પનીર – ગ્રીન કેપ્સિકમ રિંગ્સ – પનીરની સબ્જી તો બનાવતા જ હશો હવે એકવાર આ સ્ટાર્ટર ટ્રાય કરજો..

પનીર – ગ્રીન કેપ્સિકમ રિંગ્સ :

હાલ પનીર બધાનું ટોપ મોસ્ટ ફેવરીટ બની ગયુ છે. ખાસ કરીને પંજાબી વેજીટેબલ અને બંગાળી સ્વીટમાં પનીરનો ખૂબજ ઉપયોગ કરવામાં આવે છે. પનીરને ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. ફૂડ–ડેરીવેટ એસિડ-સાઇટ્રીક એસિડ, લિમ્બુ, ખાટું દહીં વગેરેનો ઉપયોગ કરીને દૂધમાંથી પનીર બનાવવા માં આવે છે. ત્યારબાદ તેમાંથી બનેલા પાણીવાળા દહીંને મસલના ક્લોથમાં નાંખી, બાંધી, નિચોવીને પાણી-છાશ થી અલગ કરવામાં આવે છે. સ્લેબ બનાવવા માટે વજનથી પ્રેસ કરવામાં આવે છે. પનીર હલ્કા સ્વાદવાળુ, આથા વગરનું અને ઓગળે નહી તેવું હોય છે. હાલ પનીર આપણા ભોજનનો એક અભિન્ન ભાગ બની ગયો છે

પ્રોટીન મેળવવા માટે પનીર એ સારી પસંદગી છે. પનીર માં દાળ ની સરખામણીમાં કાર્બોહાઇડ્રેટ્સ ઓછું હોય છે.

પનીર ચરબી બર્ન વધારવામાં મદદ કરી શકે છે. તેથી જેઓએ વજન ઘટાડવું હોય તેઓએ પનીર ભોજન માં શામેલ કરવું જોઇએ.

પનીર દૂધનું ઉત્પાદન હોવાથી એ કેલ્શિયમ અને ફોસ્ફરસનો સમૃધ્ધ સ્ત્રોત છે. એકલા કેલ્શિયમથી હાડકા ના આરોગ્યમાં સુધારો થશે નહિ, તેના માટે ફોસ્ફરસની જરુર પડે છે. પનીર તે બન્ને એક સાથે આપે છે.

આપણા હ્રદય ના સ્નાયુઓ અને ચેતા ને યોગ્ય રીતે કાર્ય કરવા માટે કેલ્શિયમ આવશ્યક છે.

પનીરમાં કાર્બ ઓછું હોવાથી ડાયાબિટિઝના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે પ્રોટીન સમૃધ્ધ હોવાથી જે જમ્યા પછીની સુગરની વૃધ્ધિને નિયંત્રિત કરવા માટે તેને યોગ્ય બનાવે છે. ઇંસ્યુલિનના ઘસારાને રોકવામાં મદદ કરે છે.

આમ પનીર એ ભારતીય વાનગીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અને અન્ય કોઇ પણ ખોરાકની જેમ, યોગ્ય માત્રામાં લેવામાં આવે ત્યારે તે પોષક અને આરોગ્યપ્રદ છે.

આજે હું અહીં પનીર અને કેપસિકમનું કોમ્બીનેશન કરી રેસિપિ આપી રહી છું, જે ખરેખર હેલ્ધી અને ટેસ્ટી છે તો આજે જ તમારા રેસિપિ લિસ્ટમાં એડ કરી દેજો. અત્યારે માર્કેટમાં કેપ્સિકમ પણ સરસ આવતા હોય છે. તો જરુરથી આ રેસિપિ આજ સિઝનમાં ટ્રાય કરી લેજો.

પનીર – ગ્રીન કેપ્સિકમ રિંગ્સ બનાવવા માટે ની સામગ્રી :

  • 500 ગ્રામ મિલ્ક અથવા ¾ કપ પનીર
  • 2 મોટા ગ્રીન કેપ્સિકમ ની સ્લાઇઝ
  • 2 ટેબલ સ્પુન બટર
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 સ્લાઇઝ બ્રેડ
  • ½ ટી સ્પુન કાળા મરીનો પાવડર
  • 1 લીલુ મરચુ બારીક કાપેલું
  • 1 થી 1 ½ ટેબલ સ્પુન મેંદો
  • પિંચ આમચૂર પાવડર
  • 1ટેબલ સ્પુન કોથમરી બારીક કાપેલી
  • 15 થી 20 લાલ સૂકી દ્રાક્સ (અર્ધી કરીને કાપેલી)

રીત : પનીર–ગ્રીન કેપ્સિકમ રિંગ્સ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ ગ્રીન કેપ્સિકમ લઇ, ધોઇને તેમાંથી તેના બી રીમુવ કરો. તેની શાર્પ ચપ્પુથી થોડી જાડાઇવાળી સ્લાઇઝ બનાવો. જેથી તેમાં પનીર સ્ટફ થઇ શકે. હવે તેને બાજુ પર મૂકો.

હવે એક પ્લેટમાં બ્રેડ ભીની થાય એટલું પાણી લઇ તેને ભીની કરીને બ્રેડમાંથી પાણી બધુંજ નિચોવી લ્યો. અને તેને મેશ કરી લ્યો.

• ટિપ્સ : જો ત્મે ઘરે પનીર બનાવ્યું હોય તો તેમાંથી નીકળેલા પાણી માં બ્રેડ ભેની કરો કેમકે તે પાણી હેલ્થ માટે ખુબજ પૌષ્ટિક હોય છે.

હવે એક મિક્સિંગ બાઉલ લ્યો. તેમાં ¾ કપ પનીર, 2 મેશ કરેલી બ્રેડ, 1 થી 1 ½ ટેબલસ્પુન મેંદો, બારીક કાપેલા લીલા મરચા, જરુર મુજબ સોલ્ટ, કાળા મરી નો પાવડર, 15-20 અર્ધી કાપેલી દ્રાક્સ, બારીક કાપેલી કોથમરી અને આમચૂર પાવડર લ્યો.

બધુંજ હલાવી ભેગું કરી મિક્સ કરો થોડું મસળી, થોડું ટાઇટ મિશ્રણ બનાવો.

• હવે ગ્રીન કેપ્સિકમની કાપેલી રિંગ્સ પ્લેટમાં લ્યો.

તેમાં બનાવેલું મિશ્રણ સ્ટફ કરો. નીચે આપેલા પિક્ચરમાં જુઓ. તે પ્રમાણે બધીજ રીંગ્સ સ્ટફીંગમાં કરો.

હવે એક નોન સ્ટિક પેન લઇ ગરમ કરો. તેમાં રીંગ્સ કૂક કરવા માટે 1 ટીસ્પુન બટર ગરમ કરો.

તેમાં પનીરણું મિશ્રણ સ્ટફ કરેલી કેપ્સિકમ ની રિગ્સ મૂકો.

સૌ પ્રથમ નીચેની સાઇડ બરાબર કૂક થઇ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાંસુધી કૂક કરો.

ત્યારબાદ કેપ્સિકમની રિંગ્સની નીચેની સાઇડ ઉપર આવી જાય તેમ ફેરવી – પલટાવી નાખો.

હવે બાકીની બાજુએ કેપ્સિકમ ની રિંગ્સ ને ગોલ્ડન બ્રાઉન કૂક કરી લ્યો. 2-2 રિંગ્સ સાથે કૂક કરી શકો છો.

તો હવે રેડી છે… પનીર – ગ્રીન કેપ્સિકમ રિંગ્સ ….

લીલી મિંટ ચટણી અને સોસ સાથે સર્વ કરો.

બાળકો તો હોંશે હોંશે કેપ્સિકમ ખાશે, કેમકે તે તીખા નથી હોતા એટલે મરચા ખાધા હોવાનો આનંદ આવશે..સાથે હોટ ફેવરિટ પનીર પણ છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *