી બારીક સમારેલી કોથમીર

• ૨ મોટા ચમચા અમુલ નું ફ્રેશ ક્રીમ અથવા ઘર ની મલાઈ

• ૧/૨ ચમચી બટર ડુંગળી સાતાળવા

• ૫ ચમચી બટર ગ્રેવી માટે

• મીઠું

કોરો મસાલો :

• ૧ તજ નો કટકો

• ૨-૩ એલૈચી

• ૨-૩ લવિંગ

• ૧ તજ પત્તા

• ૨-૩ લાલ સુકા મરચા

રીત :


સૌ પેહલા આપણે ટામેટા ને બાફીશું . એના માટે એક્મોતી તપેલી માં પુરતું પાણી લઇ ઉકાળો. હવે એમાં ટામેટા નાખી ૧ min સુધી ઉકાળો પછી ગસ બંધ કરી તપેલી ને ઢાકી દઈ ૧૦-૧૨ min સુધી એમ જ રેહવા દો. જયારે ખોલશો તો તમને દેખાશે કે ટામેટા ની છાલ અલગ થઇ ગઈ હશે. પાણી થી બહાર કાઢી ઠંડા થવા દો. હાથ થી ટામેટા ની છાલ પૂરી રીતે નીકળી દો . મિક્ષેર ના પ્યુરી બનાવી લો .


એક non stick કડાય માં બટર લઇ મોટા કટકા વાળી ડુંગળી ને સાંતાળવી .. થઈ જાય એટલે એને એક ડીશ માં સાઈડ પર રાખો. એ જ કડાય માં બટર લઇ પેહલા બધો સુકો મસાલો શેકો . ત્યાર બાદ તેમાં બારીક સમારેલા કાંદા ઉમેરી થોડી વાર શેકો . ત્યાર બાદ એમાં લસણ ની અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરો . ૧ min બાદ તેમાં કસુરી મેથી અને ટામેટા ની પ્યુરી ઉમેરો . બટર છુટું પડે ત્યાં સુધી સાંતળો.


હવે બધો જ મસાલો , કોથમીર અને ૧/૨ કપ ગરમ પાણી ઉમેરો. ગ્રેવી ઉકલે એટલે એમાં પનીર ના કટકા ઉમેરો . હવે ઢાંકી ને ૨-૩ min સુધી થવા દો . સાંતળેલી ડુંગળી ઉમેરી ૧-૨ min થવા દો .


બસ છેલ્લે ક્રીમ /મલાઈ ઉમેરો ૮-૧૦ સેકન્ડ હલાવો અને બસ ગરમ ગરમ પીરસો ..

આ શાક બટર રોટી, પરાઠા , નાન કે જીરા રાઈસ સાથે પીરસી શકાય ..


રસોઈની રાણી : રુચિ શાહ (ચેન્નાઇ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *