રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા બનાવવાની સરળ રીત – Restaurant Style Paneer Butter Masala

આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા બનાવવાની સરળ રીત જોઈશું.આ રેસિપી થી બનાવશો તો તમે બહાર થી લાવવાનું ભૂલી જશો. જેને તમે એકદમ સરળ રીતે ઘરે બનાવી શકો છો.તો ચાલો બનાવી લઈએ એકદમ સરળ રીત સાથે પનીર બટર મસાલા.

સામગ્રી

  • ટામેટા
  • ડુંગળી
  • લસણ
  • લાલ મરચું
  • કાશ્મીરી લાલ મરચું
  • કીચન કિંગ
  • પનીર
  • તમાલપત્ર
  • લવિંગ
  • તજ
  • ઈલાયચી
  • કાજુ
  • આદુ
  • કસ્તુરી મેથી
  • મીઠું
  • બટર
  • હળદર
  • મલાઈ
  • કોથમીર

રીત

1- સૌથી પહેલા એક પેન લઈશું.અને આપણે પહેલા ગ્રેવી બનાવી લઈશું.હવે તેમાં એક ચમચી તેલ એડ કરીશું.તેલ ગરમ થાય એટલે તેમાં એક તમાલપત્ર,એક મોટી ઈલાયચી,બે નાની ઈલાયચી,એક તજ નો ટુકડો અને બે લવિંગ નાખીશું.

2- હવે આપણે દસ કાજુ લઈ લઈશું.કાજુ ને ધીમા ગેસ પર ફ્રાય કરી લઈશું.ધ્યાન રાખવાનું કે આપણે તેને રોસ્ટ કરવાના છે.હવે કાજુ નો કલર બદલાઈ ગયો છે.હવે બે મોટી ડુંગળી સમારેલી એડ કરીશું.

3- હવે એક ઇંચ આદુ નો ટુકડો લઈ લઈશું.અને આઠ લસણ ની કડી લઈ લઈશું.અને ડુંગળી આદુ લસણ થોડા સોફ્ટ થઈ જાય.હવે ચાર ટામેટા લઈશું.તેને પણ મોટા ટુકડા માં કટ કરી લઈશું.ટામેટા નાખ્યા બાદ તેમાં મીઠું નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં પા કપ પાણી નાખીશું.હવે તેને ઢાંકી દઈશું.જેથી ટામેટા સોફ્ટ થઈ જાય.

4- હવે પાચ મિનિટ થઈ ગઈ છે અને ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે.હવે ગેસ બંધ કરી દઈશું.આ મિશ્રણ ને એક થાળી માં કાઢી લઈશું.જેથી તે જલ્દી ઠંડુ પડી જાય.થાળી માં કાઢી ને તેમાંથી તમાલપત્ર કાઢી લઈશું.અને ઈલાયચી પણ કાઢી લઈશું.અને ટામેટા ના છોડા પણ કાઢી લઈશું.અને તજ પણ કાઢી લઈશું.

5- હવે આપણે પનીર ને ફ્રાય કરી લઈશું.હવે એક પેન લઈશું.તેમાં એક નાની ચમચી તેલ લઈશું.તેલ ગરમ થાય એટલે તેમાં પા ચમચી મરચું નાખીશું.અને સ્વાદ મુજબ મીઠું નાખીશું.અને પા ચમચી કસ્તુરી મેથી નાખીશું.અને મસાલા તેલ માં સરસ મિક્સ કરી લઈશું.હવે આપણે ઘરે બનાવેલું 200 ગ્રામ પનીર લઈશું.હવે તેને મસાલા મિક્સ કરી લઈશું.

6- હવે પનીર ફ્રાય થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈશું.હવે પનીર ને એક પ્લેટ માં કાઢી લઈશું.હવે ગ્રેવી નો વઘાર કરીશું.તેના માટે એક પેન મૂકી દીધું છે.તેમાં બે મોટી ચમચી બટર નાખીશું.અને તેમાં એક નાની ચમચી તેલ નાખીશું.જેથી આપણું બટર બળી ના જાય.હવે આપણે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું.તેના થી તેનો કલર ખૂબ સરસ આવે છે.

7- હવે તેમાં આપણે ગ્રેવી નાખીશું. ગ્રેવી એકદમ સરસ સોફ્ટ બની છે.ગ્રેવી સરસ મિક્સ થઈ જાય.ત્યારબાદ મિક્સર જારમાં પા કપ પાણી નાખી દીધું છે.હવે તેમાં થોડું મીઠું નાખીશું.હવે આપણે ઢાકણ ઢાંકી ને કુક કરી લઈશું.તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરી લઈશું.હવે ગ્રેવી ઘટ્ટ થઈ ગઈ છે.અને કલર પણ બદલાઈ ગયો છે.હવે મસાલા કરી લઈએ.તેમાં ચપટી હળદર નાખીશું.

8- હવે તેમાં એક મોટી ચમચી કિચનકિંગ મસાલો નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે જે પનીર તૈયાર કર્યું હતું તે એડ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું.અને ગ્રેવી ઘટ્ટ લાગે છે એટલે પા કપ પાણી ઉમેરી શું.હવે ઢાંકી ને એક મિનિટ માટે કુક કરી લઈશું.હવે એક મિનિટ થઈ ગઈ છે આપણું પનીર બટર મસાલા બનની ને તૈયાર થઈ ગયું છે.હવે તેમાં ઘર ની મલાઈ બે મોટી ચમચી એડ કરીશું.અને એક નાની ચમચી કસ્તુરી મેથી પણ નાખી શકો છો.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.

9- હવે ફરી ઢાંકી ને એક મિનિટ માટે કુક કરી લઈશું.જેથી મલાઈ સરસ ભળી જાય.અને કસ્તુરી મેથી પણ ભળી જાય.હવે એક મિનિટ થઈ ગઈ છે હવે આપણું આ શાક તૈયાર થઈ ગયું છે.અને સુગંધ પણ સરસ આવે છે.હવે તેમાં છેલ્લે પા ચમચી ખાંડ નાખીશું.ત્યાર બાદ હવે તેમાં લીલા ધાણા નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.અને આપણું રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા બની ને તૈયાર થઈ ગયું છે.તો તમે પણ જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *