સ્મુધ પનીર – દૂધના પાવડરની મદદથી આવીરીતે બનાવો પનીર, સોફ્ટ અને ચોખ્ખું જાતે બનાવેલ પનીર વાપરો…

સ્મુધ પનીર:

ગૃહિણીઓના રસોડે અવાર નવાર પનીરની વાનગીઓ બનતી રહેતી હોય છે. પનીરમાંથી સ્વીટ અને સ્પાયસી બન્ને પ્રકારની વાનગીઓ બને છે.

સાઉથમાં બનતી સ્વીટ પણ સારા એવા પ્રમાણમાં અહીં બજારમાં મળતી થઇ ગઇ છે. તો સાથે સાથે ગૃહિણીઓ પણ સાઉથ ઇંડિયન કે પંજાબી વાનગીઓ ઘરે બનાવતા થયા છે. તેમાં પનીરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બાજારુ પનીર કરતા ઘરે બનાવેલું પનીર પ્યોર હોય છે. પોષક તત્વોથી ભરપૂર પનીર ઘરે બનાવવું ખરેખર ખૂબજ સરળ છે.

પનીર કેલ્શિયમ અને પ્રોટીનથી સમૃધ્ધ છે. તે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. વાળ માટે પણ ફાયદાકારક છે. શરીરમાં બ્લડસુગરનું લેવલ જાળવી રાખે છે.

હાર્ટ હેલ્થ માટે તેનો ઉપયોગ કરવો ખૂબજ ફાયદાકારક છે.

પનીર ખાવાથી પાચન શક્તિ વધે છે. તેનાથી વજન પણ ઘટે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફોલેટ રહેલું છે.

આમ પનીર હેલ્થ માટે લાભકારક છે. ઘરે બનાવવાથી પનીરમાં પોષક તત્વો પૂરેપૂરા જળવાઇ રહે છે અને ફ્રેશ હોવાથી સ્મુધ રહે છે. સ્મુધ પનીરથી બનતી વાનગીઓ પર્ફેક્ટ બને છે. તેથી હું અહીં સ્મુધ પનીર બનાવવા માટેની રેસિપિ આપી રહી છું તો જરુરથી બનાવજો.

સ્મુધ પનીર બનાવવા માટેની સામગ્રી :

  • ½ લિટર ફુલ ફેટ દૂધ
  • ½ કપ મિલ્ક પાવડર
  • 1 કપ પાણી – મિલ્ક પાવડરમાં ઉમેરવા માટે
  • ¾ થી 1 મોટું લિમ્બુ

સ્મુધ પનીર બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ એક થીક બોટમ પેનમાં 1/2 લિટર ફુલ ફેટ દૂધ લો. તેને સ્લો ફ્લૈમ પર ગરમ કરો.

હવે એક નાના બાઉલમાં ½ કપ મિલ્ક પાવડર લઇ તેમાં 1 કપ પાણી ઉમેરી લમ્સ ના રહે એ રીતે મિક્ષ કરો.

હવે ગરમ થઇર હેલા દૂધમાં આ મિલ્ક પાવડર નું મિશ્રણ ઉમેરી મિક્સ કરી હલાવો.

ઉકળે ત્યાં સુધી હલાવ્યા કરો જેથી બોટમ પર બેસી ના જાય.

એક ઉભરો આવે પછી પણ 2 મિનિટ સુધી ઉકાળો જેથી ઉમેરેલ મિલ્ક પાવડર પણ બરાબર કૂક થઇ એકરસ થઇ જાય.

હવે ¾ મોટા લિમ્બુનો રસ કાઢી લો.

તેમાંથી અર્ધો રસ, ઉકળતા દૂધમાં ઉમેરી મિક્સ કરી સતત હલાવતા રહો. ફ્લૈમ બંઘ કરી દ્યો.

દૂધ હલાવવાનું ચાલુ રાખો.

દૂધમાંથી થોડું પનીર છૂટું પડતું દેખાશે.

ત્યારબાદ ફરીથી બાકીનો લિમ્બુનો રસ ઉમેરી દ્યો. અને મિડિયમ ફ્લૈમ ચાલુ રાખીને દુધ સતત એકજ સાઇડ હલાવતા રહો. 2-3 મિનિટ પછી ફ્લૈમ બંધ કરી દ્યો. ફ્લૈમ ચાલુ હશે તો પનીર વધારે કૂક થઇને ટાઇટ થઇ જશે.

3-4 મિનિટ હજુ વધારે સમય હલાવતા રહો જેથી દૂધ માંથી બધું જ સ્મુધ પનીર છૂટું પડતું દેખાશે.

બધુંજ પનીર અલગ થઇ જાય એટલે તે પેનમાં 2 કપ જેટલું પાણી ઉમેરો. હલાવી મિક્ષ કરી લ્યો એટલે સરસ સ્મૂધ પનીર એકદમ અલગ પડતું લાગશે.

હવે એક વાસણ પર મોટી ગળણી મુકી, તેના પર મલમલનું પાતળું કાપડ મૂકો.

તેમાં બાઉલમાંથી પાણી સહિત પનીર ટ્રાંસ્ફર કરો. કાપડ નાં બધા કોર્નર ભેગા કરી પોટલી બનાવી લો.

હાથથી પ્રેસ કરી તેમાંથી બધુ જ પાણી નિતારી લ્યો. પનીર પોટલીમાં રહેશે.

હવે પનીરમાંથી લિમ્બુની ખટાશ દૂર કરવા માટે બીજા બાઉલમાં પાણી ભરી તેમાં પનીર ભરેલી પોટલી મૂકો. ખોલીને તેમાં રહેલા પનીરમાં સ્પુન ફેરવો. જેથી પનીરમાંની ખટાશ નીચેના બાઉલના પાણીમાં આવી જશે.

આમ 2-3 વાર પાણી બદલાવીને રિપિટ કરો. એટલે બધી ખટાશ પાણીમાં નીકળી જશે.

ત્યારબાદ પોટલી દબાવીને પનીર માંથી પાણી નિતારી લ્યો.

પોટલી ટાઇટ કરી તેનાં પર વજન મૂકી પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે 2-3 કલાક મૂકો.

હવે કપડામાંથી પ્લેટમાં લઇ પનીરના પીસ કરો. તો તૈયાર છે સ્મુધ પનીર. આ સ્મુધ પનીર માંથી સ્વીટ અને સ્પાયસિ વાનગી સરસ અને પર્ફેક્ટ બનશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *