પનીર ટિક્કા મસાલા – બહાર હોટેલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી સબ્જી એ પણ સાવ સરળ રીતે…

આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈ એ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને.

એટલે આજે હું પનીર બટર મસાલા રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ અહીં બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એક દમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો પનીર ટિક્કા મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ.

સામગ્રી :

– 150 ગ્રામ પનીર

– એક મોટી નંગ સમારેલી ડુંગળી

– બે નંગ ટામેટાં

– એક ચમચી હળદર

– ચપટી હિંગ

– એક તમાલપત્ર

– 2 ચમચી લાલ મરચું પાવડર

– બે ટુકડાં તજ

– 2-3 નંગ લવિંગ

– સ્વાદાનુંસાર મીઠું

– ચાર ચમચી બટર

– એક ચમચી તેલ

-1/2 ચમચી પનીર બટર મસાલો

– એક ચમચી દૂધની મલાઈ

– ચપટી કસુરી મેથી

– 3 ચમચી મગજ તરી ના બી

– 1 નંગ મરચું કટ કરેલું અને 1ઇંચ આદુ નો ટુકડો 4-5 કળી લસણ

બનાવવાની રીત

સ્ટેપ :1( ગ્રેવી બનવા માટે )

પનીર બટર મસાલા બનાવવા માટે સૌ પ્રથમ ગ્રેવી બનાવવી પડશે. ગ્રેવી બનાવવા માટે, એક પેન લો, તેમાં બટર અને તેલ ગરમ કરવા મુકો. તે ગરમ થઈ જાય એટલે તેમાં સમારેલી ડુંગળી અને સમારેલા ટામેટાં ,મરચું ,આદું ,લસણ ઉમેરી ચડવા દો. તે ચડી જાય એટલે મગજ તરી ના બી ઉમેરો ત્યારબાદ તેમાં હળદર અને લાલ મરચું પાઉડર,ધાણા પાવડર ઉમેરી મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ચડી જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઈ જાય .પછી પીસી લો .(આ એલ્લો ગ્રેવી તમે સ્ટોર પણ કરી શકો છો .પણ તમારે ક્રશ કરતી વખતે પાણી નહિ ઉમેરવું )

step:2 (રીત )

એક પેન તેમાં બટર અને તેલ ગરમ કરવા મુકો. તે ગરમ થઈ જાય એટલે તેમાં હિંગ,તમાલપત્ર, લવિંગ, મરી અને તજ લઈ શેકી લો.ત્યારબાદ તેમાં પીસેલી ગ્રેવી ઉમેરી .થોડી વાર ચડવા દઈ અને થોડું તેલ અને ઘી છૂટું પડે એટલે તેમાં પંજાબી મસાલો ,મરચું પાવડર ,મીઠું અને કસૂરી મેથી ઉમેરી હલાવી. ઢાંકણું ઢાંકી મસાલો ચડી જાય પછી પનીર ના પીસ અને મલાઈ ઉમેરી .ગેસ બંધ કરી .ગરમ પરાઠા ,નાન સાથે સર્વ કરવું .

નોંધ :

તમને પનીર crispy જોઈએ તો તમે એક પેનમાં થોડુ તેલ અથવા બટર લઈ પનીરના ટુકડાં તેમાં ફ્રાય કરી લો. પનીરના ટુકડાં થોડા લાઈટ બ્રાઉનના થાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. ગ્રેવી માં ઉમેરી ને પણ લઇ શકો છો.

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *