હોમ મેઇડ પાણી પુરી પાણી અને મસાલો – ઓલ ઈન વન રેસિપી હમણાં શીખો..

હોમ મેઇડ પાણી પુરી, પાણી અને મસાલો

સ્ટ્રીટ ફુડ તરીકે બહુજ જાણીતી એવી પાણી પુરી બધાની ખૂબજ પ્રિય છે. ઘરમાં બાળકોથી માંડીને મોટાઓ સુધીના દરેક લોકોને ખૂબજ ભાવે છે. પાણીપુરીને ગોલગપ્પા પણ કહેવામાં આવે છે. તેની રેસિપિ નીચે પ્રમાણે છે. તો ચોક્કસથી બધા ટ્રાય કરજો. બજારની રેડી પાણીપુરી કરતા ઘરની બનાવેલી પાણીપુરી સ્વાદમાં વધારે ટેસ્ટી બનશે.

હોમ મેઇડ પાણી પુરી બનાવવા માટેની સામગ્રી..

  • 1 કપ જીણી સોજી
  • 1 ટેબલ સ્પુન કોર્નફ્લોર
  • ½ ટી સ્પુન સોલટ
  • 6 ½ ટેબલસ્પુન પાણી
  • ઓઇલ ફ્રાય કરવા માટે
  • 5 મિડિયમ સાઈઝના બટેટા બાફેલા
  • ½ બાફેલા ચણા

હોમ મેઇડ પાણી પુરી બનાવવાની રીત :

એક મિક્ષિંગ બાઉલમાં 1 કપ જીણી સોજી, 1 ટેબલ સ્પુન કોર્નફ્લોર અને ½ ટી સ્પુન સોલ્ટ લઇ બધું સરસથી મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને 6 ½ ટેબલસ્પુન પાણી ઉમેરીને લોટ બાંધી લ્યો.

લોટ બંધાય જાય એટલે જરાક જ પાણી વાળો હાથ કરી જરા મસળી લ્યો.

ત્યારબાદ 20 મિનિટ લોટને ઢાંકીને રેસ્ટ આપો.

20 મિનિટ બાદ લોટ થોડો ટાઇટ થઇ જશે. કેમેકે સોજીમાં પાણી સીજી જશે.

હવે લોટને ફરી બરાબર મસળી લ્યો. તેમાંથી નાની નાની પુરી બને તેવા નાના લુવા બનાવો.

એક સરખા લુવા બનાવવા માટે બાંધેલા લોટમાંથી ¼ ભાગનો લોટ લઈ લાંબો પાતળો રોલ બનાવો.

ત્યારબાદ તેમાં નાના લુવા બને તે રીતે ચપ્પુથી કાપા પાડી(પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે) લ્યો. તેને અલગ કરીને હાથથી પ્રેસ કરીને લુવા બનાવી લ્યો.

આ પ્રમાણે બધા લોટમાંથી લુવા બનાવી લ્યો.

હવે તેમાંથી પાણી પુરીની નાનીનાની, પાતળી પુરી વણી લ્યો. 5 જ મિનિટ સુકાવા દ્યો.

ત્યારબાદ પુરી ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો. જરા બાંધેલો લોટ ઓઇલમાં નાખો. તરત જ લોટ ઉપર આવી જાય એટલે ઓઇલ બરાબર પુરી ફ્રાય કરવા માટે તૈયાર છે. હવે મિડિયમ ફ્લૈમ રાખીને ઓઇલમાં પુરી ઉમેરો.

એકબાજુ બરાબર ફુલીને ક્રંચી થવા દ્યો. ત્યારબાદ પુરીને ફ્લિપ કરી દ્યો. ફ્લિપ કરેલી બાજુ પણ બરાબર ક્રંચી થવા દ્યો.

ત્યારબાદ ફરી એકવાર એ રીતે થોડી થોડીવાર માટે ફેરવીને બરાબર ક્રંચી કરી લ્યો.

આ પ્રમાણે બધી પુરીઓ સરસ ક્રંચી ફ્રાય કરી લ્યો.

ઓઇલ ઠરી જતું હોય અને પુરી બરાબર ફુલતી ના હોય તો ફ્લૈમ ફાસ્ટ કરી ઓઇલ ગરમ કરી લેવું.

ઓઇલ વધારે ગરમ થઇ ગયુ લાગે તો મિડિયમ ફ્લૈમ કરી લેવી.

ઓઇલની હીટ સેટ કરતા રહેવું, જેથી બધી પુરીઓ સરસ ફુલી જશે.

પુરી બની ગયા બાદ બધી પુરીઓ બરાબર ઠરી જાય પછી એરટાઇટ કંન્ટેઇનરમાં સ્ટોર કરવી.

પાણી પુરીનું ફુદિનાનું –ગ્રીન પાણી બનાવવા માટેની સામગ્રી :

  • 3 કપ જેટલી ધોઈને સમારેલી કોથમરી
  • 1 ½ કપ ધોઇને સમારેલો ફુદિનો
  • 2 ઈંચ જેટલો સમારેલો આદુનો ટુકડો
  • 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ½ ટી સ્પુન મરી પાવડર
  • 1 ટી સ્પુન સંચળ પાવડર
  • 1 ટી સ્પુન આમચુર પાવડર
  • 1 ટી સ્પુન ચાટ મસાલો
  • થોડી સોલ્ટી બુંદી

જરુર પડે તો તામારા સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરો. પાણી પુરીનું ફુદિનાનું –ગ્રીન પાણી બનાવવાની રીત :

ગ્રાઇંડરનો જાર લઈ તેમાં 3 કપ જેટલી ધોઈને સમારેલી કોથમરી, 1 ½ કપ ધોઇને સમારેલો ફુદિનો, 2 ઈંચ જેટલો સમારેલો આદુનો ટુકડો અને 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી ગ્રાઇંડ કરી એકદમ ફાઈન પેસ્ટ બનાવી લ્યો.

તેમાંથી 4 ટેબલસ્પુન જેટલી પેસ્ટ (ચટણી) અલગ કાઢી લ્યો. તેને પુરી પર સર્વ કરવાની છે.

તેમાં લેમન જ્યુસ સાથે જ ઉમેરીને ગ્રાઇંડ કરવું. તેનાથી બનાવેલી ફાઇન પેસ્ટ સરસ ગ્રીન કલરની બનશે.

હવે મોટા બાઊલમાં 3 ગ્લાસ ફ્રીઝ કોલ્ડ પાણી ભરો. તેમાં બનાવેલી ગ્રીન ફાઇન પેસ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ ½ ટી સ્પુન મરી પાવડર, 1 ટી સ્પુન સંચળ પાવડર, 1 ટી સ્પુન આમચુર પાવડર, 1 ટી સ્પુન ચાટ મસાલો અને જરુર પડે તો તામારા સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરો.

બધું એકરસ થાય એ રીતે સ્પુનથી અથવા બ્લેંડરથી મિક્ષ કરી લ્યો.

હવે પાણીપુરી માટેનું ફુદિનાનું ગ્રીન પાણી રેડી છે. તેને રેફ્રીઝ્રેટરમાં મૂકી દ્યો. સર્વ કરવા ટાઈમે બહાર કાઢી લેવું. તેમાં થોડી સોલ્ટી બુંદી ઉમેરો.

પાણીપુરીમાં ભરવા માટેનો ચણા –બટેટાનો મસાલો બનાવવા માટેની સામગ્રી :

  • 5 બાફેલા બટેટા
  • ½ કપ બાફેલા ચણા (વધારે ઉમેરી શકાય)
  • 1 મોટી બારીક કાપેલી ઓનિયન
  • 1 ટી સ્પુન ચાટ મસાલો
  • 1 ટી સ્પુન લાલ મરચું-લસણની ચટણી – 1 ટી સ્પુન પાણી ઉમેરી જરા ઢીલી કરી લેવી
  • 1 ટી સ્પુન લીલા મરચા-લસણની ચટણી
  • 1 ટી સ્પુન લેમન જ્યુસ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ટેબલ સ્પુન કોથમરી

ચણા-બટેટાનો મસાલો બનાવવાની રીત :

5 બાફેલા મિડિયમ સાઇઝના બટેટાને એક મિક્ષિંગ બાઉલમાં મૂકી પાવભાજીના મેશરથી અધકચરા મેશ કરી લ્યો.

હવે તેમાં બાફેલા ચણા પાણી નિતારીને ઉમેરી દ્યો.

હવે 1 મોટી બારીક કાપેલી ઓનિયન, 1 ટી સ્પુન ચાટ મસાલો, 1 ટી સ્પુન લાલ મરચું-લસણની ચટણી – 1 ટી સ્પુન પાણી ઉમેરી જરા ઢીલી કરી લેવી, 1 ટી સ્પુન લીલા મરચા-લસણની ચટણી, 1 ટી સ્પુન લેમન જ્યુસ, અને સ્વાદ મુજબ મીઠું અને 1 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી ઉમેરી મિક્ષ કરી લ્યો.

તો હવે પાણી પુરીમાં ભરવા માટેનો ચણા બટેટાનો ચટપટો મસાલો રેડી છે.

આંબલીનું મીઠું પાણી બનાવવા માટેની રીત:

½ સીડ લેસ આંબલીને 1 કલાક ગરમ પાણીમાં પલાળી રાખો.

ત્યારબાદ તેમાં 1 ½ કપ ગોળ ઉમેરીને 1 કપ પાણી ઉમેરી ઉકાળી લ્યો.

ઠરે એટલે આંબલી-ગોળનું મિશ્રણ ગ્રાઇંડ કરી ગાળી લ્યો. જરુર મુજબ પાણી ઉમેરો.

ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ સોલ્ટ અને થોડુ સંચળ ઉમેરો.

તો હવે રેડી છે પાની પુરી માટેનું આંબલી-ગોળનું ખાટું-મિઠું પાણી

પાણીપુરી સર્વ કરવાની રીત :

બનાવેલી ક્રંચી પાણી પુરીનાં ઉપરના પાતળા પડમાં મોટો હોલ ( જેથી મસલો સરસ રીતે ભરી શકાય) પાડો.

હવે તેમાં સૌ પ્રથમ ચણા બટેટાનો ચટપટો મસાલો પુરીમાં સમાય તેટલો ભરો.(કેમકે બધાની બનાવેલી પુરી એકસરખી નથી હોતી).

ત્યારબાદ તેના પર લાલ મરચાની ચટણી અને ગ્રીન ચટણી મૂકો.

તેનાં પર બારીક કાપેલી ઓનિયનનાં ટુકડા, સેવ અને કોથમરીથી ગાર્નિશ કરો.

હવે સર્વ કરતી વખતે તેમાં ફુદિનાનું ગ્રીન ચટપટું પાણી અને આંબલી ગોળનું ખાટું મીઠું પાણી ઉમેરી સર્વ કરો.

ઉપરથી ફરીથી થોડી સેવ, ઓનિયન અને બારીક સમારેલી કોથમરી સ્પ્રિંકલ કરો.

ખૂબજ સ્વાદિષ્ટ, ક્રંચી પાણી પુરી રેડી છે. હવે બહારથી લાવવી જ નહી પડે.

મારી પાણીપુરીની આ રેસિપિ ફોલો કરીને બનાવશો તો બધાને ઘરે બનાવેલી પુરી જ ભાવશે.

તો ચોક્કસથી બનાવજો.

ઘરે બનાવેલી પુરીનો ટેસ્ટ જ અલગ હોય છે કેમેકે તેમાં વપરાયેલી સારી સામગ્રી અને ચોખ્ખાઇ હોય છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *